[:gj]સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં યશ્વીએ ગોલ્ડ મેડલ મેળવ્યો [:]

[:gj]અમદાવાદ, તા.1

તાજેતરમાં હિંમતનગર ખાતે યોજાયેલી ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ-2019માં યશ્વી જાદવએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં યશ્વી ગોલ્ડ મેડલ અને 3 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર મેળવી ચૂકી છે. આગામી નવેમ્બર મહિનામાં યોજાનાર રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં યશ્વીની પસંદગી કરાઈ છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સી.આર.જાદવની 11 વર્ષીય પુત્રી યશ્વી અત્યારસુધીમાં જુદીજુદી કરાટે સ્પર્ધામાં ગોલ્ડ સહિતના કુલ 11 મેડલ મેળવી ચૂકી છે.[:]