[:gj]સોમનાથ મંદિરમાં 1000 વર્ષ પછી “નૃત્યાંગના ચૌલા” યુગ ફરી આવ્યો[:]

[:gj]સોમનાથ મહાદેવના મંદિરના 69માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં એક કાર્યક્રમ હતો શિવાંજલિ ડાન્સ ઇન્સ્ટીટ્યુટના કલાકારો એ નૃત્ય કરીને માહોલ વિશેષ ભક્તિમય બનાવેલ હતો. એવું સોમનાથ ટ્રસ્ટનું કહેવું છે. આવું પહેલી વખત નથી થયું છેલ્લાં થોડા વર્ષથી થઈ રહ્યું છે. શું ફરી નૃત્યાંગના અને નૃત્ય દાસી ચૌલા જેવો યુગ સોમનાથ મંદિરમાં પાછલા બારણેથી આવી ચૂક્યો છે ?

આ પહેલાં અનેક વખત અહીં મંદિરમાં કે પરિષરમાં નૃત્યાંગનાઓ નૃત્ય કરી ચૂકી છે. આજથી એક હજાર વર્ષ પહેલાં સોમનાથ મંદિરની જાહોજલાલી હતી જેમાં સેંકડો નૃત્યાંગના નૃત્ય કરતી હતી. ચૌલા નામની નૃત્યાંગના હતી. જેની સાથે પાટણના રાજા ભીમદેવને પ્રેમ થઈ જાય છે. આ વૈભવ વખતે સોમનાથ પર હુમલો કર્યો. મંદિર તોડી નાંખ્યું ખજાનો લૂંટી લીધો. તે સમયે ચૌલાનામની નૃત્યાંગના સોમનાથ મંદિરમાં હતી. ‘જય સોમનાથ’ નવલકથામાં સોલંકીયુગ વર્ણવીને કનૈયાલાલ મુનશીએ નવલકથા લખી હતી. જેમાં  દેવનર્તકી ચૌલા સાથેનો ભીમદેવનો પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમ્યો, એની વાતો વર્ણવી છે. ચૌલાનું નૃત્ય આદિ વર્ણનો છે. એના રૂપ, ગુણ, વ્યક્તિચિત્ર છે. ચૌલા નૃત્યાંગના તો છે જ પણ તે ભીમદેવને પ્રેમ કરે છે. ખાસ તો મહમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે દેશ અને ગુજરાતની કેવી સ્થિતિ હતી તેનું નિરૂપણ મુનશીએ કર્યું છે. ચૌલાનાં પ્રેમનું નિરૂપણ, ચૌલાનું સમર્પણ, પ્રેમભક્તિ, મુગ્ધતા, સુંદરતા, ભાવનામયતા અને માધુર્ય વર્ણનો કરેલા છે.

મંદિર તૂટ્યું ત્યારે સેંકડો નૃત્યાંગનાઓ હતી

મુનશી

જે સમગ્ર બાબત બતાવે છે કે તે જ્યારે સોમનાથ મંદિર તૂટ્યું ત્યારે વૈભવ વચ્ચે સોમનાથ મંદિરમાં સેંકડો નૃત્યાંગનાઓ નૃત્ય કરતી હતી. ભીમદેવ ચૌલાને મહારાણી બનાવે છે.  આવી ગુજરાતી ભાષામાં પાંચ નવલકથા લખવામાં આવી છે જે સોમનાથના ઈતિહાસનું વર્ણન કરે છે. ભૌગાલિક-રાજકીય ફલકને કેન્દ્રમાં રાખી સદાશિવ અને ચૌલાના પાત્ર દ્વારા શૈવ ધર્મનું આલેખન કરે છે. અદ્વિતિય નૃત્યાંગના, અદ્વિતિય પ્રેમિકા સોમનાથની ‘શિવદાસી’ જેવા વર્ણન આવે છે. સોમનાથને સર્વસ્વ અર્પણ કરનારી નૃત્યાંગના ચૌલા ઝાંઝરને ઝમકારે સીધી ગર્ભદ્વાર સુધી આવતી હતી. મૃદંગના ઠેકે બધું થતું હતું.

