[:gj]હરી ચૌધરીએ હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપ્યો હતો[:]

[:gj]હાર્દિક પટેલ 17 દિવસથી પાટીદારોને અનામત અપાવવા માટે આમરણાંત ઉપવાસ ઉપર હતા ત્યારે ભાજપના કોલસા અને ખાણ પ્રધાન અને બનાસકાંઠાના સાંસદ હરી ચૌધરીએ અનામતના મામલે જણાવ્યું હતું કે, દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ. આમ તેમણે હાર્દિક પટેલને ટેકો આપ્યો હતો. આર્થિક ધોરણે અનામતની તરફેણ કરતા ભાજપના મંત્રી હરીભાઈ ચૌધરીએ આર્થિક અનામતની તરફેણ કરી છે.

ચૌધરી એ પાટીદાર છે, તેમને અનામત મળે છે, પણ કડવા અને લેઉવા પાટીદારોને અનામત મળતી ન હોવાથી આ જ્ઞાતિ 4 વર્ષથી આંદોલન કરી રહી છે. ચૌધરી સમાજમાં હરીભાઈ ચૌધરી વગદાર વ્યક્તિ છે. હરી ચૌધરીએ જણાવ્યું હતું કે OBC SC અનામતનો પિતાએ લાભ લીધો તો દિકરાને અનામત ન મળવી જોઈએ. ચૌધરી પોતે OBC પાટીદાર વર્ગમાંથી આવે છે. ઓબીસી નેતાનું મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું મંત્રી થયો, હવે મારા દિકરાને અનામત ન મળવી જોઈએ. તમામ સમાજના લોકોમાં અનામતની જરૂરિયાતવાળા લોકો છે. સમાજના માત્ર 20થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો છે. અનામતના લાભને અન્ય સમાજ સુધી વિસ્તારવાની જરૂર છે. જે લોકો એકવાર અનામતનો લાભ લે તે બાદ અન્ય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઇએ. મહેસાણામાં યોજાયેલા ચૌધરી સમાજના સંમેલનમાં હરિભાઈ ચૌધરીએ અનામત મુદ્દે કહ્યું કે, જે લોકોએ એક વખત અનામતનો લાભ લીધો હોય ત્યારે બીજા સમાજને પણ અનામત આપવી જોઈએ.

આ નિવેદન બાદ તેમની સામે ભાજપના નેતાઓએ ભારે વિરોધ કર્યો હતો, તેઓ વિવાદમાં આવી ગયા હતા.[:]