[:gj]સોશિયલ મિડિયા – ભાજપનું પરાજયનું કારણ, કોંગ્રેસનું તારણહાર  [:]

[:gj]ઊભડીયા આર્મી – ખાસ અહેવાલ – દિલીપ પટેલ

15 ડિસેમ્બર 2017માં ભાજપના આઈ ટી સેલમાં 25,000 સાયબર યોદ્ધાઓ કામ કરતાં હતા. જે ગુજરાતની અસ્મિતાના નામે ભાજપ અને ભાજપની વિચારધારા માટે ચૂંટણીમાં કામ કરતાં હતા. તેમની સાથે 10,000 સોશિયલ મિડિયાના ભાજપના સ્વયંમસેવકો 24 કલાક કામ કરી રહ્યાં હતા. તેઓ માહિતીને તોડી મરોડીને લોકોના મગજ પર પ્રભાવ ઊભો કરી રહ્યાં હતા. આ કાવતરાને આજે એક વર્ષ થયું છે. ભાજપની આ આર્મી ફેસબુક, ટ્વીટર, વોટ્યએપ પર કોંગ્રેસની ઠેકડી ઉડાવીને અપપ્રચાર કરીને લોકોની સમક્ષ ખોટી માહિતી કઈ રીતે પહોંચાડવી તે કામ હતું. ગુજરાતમાં 60 લાખ સ્માર્ટ ફોન સુધી આ વાત પહોંચાડવામાં આવતી હતી. જે માત્ર અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરી વિસ્તાર સુધી વાત પહોંચતી હતી. પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખરા નાગરિકો અને શહેરની ગરીબ પ્રજા સુધી ભાજપનું આઈટી આર્મી પહોંચી શક્યું ન હતું. તેથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો 2017માં સફાયો થઈ ગયો છે. ગુજરાતના 80 ટકા ભૌગોલિક વિસ્તાર પર ભાજપનું નામનિશાન રહ્યું નથી.

લાઈક, ક્લીક, ફોરવર્ડ, કોમેન્ટ, પોસ્ટ જેવી બાબતોમાં ભાજપે પછડાટ ખાધી છે.

ભાજપે 2014માં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન માટે કેમ્પેઈન કર્યું હતું. જે લોકો સુધી ગેર માહિતી પહોંચાડવામાં સફળ રહ્યું હતું. લોકોને લાગણીશીલ બનાવીને ભાજપે મોબાઈ ફોન દ્વારા મત મેળવ્યા હતા. તેમાં જે ગેરમાર્ગે દોરનારી કે અર્ધ સત્ય માહિતીને તોડી મરોડીને રજૂ કરવામાં આવતી હતી. તેનો જબ્બર પ્રભાવ ઊભો થયો હતો. જેના માસ્ટર માઈન્ડ પીકે – પ્રશાંત કિશોર અને હેમેન્દ્ર પટેલ હતા. તેવું જ 2017માં ભાજપે કર્યું હતું. લોકોના મગજ બદલી નાંખે તેવી માહિતી ગુજરાત ભાજપે પ્રશાંત કિશોરની ગેરહાજરીમાં આપવાનું શરૂ કર્યું હતું. જેની માહિતી પર લોકો આંખો મીંચીને વિશ્વાસ કરી લેશે એવું ભાજપનું આઈ ટી સેલ અને કરોડો રૂપિયાના ખર્ચે કામ કરતી પાલતું એજન્સીઓ કરવા ગઈ પણ વિકાસ ગાંડો થયો છે એ એકજ વાક્યએ ભાજપની હજારો કાર્યકરોની સોશિયલ મિડિયા આર્મીને પરાજિત કરી હતી