અનેક વખત વૈભવી મંદિર તોડી નંખ્યુ

ઈ.સ.1026માં પ્રભાસ પાટણના સાગના 56 વિરાટ સ્તંભો ઉપર ઉબેલા સોમનાથ મંદિરમાં  સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. 1026-1042 સુધીમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું હતું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે 1169માં મંદિર ફરી બનાવ્યું હતું.

આ વર્ષો દરમિયાન મંદિરની જાહોજલાલીનો યુગ શરૂ થયો હતો. 1299માં અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિ ખંડિત કરી હતી. ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો. અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની વિપુલ સમૃદ્ધિ હતી. સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે 10 હગાર ગામો આપેલા હતા. પવિત્ર સ્થળમાં 200 મણ (4000કિલો)ની સાંકળો ઉપર સોનાના ઘંટ વાગતાં હતા.

જેના થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ અને ઈતિહાસ તથા ખજાના ભર્યા હતા. ભોંયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. ત્યારે ચૌલા અને સેંકડો નૃત્યાંગનાઓના નૃત્ય થતાં હતા. મૂર્તિ તૂટી પછી ફરી મંદિર વેરાન બની ગયું. 1339-95માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી. ફરી મંદિર બન્યું. 1414માં અમદાવાદના અહેમદ શાહ મૂર્તિ ઉઠાવીને લઇ ગયો.  મહંમદ બેગડો 1459-1511માં ચઢી આવ્યો હતો. મંદિરને મસ્જીદમાં ફેરવાઈ. ઈ.સ.1560માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું. પુનરુદ્ધાર થયો. 200 વર્ષ સુધી શાંતિ રહી હતી. ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની 1706માં અવદશા કરી હતી. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો. પછી સરદાર પટેલે ભારતની આઝાદી પછી નવું મંદિર બનાવ્યું હતું. જ્યાં ફરીથી ચૌલા જેવા નૃત્યો શરૂ થયા છે.

1000 વર્ષ પછી ચૌલા યુગ

સૌના અને હીરા માણેકથી મંદિરનો ખજાનો ચૌલાના સમયમાં ભરેલો હતો. ફરી સોમનાથ મંદિર સોનાના પરાથી સોનાનું મંદિર બની રહ્યાં છે ત્યારે હવે 1000 વર્ષ પછી આવા નૃત્યો સોમનાથ મંદિરમાં થવા લાગ્યા છે. અગાઉ અને આજે પણ મહાદેવ ભક્તો મંદિરમાં નૃત્યાંગના નૃત્ય કરે તે ક્યારેય સ્વિકારેલું નથી. શિવ અને પાર્વતી નૃત્ય કરતાં હતા. પણ માણસ દ્વારા મંદિરમાં નૃત્ય થાય તે કોઈ રીતે લોકો સ્વિકારવા તૈયાર નથી.

સોમનાથ મંદિર તુટ્યું તેની કથામાં નૃત્યાંગનાઓ પણ આવે છે.

લગભગ 2001થી સોમનાથ મંદિરની અંદર નૃત્યો થવાનું શરૂ થયું હતું.

ગુજરાતના લોકો માને છે કે નૃત્ય એ હવે શિવના જમાનાનું નૃત્ય નથી. તેથી તેને મંદિર બહાર સારો હોલ બનાવીને ત્યાં નૃત્ય થવા જોઈએ, પવિત્ર મંદિરની અંદર નહીં. આજના યુગમાં તે નૃત્યને શિવની આરાધના સમજનારા બહું ઓછા લોકો છે. તેથી મંદિરની બહાર સારો હોલ બનાવીને ત્યાં કાયમી નૃત્યો થવા જોઈએ. આ અંગે મંદિરના મુખ્ય ટ્રસ્ટી કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, અડવાણી અને પી કે લહેરીએ ગુજરાતના લોકોના ઓન લાઈન એભિપ્રાય લઈને પછી જ સોમનાથ મંદિરની અંદર નૃત્ય કે ગાન કરવાનો નિર્ણય લેવો જોઈએ. જો તેમ ન થાય તો ટ્રસ્ટ ફરીથી શું ફરી ચૌલા યુગ લાવવા માંગે છે ?

