[:gj]હનીટ્રેપમાં 10 લાખ પડાવરાન યુવતી મોરબીથી ઝડપાઈ [:]

[:gj]મોરબીમાં એક યુવાનને મહિલા સાથે ઓળખાણ કરાવી બાદમાં યુવતીએ હનીટ્રેપમાં ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોય જેનો વિડીયો બનાવી ચાર ઈસમોએ ૧૦ લાખ પડાવી લીધા હતા જે મામલે ચાર આરોપી ઝડપાયા બાદ રિમાન્ડ દરમિયાન પોલીસે રોકડ રકમ ઉપરાંત ત્રણ વાહનો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.

આરોપી આશિષ હેમંત આદ્રોજા, તુલસી હસમુખ સંખેસરિયા, વિપુલ મનુભાઈ ચૌહાણ અને ધવલ નરભેરામ આદ્રોજા ચાર આરોપીએ ૧૦ લાખની રકમ પડાવી હતી જેમાં મહિલા સાથેની અંગત પળોનો વિડીયો બનાવી ૧૦ લાખ પડાવ્યા હતા.

ફરિયાદી યુવાન પાસેથી પડાવેલ ૧૦ લાખની રકમમાંથી ૮.૪૪ લાખની રોકડ મેળવી છે. સ્વીફટ કાર, એકટીવા અને એક મોટરસાયકલ સહીત ત્રણ વાહનો અને ગુન્હામાં વપરાયેલ મોબાઈલ કબજે લેવાયો છે તો આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી તમામ આરોપી ને કોર્ટ હવાલે કરાયા છે[:]