ઊભડીયા આર્મી

ભાજપના ભ્રમિત પ્રચારની સામે એક નવી જ આર્મી ઊભી થઈ છે. જે ઊભડીયા આર્મી છે.  ઊભડીયા એ ટીપીકલ સૌરાષ્ટ્રનો શબ્દ છે. જેનો મતલબ થાય છે, કે કોઈને ગણકાર્યા વગર સ્વેચ્છાએ કામ કરતાં લોકો. આ આર્મીએ ભાજપની પોપ લીલા સાવ ખુલ્લી પાડી દીધી હતી. ભાજપની બનાવટી બાબતો આ ઊભડીયા કોમ્યુનિટીએ જાહેર કરી દીધી હતી. ઊભડીયા લોકોએ જાતે જ ભાજપનો મુકાલબો કરવાનું શરૂ કરી દીધું હતું. કોંગ્રેસ પણ બાજુમાં રહી ગઈ હતી. જેની સામે ભાજપની કરોડો રૂપિયા ખર્ચીને કામ કરતી સોશિયલ મિડિયા એજન્સીઓ અને ભાજપનું આઈટી સેલ કોઈ હેસિયત બતાવી શક્યું ન હતું. એક ધ્યેય સાથે ગુજરાતના આ લોકો ચોંટી પડે છે અને ભાજપને ભારે પડે છે. સરકાર સામે ગુજરાતની ટીવી ચેનલો કે અખબારો નથી લખતાં તેથી આ ઊભડીયા આર્મી સરકારની ખો વાળે છે. સરકાર પર રીતસર તૂટી પડે છે. મરજીવા બનીને ઊભડીયા તૂટી પડે છે. જેથી ભાજપ પરાસ્ત થઈ રહ્યું છે. ભલે તેમની પાસે અબજો રૂપિયાના ખર્ચે ચાલતું આર્મી હોય પણ તે ઊભડીયા આર્મી પાસે નકામું છે.

તેનું પરિણામ શું આવ્યું  ? ગ્રામ્ય ગુજરાતમાં ભાજપ પાતાળમાં જતો રહ્યો છે.

સોશિયલ મિડિયાનું સીધું પ્રતિબિંબ પાંચ રાજ્યોની ચૂંટણીમાં જોવા મળે છે. ત્યાં પણ સોશિયલ મિડિયાનો સહારો લઈને ચૂંટણી જીતવા માટે મોટી ફોજ ઊભી કરવામાં આવી હતી. જે દેશના ટોચના નેતાઓની સૌથી મોટી ભૂલ હતી. સોશિયલ મિડિયા આર્મી ઊભી કરી છે. પણ તેની સાથે ધરતી પર રહીને કામ કરનારા કાર્યકરો ભાજપ પાસે રહ્યાં નથી. બુથ ઉપર કામ કરનારાઓને પણ હવે રોજના રૂ.500 આપવા પડે છે. ત્યાં પણ કાર્યકરો મળતાં નથી. એક કરોડ સભ્યો ધરાવતો ગુજરાતનો સૌથી મોટો પક્ષ કેમ ભો ભેંગો થયો તેનું મુખ્ય કારણ તો આ છે.

પહેલાનો ભાજપ હજુરીયા ખજુરીયા એમ વહેંચાયેલો હતો. હવે મજુરીયા માત્ર દર્શક બનીને ભાજપનો બધો ખેલ જુએ છે. તેની સામે ફેસબુક અને ટ્વીટર પર કામ કરતો હોય એવો બીજા પક્ષ બની ગયો છે. આમ હવેનો ભાજપ ટ્વીટરીઓ અને નિષ્ક્રિય કાર્યકરો વચ્ચે પહેંચાઈ ગયો છે. પહેલા મજૂરીયા જૂથ પડદા અને તોરણ બાંધવાનું કામ કરતો હતો પણ હવે ટ્વીટરીયા જૂથ તો પડદા પોસ્ટરને મહત્વનું ગણતો નથી. તે એમ માને છે કે સોશિયલ મિડિયા એક મોટું હથિયાર અને તેનાથી કોંગ્રેસને પરાસ્ત કરી શકે છે.

કોંગ્રેસ પહેલાથી જ સોશિયલ મિડિયામાં નિષ્ફળ જોવા મળતું હતું. તેની સીધો ફાયદો એ થયો તે તેના કાર્યકરોએ ગ્રાઉન્ડ 0 પર રહીને કામ કરવું પડતું હતું. ભાજપના VHP, RSS, BBD જેવી મદદરૂપ થતી સંસ્થાઓ દૂર થતી ગઈ છે. જ્યારે કોંગ્રેસ તેના સેવાદળ અને કાર્યકરો પાસે ધરતી પરનું કામ કરાવતી રહી છે.

પ્રજા વચ્ચે જઈને કામ કરનારો ભાજપનો કાર્યકર હવે રહ્યો નથી.

