[:gj]સોમાલિયન ચાંચિયાઓ કેમ ગુજરાતી લોકો પર હુમલા કરે છે ? [:]

[:gj]કુવૈતના દરિયામાં ફરી એક વખત ગુજરાતી માછીમારોને નિશાન બનાવાયા છે. માછીમારી કરી રહેલા બીલિમોરાના ખાપરવાડાના દલસુખ ટંડેલ પર ચાંચિયાઓએ આડેધર ફાયરિંગ કર્યું હતું. તેમને 3 ગોળી વાગતા તેમનું સારવાર દરમ્યાન 11 મે 2019માં મોત થયું હતુ. ચાંચિયાઓએ દલસુખભાઈની બોટમાંથી 80 કુવૈતી રોકડા દિનાર, માછલીઓ અને કોમ્પ્યૂટરની લૂંટ ચલાવી હતી. કેરળની એનજીઓ અને ભારતીય દૂતાવાસની મદદથી દલસુખભાઈનો મૃતદેહ તેમના વતનમાં લાવવામાં આવ્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.

તેમનો પુત્ર નયનકુમાર અને વલસાડના દાંતી ગામનો યુવક બોટમાં છુપાઈ જતા બંને બચી ગયા હતા.

6 મેના રોજ દલસુખભાઇ તેમના પુત્ર નયન ટંડેલ સાથે કુબ્બર બંદર પર માછીમારી કરવા ગયા હતા. માછીમારી કરીને પરત ફરી રહ્યાં હતા, ત્યારે ત્રણ દરિયાઈ ચાંચિયાઓ તેમની બોટ સામે ઘસી આવ્યાં હતા. કુવૈતના દરિયામાં ગુજરાતના માછીમારો માછીમારો કરતા હોય છે. દલસુખભાઈ ટંડેલ છેલ્લા 20 વર્ષોથી અખાતી દેશોમાં માછીમારી કરવા જાય છે. કુવૈતમાં માછીમારીનું કામ કરતા હતા.

120નું અપહરણ
30 માર્ચ 2010માં બનેલી એક ઘટનામાં સોમાલિયાના ચાંચિયાઓ-સમુદ્રી ડાકુઓ દ્વારા કાર્ગો જહાજના 120 ગુજરાતીઓનું અપહરણ કરાયું હતું.

આવી જ એક ઘટના અગાઉ બની હતી
સોમાલીયાઇ ડાકુઓએ ભારતીય કોમર્સિયલ શિપનું અપહરણ કર્યુ છે. જે સોમાલિયાના દરિયાઇ સિમા તરફ આગળ વધી રહ્યું હતું. માંડવીના ફિરોઝ હાસમ થૈમની માલિકીના કાર્ગો જહાજ અલ કૌશર(MNV 2088)નું યેમેન નજીક મધદરીયે સોમાલિયન ચાંચિયાઓએ અપહરણ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જહાજમાં સવાર ટંડેલ સલીમ ઓસમાણ ભડાલા અને અન્ય 10 સહિત તમામ 11 ખલાસી માંડવીના રહેવાસી છે. [:]