[:gj]હરી ચૌધરી પાસેથી ગૃહ મંત્રાલય કેમ લઈ લેવામાં આવ્યું હતું ?[:]

[:gj]હરિ ચૌધરીની પાસે ગૃહ રાજ્ય પ્રધાન તરીકેનો હવાલો હતો. તેનું ગૃહ વિભાગ આંચકી લઈને તેમને ખાણ રાજ્ય પ્રધાન અને કોલસા રાજ્ય પ્રધાન બનાવી દેવાયા હતા. તેમની પાસેથી ગૃહ ખાતું આંચકી લાવાનું ત્યારે જાહેર થયેલું કોઈ કારણ ન હતું. પણ હવે લાંચ કાંડ બનતાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, હરી ચૌધરીનું ખાતું કેમ બદલી કાઢવામાં આવ્યું હતું. વડાપ્રધાનને હરી ચૌધરીને બદલીને કિરણ રિજીજુને ગૃહ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન તરીકે જવાબદારી સોંપી હતી.

કેન્દ્ર સરકારમાં કૂલ 46 રાજ્ય કક્ષાના પ્રધાન છે. 25 કેબીનેટ કક્ષાના પ્રધાન છે. જેમાં ગુજરાતના 4 પ્રધાનો છે. જેમાં મનસુખ એલ. માંડવિયાને માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય પ્રધાન મંત્રી શિપિંગ રાજ્ય મંત્રી રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન અને પુરુષોત્તમ રૂપાલાને કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન પંચાયતી રાજ રાજ્ય પ્રધાન અને જશવંતસિંહ સુમનભાઈ ભાભોર  આદિજાતી બાબતોના રાજ્ય પધાન તરીકે જવાબદારી સોંપી છે. હરી ચૌધરીની પાસેથી ગૃહ રાજ્ય પ્રધાનનો હવાલો લઈ લેવામાં આવ્યો હતો અને ખાણ રાજ્ય પ્રધાન અને કોલસા રાજ્ય પ્રધાન બનાવાયા હતા. તેનું કારણ હવે બહાર આવ્યું છે. ત્યારે જ તેમની સામે ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ હતી.

સૂત્રો કહે છે કે, હરી ચૌધરી સામે સીબીઆઈએ ફરીયાદ કરી હતી. તેઓ વારંવાર ચંચુપાત કરતાં હતા. ત્યારે તેમણે રૂ.2 કરોડની લાંચ માંગી હતી જે પરસોત્તમ સોલંકીના મદદનીશ વિપુલ ઠક્કર વચ્ચે દલાલ તરીકે કામ કરતાં હતો.

(દિલીપ પટેલ)[:]