વર્ષ 2014માં આઈ ટી ટીમની ભાજપની જીતમાં ચાવીરૂપ ભૂમિકા રહી હતી. ભાજપના સોશિયલ મિડિયાના દેશભરમાં રહેલા 12 લાખ લોકો તેમાં જોડાયેલા છે. તેઓ પણ ભાજપને બચાવી શક્યા નથી. ભારત પર હવે 40 ટકા જ વિસ્તાર પર ભાજપની રાજ્ય સરકારો બચી છે.

ભાજપના યુટ્યુબ ચેનલ પર 9 કરોડ વ્યુહરશીપ છે. 2019માં સોશિયલ મીડિયાની ટીમ પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં વધું ઝડપથી કામ કરશે, એવું આઈ ટી નેટવર્ક માને છે.

ભાજપની વેબસાઈટ પર આવનારાઓની સંખ્યા 72 લાખ સુધી પહોંચી ગઈ છે. ટ્વીટર પર ફોલોઅર્સની સંખ્યા 17 લાખથી વધીને 1 કરોડ સુધી પહોંચી છે. જ્યારે ફેસબુક પર 72 લાખ ફોલોઅર્સ વધીને 1.52 કરોડ થઈ ગયા છે.

જો આમ જ હોય તો ભાજપ ગુજરાતમાં અને બીજા 5 રાજ્યોમાં હાર્યું કેમ  ?

ભાજપ, કોંગ્રેસના સોશિયલ મીડિયાના ‘વોર રૂમ’ ચૂંટણી જીતવા કામ આવતાં નથી. પણ સરકારમાં પ્રજા માટે કરેલાં કામ, કામ આવે છે. જેમાં રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમની અંગુઠા છાપ ટીમ સદંતર નબળી પુરવાર થઈ છે. તેના કરતાં આનંદીબેન પટેલ વધારે મજબૂત હતા. રૂપાણી મદમાં છકીને તેની રૈયાતને ટટળાવી રહ્યાં છે. જો આમ જ ચાલશે તો હવે AHPનો નવો પક્ષ આવી રહ્યો છે, તે વધારે સારી રીતે કામ કરી શકે તેમ છે.

ભાજપના સોશિયલ મીડિયામાંથી બંદૂકની ગોળીને જેમ છૂટતા મેસેજ ભાજપના અંધ ભક્તો આવે છે તે તેની ખરાઇ કર્યા વિના અન્ય ગૃપમાં મોકલી આપે છે. ખાસ કરીને કોઇ નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય કે પ્રચાર દરમિયાન તેમને મતદારોએ જાકારો આપ્યો હોય તેવા મેસેજ થોડી જ મિનિટોમાં ગુજરાતના 60 લાખ સ્માર્ટ ફોન સુધી પહોંચી જાય છે. પણ ઊભડીયા કોમ તો તેને તુરંત ઓળખી લે છે. અને વળતો મરણતોલ હુમલો પણ આ ઊભડિયા કોમ કરે છે.

કોંગ્રેસ શું કરી રહી છે

કોંગ્રેસે સોશિયલ મિડિયા પર વડાપ્રધાન કે ભાજપના નેતાઓ ઉપર નામજોગ હૂમલો કરવાના બદલે ભાજપે આપેલા વચનો, તેમના અધુરા કામો અને કુકર્મોને જ ટાર્ગેટ કર્યા છે. જે લોકોને પસંદ પડી ગયા છે. કોંગ્રેસ પાસે પોતાના જ હોય એવા માત્ર 5500 કાર્યકરો કે હોદ્દેદારો કાર્યકરો છે. હવે મતદાન મથક સુધી એક કાર્યકર નિયુક્ત કરી રહ્યો છે. હેમાંગ રાવલ કહે છે કે, 182 વિધાનસભા, 33 જિલ્,લા 12 મુખ્ય શહેરોના કોર્ડીનેટર નિયુક્ત કરેલા છે. દરેક વોર્ડ, તાલુકા જિલ્લા પંચાયત હોદ્દાદારો નિયુક્ત કરેલાં છે. હવે મતદાન મથક સુધી હવે કામ કરી રહ્યાં છીએ. ભાજપના કાર્યકરો પેઈડ છે, કોંગ્રેસના કાર્યકરો પોતે સોશિયલ મિડિયામાં કામ કરે છે. ભાજપના પેઈડ લોકો જ્યારે સોશિયલ મિડિયામાં હોય છે ત્યારે તેમની સામે કોઈ ટીકા કરે ત્યારે ભાજપના કાર્યકરો તરંત રીતસર ગળો દેવાનું શરૂ કરી દી છે. જેથી લોકો ભાજપના આ પેઈડ કાર્યકરોથી ભારે નારાજ છે. સાંજે 6.30 પછી તેઓ આ ચર્ચા છોડીને તેઓ ઘરે જતાં રહે છે. કારણ કે તમનો નોકરીનો સમય સાંજે 6.30 કલાક સુધી જ હોય છે. ત્યાર પછી ભાજપ સામે ટીકા કરનાર સામે કોઈ ટીકા કરતા જોવા મળતાં નથી. તેઓ સાંજે ઘરે જતાં રહે છે. છેલ્લાં 6 મહિનાથી ભાજપનો કોઈ ટ્રેન જોવા મળતો નથી. જ્યારે કોંગ્રેસના અનેક ટ્રેન જોવા મળે છે.