દર વર્ષે 6 વખત નૃત્ય થાય છે

હવે સોમનાથ મંદિરમાં વર્ષમાં 6 વખત નૃત્યના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. તે ટ્રસ્ટ દ્વારા થાય છે. જોઈ કોઈ વ્યક્તિ પોતે વ્યક્તિગત રીતે મંદિરની અંદર નૃત્ય કરવાની મંજૂરી માંગે તો ટ્રસ્ટ તે મંજૂરી આપશે. જેટલો ટ્રસ્ટને અધિકાર છે તેનાથી વધું અધિકાર શિવ ભક્તને છે.

મધ્યપ્રદેશનાં છીંદવાડાનાં કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય કર્યું હતું.  છે. તેઓ આ નૃત્ય રક્ષાબંધન-નૂતનવર્ષમાં સહિતના તહેવારોમાં ખુશીઓ વ્યકત કરવા પ્રસ્તુત કર્યું હતું.

અમદાવાદનાં શિવાંજલી ઇન્‍સ્‍ટીટયુટના કલાકારો દ્વારા મહાકવિ  કાલીદાસનાં કુંભાર સંભવ પુસ્‍તક આધરીત શિવ પાર્વતી વિવાહ નૃત્‍યુ નાટીકા સાત સર્ગમાં રજુ કરેલી શિવ પાર્વતી વિવાહ નૃત્‍યુનાટીકા આ કથા કુમાર સંભવના સંસ્‍કૃત શ્‍લોકનાં અને સંગીત સાથે નૃત્‍ય રજુ કરેલું હતું.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ 2019માં શિવ નૃત્યાંજલી કલાકારોને આમંત્રીને નૃત્ય કરાવેલાં હતા. જે મોટા ભાગે દર વર્ષે 2001થી થતાં આવ્યા છે. રાજકોટની શ્રીરંજની આર્ટસની નૃત્યસભર શિવશકિત નૃત્ય આરાધનાની ફયુઝન પ્રસ્તુત કરી હતી.

આમ ફરી એક વખત નૃત્યાંગના કે નૃત્યનો ચૌલા યુગ કેશાભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને પી કે લહેરીના યુગમાં શરૂ થયો છે. તે ચાલુ રહેવો જોઈએ કે નહીં તે અંગે સરવે કરવાની જરૂર છે. સોમનાથ મંદિર ધાર્મિક અને સાંસારિક અસરો ઊભી કરે છે. જેમાં સંસ્કારનું સિંચન મંદરથી થતું આવ્યું છે. જ્યારે સોમનાથ મંદિર તૂટ્યું ત્યારના સારા અનુભવો નથી. જેમાંથી ટ્રસ્ટ કંઈક શિખે એવું ગુજરાતના ઘણાં લોકો માની રહ્યાં છે. મંદિરને ધાર્મિક રહેવા દેવાના બદલે રાજકીય બનાવી દેવાયું છે, જ્યાં એક જ પક્ષના નેતાઓની તસવીરઓ મિડિયાને આપવામાં આવે છે. બીજા કોઈ રાજકીય પક્ષના નેતાઓને અહીં બહુ મહત્વ આપવામાં આવતું નથી. શિવ માત્ર રાજકીય, રિલાયંસ, ઉદ્યોગો કે ફિલ્મી કલાકારો માને હોય એવું ટ્રસ્ટ પ્રસિદ્ધિ દ્વારા જાહેર કરી રહ્યું છે. તેમાંથી બહાર ક્યારે આવશે તે હવે લોકોના હાથમાં રહ્યું નથી પણ મંદિરમાં નૃત્ય કરવા દેવા કે નહીં તે પ્રજાના હાથમાં છે.

દિલીપ પટેલ, અમદાવાદ[:]