ભાજપ પાસે 10 હજારથી વધુ ‘સ્વંયસેવકો’

સોશિયલ મીડિયા માટે ભાજપનું વડું મથક દિલ્હીના અશોકા રોડ ખાતે છે, જ્યાં ગુજરાત ભાજપના કાર્યકરોને તાલીમ આપવામાં આવી હતી. શૂટિંગ-એડિટિંગ-પોસ્ટિંગનું કામ અમદાવાદના સોશિયલ મીડિયાના વોર રૂમમાં તૈયાર થાય છે. જે ભાજપના એક નેતાના પુત્ર એસજી હાઈવે પર પૈસાથી સંભાળે છે.

ભાજપના પ્રચારનું સોશિયલ મીડિયા હવે ભાજપ માટે જ મુસીબતનું કારણ બન્યું છે. રાજ્યના મોટા શહેરોમાં સોશિયલ મીડિયામાં ભાજપના જ કાર્યકરોએ અભદ્ર કોમેન્ટ, ચિત્રો અપલોડ કરતાં પક્ષને મુસીબતમાં મૂકે છે.  ઘણી ભાજપની મહિલા કાર્યકરોએ વોટ્સએપનો ઉપયોગ કરવાનુ જ બંધ કરી દીધુ છે. વોટ્સએપમાં અશ્લિલ ચિત્રો-કોમેન્ટોને લીધે ભાજપની મહિલા કાર્યકરો ક્ષોભમાં મૂકાવવુ પડે તેવી દશા ઉભી થાય છે. અમદાવાદમાં ભાજપ યુવા મોરચાના એક કાર્યકરે આવી જ અશ્લિલ કોમેન્ટ કરતાં ભારે હોબાળો થયો હતો. સુરતમાં એક મ્યુનિ.કોર્પોરેટરે જ આવુ કૃત્ય કર્યું હતું.

તેઓએ પોતાની એક અલગ પોલિટિકલ ઇમેજ બનાવી છે. સંઘ પરિવારની સાથે જોડાયેલા હોવાના કારણે પણ તેની લોકપ્રિયતા રહી છે.

અભ્યાસમા ંદાવો કરવામાં આવ્યો ચે કે મોદી આ રીતે છવાઇ જવાના કારણે ગ્લોબલ નોર્થ માટે એક બ્લુ પ્રિન્ટ તરીકે છે.આ જ કારણે ભાજપ પણ તેમની સાથે જ છે. મોદી આજે એવા નેતા બની ગયા છે જે એક હાથે સેલ્ફી લે છે અને જેની પાસે ભાજપની હિન્દુત્વની વિચારધારા પણ છે. મોદી લોકોની વચ્ચે પોતાની વિચારધારાના કારણે નહી બલ્કે આ આધુનિકતાના કારણે પણ જાણીતા રહ્યા છે.

નરેન્દ્ર મોદી સફળરીતે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરીને તેમની ઇમેજને ઉંચી સપાટી ઉપર લઇ રહ્યા છે. ટ્વિટર ઉપર ઓબામા બાદ મોદી બીજા નંબરના લોકપ્રિય નેતા છે. મોદી તેમના વિઝનના કારણે પણ જાણિતા રહ્યા છે. મોદી સોશિયલ મિડિયાનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી દરમિયાન સોશિયલ મિડિયા ટાઉન હોલ અને ડિજીટલ મિડિયાના માધ્યમથી પબ્લિક મિટિગ કરી હતી. જેમાં પ્રજા સાથે ક્યાય જોડાણ ન હતું. ઓડિયો બ્રિજ મારફતે સંબોધી હતી.

ટ્વીટર એક જાસૂસી

ટ્વીટર પર કોઈ સરકાર સામે ટ્વીટ કરે ત્યારે જાસૂસી તંત્ર સતેજ થઈ જાય છે. ખાસ કરીને ભાજપના ટોચના નેતાઓના ટ્વીટર હેન્ડલ પર કોઈ વિરોધ કરતી પોસ્ટ મૂકે છે ત્યારે તે હરકત વધે છે. ભલે પછી તે અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય. જેમણે ટ્વીટ કરી હોય તેમના મોબાઈલ ફોન પર ઈકો સાઉંડ સંભળાવાનું શરૂ થઈ જાય છે. જ્યારે આવો સાઉન્ડ સંભળાવાનું શરૂ થાય એટલે લોકો સાવધ થઈ જાય છે. તેનો મતલબ કે તે મોબાઈલ ફોન પરની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. આમેય સરકારી જાસૂસ ટ્વીટરને જાસૂસનું એક ઉત્તમ માધ્યમ માને છે. તેના પરની સરકાર વિરોધની પ્રવૃત્તિ સતત ધ્યાન રાખી રહી છે. તમારા ઉપર નજર રાખી રહી છે. તમારી ખાનગી વિગતો એકઠી કરવામાં આવી રહી છે. તે પણ કાયદાની વિરૂધ્ધ થઈ રહ્યું હોય છે, આ બધું. હવે આવું કરતાં સરકારે વિચારવું પડશે.

ફેસબુક સરકાર માટે ગુડબુક

2014ની લોકસભાની ચૂંટણી પહેલાં પ્રશાંત કિશોર કે જે ભાજપની પબ્લીસીટી કરવાનું કામ કરતાં હતા. લો ગાર્ડન પાસેના હેન્ડલુમ પાસે એક મકાનમાં તેની કચેરી હતી. જ્યાં 250 યુવાનો કામ કરતાં હતા. આસપાસના લોકો એવું સમજતા રહ્યાં છે કે તે કોલ સેન્ટર હતું. પણ અહીં ભાજપ માટેનો પ્લાન તૈયાર થતો હતો અને સોશિયલ મિડિયામાં નેતાઓનો બનાવટી પ્રચાર થતો હતો. ભાજપના નેતાના દુશ્મનો કોણ છે તે ઓળખી કાઢવાનું કામ પણ પ્રશાંતનું હતું. તેમણે મોદીના ટીકાકારો અને દુશ્મનોને ઓળખી કાઢવા ફેસબુક અને ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કર્યો હતો. આવા વ્યક્તિઓની યાદી તેઓ આપતાં રહ્યાં હતા. પછી શું થતું હતું તે પ્રશાંતને ખબર ન પણ હોય. પણ તેનો સારો ઉપયોગ તો ન જ થયો હોય. પણ નેતાના વિરોધીઓને સમજાવવા પટાવવા અને ધમકાવવા માટે આ માહિતીનો ભરપૂર ઉપયોગ થયો હોઈ શકે છે. પછી તો ભાજપ સત્તા પર આવી ગયો હતો. પ્રશાંત અને ભાજપના બે નેતાની આ બધી જ વિગતો જાણનાર વ્યક્તિ હેમેન્દ્ર પટેલની સામે ગુનો નોંધ્યો હતો. રહસ્યો શોધી કાઢનારના રહસ્યો જાણનાર પણ સલામત નથી. આમ ગોપન સિધ્ધાંત વિરૂધ્ધ ફેસબુકનો ઉપયોગ આજે ભરપુર થાય છે. વ્યક્તિની ખાનગી માહિતી મેળવી લેવા ફેસબુક જેવું ઉત્તમ માધ્યમ એક પણ નથી. સરકાર માટે ફેસબુક ગુડબુક છે. તેમાં મૂકાતી સરકાર સામેની કોમેન્ટ, લાઈક, ડીસલાઈક, તસવીરો, પ્રવાસ, લોકેશન વગેરે સરળતાથી જાણી શકાય છે. સુપ્રિમ કોર્ટે ખરેખર તો ફેસબુકને મોટું રક્ષણ અજાણતાં પણ આપી દીધું છે. તેમાં ખાનગી માહિતી એકઠી કરીને સરકાર તે જાહેર કરી શકશે નહીં. તે તેના ગોપન અધિકાર પર તરાપ મારી શકે નહીં.[:]