હા હું બર્મામાં જન્મેલો છું, મારી પાસે પાસપોર્ટ છે – વિજય રૂપાણી

સંસદના બંને ગૃહોમાં નાગરિક સુધારા વિધેયક પસાર થયો ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બર્મા (મ્યાનમાર) માં જન્મેલા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મ્યાનમારમાં જન્મેલા હોવાથી વિધાનસભામાં મુખ્ય પ્રધાનની નાગરિકતા અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ તકને પકડતાં રૂપાણીએ પછાડીને કહ્યું, “હા, મારો જન્મ બર્મામાં થયો હતો, પરંતુ હું ભારતીય છું. જ્યારે મારો જન્મ બર્મામાં થયો હતો, ત્યારે મારા માતાપિતાએ ભારતીય પાસપોર્ટ રાખ્યા હતા અને મારા જન્મના બે વર્ષમાં જ, અમારું કુટુંબ ભારત પાછો ફર્યો હતો. તેથી હું ટકાવારીમાં ભારતીય છું. ”Born in Burma but 100% Indian: Rupani

વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપે એ ગુજરાત વિધાનસભાનાં સદસ્ય છે. એમણે ૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ ગુજરાત રાજ્યના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.તેઓ ભારતીય જનતા પક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે.

૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રમણિકલાલ અને માતાનું નામ માયાબેન છે. તેઓ ભાજરના લઘુમતી ધર્મના જૈનધર્મનાં અનુયાયી છે. રમણિકલાલ સપરિવાર ૧૯૬૦ માં બર્માને છોડીને હંમેશને માટે ભારત આવ્યા. પછી તેઓ ગુજરાતનાં રાજકોટમાં રહેવા લાગ્યા. વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ.એલ.બી થયા હતા.

અમિત ચાવડા

અમિત ચાવડાએ ટિપ્પમીમાં જણાવ્યું હતું કે, બર્મામાં જન્મેલા આજે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે આ ટિપ્પમી પર સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, હું ભારતીય નાગરિક છું. હાલમાં જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષે નાગરિકતા મુદે આ વિધાન કર્યુ હતું અને જણાવ્યું હતું કે અમો કદી વિજયભાઈના નાગરિકતાના પુરાવા માંગ્યા નથી પરંતુ સરકાર દેશના નાગરિકોને તેઓ ભારતીય છે તે પુરાવા માંગે છે. નાગરિકતાના પુરાવાના કારણે અંધાધુંધીનો માહોલ સર્જાશે. જેઓ દશકાઓથી ભારતમાં વસેલા છે તેઓને હવે નાગરિકતા પુરવાર કરવાનું કહેવું તે પણ આશ્ચર્યજનક છે. સરકાર આ રીતે પણ ભાગલા પાડવા માંગે છે.

જીજ્ઞેશ મેવાણી

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગૃહમાં એક પોસ્ટર બતાવ્યુ હતું. જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં કાયદાની નકલ ફાળી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, મ્યાનમાર (બર્મા)થી આવનાર રુપાણી સાહેબ પહેલા પોતાના પરિવારની નાગરિક્તા સિદ્ધ કરનારા દસ્તાવેજ ગુજરાતની પ્રજાને દેખાડે. જે બાદ ગુજરાતના સાડા 6 કરોડ લોકોને આ કાયદા અંતર્ગત નાગરિક્તા સિદ્ધ કરવા માટેના દસ્તાવેજ માંગે.

રૂપાણીએ કહ્યું

વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં ખુલાસો કર્યો હતો કે, મારો જન્મ બર્મામાં થયો હતો. પણ મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા ભારતીય પાસપોર્ટ ધરાવતા હતા. એટલે હું ભારતીય નાગરિક જ છુ. જન્મ બાદના બે વર્ષમાં જ હું ગુજરાત પરત (?) આવી ગયો હતો, એટલે હું ભારતીય નાગરિક જ છું.

હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મેડ ઇન બર્મા કહ્યું છે. કેટલાક દિવસો અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ હાર્દિકને દેશદ્રોહી કહ્યો હતો જેના જવાબમાં હાર્દિકે આ પ્રતિક્રિયા આપી હતી.

07-08-2016થી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નવો પદભાર સંભાળનારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રમણિકલાલ રૂપાણી વાસ્તવમાં સાચા અને સુશાસિત વિનમ્ર વ્યક્તિત્વ છે. સંઘ સંસ્કૃતિ, શિષ્ટાચાર અને અથાગ પ્રયત્નો તેમની રાજકીય કારકિર્દીના સ્તંભ અને તેમની વાસ્તવિકતાની વિશેષતા છે. વર્ષ 1956માં ક્રાંતિકારી પ્રભાવ ધરાવતા ઑગસ્ટ મહિનાની 2જી તારીખના રોજ તેમનો જન્મ થયો હતો, જેઓ 60 વર્ષની વયે ગુજરાતમાં સરકારનું નેતૃત્વ કરવાની વિશિષ્ટ જવાબદારી નિભાવી રહ્યા છે.

બર્મામાં જન્મ

2 ઓગસ્ટ 1956૬ના રોજ બર્મા દેશના રંગૂન શહેરમાં જન્મેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રમણિક રૂપાણી (લઘુમતી જૈન) પોતે 1960માં બર્મા છોડી ભારતના રાજકોટમાં શરણાર્થી બન્યા હતા. તેઓ જૈન ધર્મના લઘુમતી મુખ્ય પ્રધાન છે. મોદી સાથે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ (RSS) સાથે અને જનસંઘ સાથે જોડાયા. ભારતીય જનાત પક્ષનાં સ્થાપનાનાં સમય 1971થી રાજકારણમાં છે.

1976માં રાષ્ટ્રિય કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં 11 મહિના કેદી હતા. 1978થી 1981માં રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રચારક હતાં.

વિજય રમણિક રૂપાણી(જૈન) 24 ડિસેમ્બર 2019માં અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ભાજપ પ્રેરિત સભા સંબોધતાં કહ્યું હતું, ‘વિશ્વના 150 દેશોમાં મુસ્લિમો રહી શકે છે, પરંતુ હિન્દુઓ ભારત છોડશે ક્યાં?’ ‘ભારતમાં મુસ્લિમો ખુશ છે અને તેમની વસ્તી 9 ટકાથી વધીને 14 ટકા થઈ ગઈ છે. કારણ કે ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ છે અને તેઓ ભારતમાં સારું જીવન જીવે છે. તેમણે કહ્યું કે ભારતમાં એક પણ મુસ્લિમ નાગરિકતા નહીં ગુમાવે’. ‘પાકિસ્તાનમાં હિન્દુઓને ત્રાસ આપવામાં આવે છે, તેમની સંપત્તિને નુકસાન થાય છે અને બળાત્કાર કરવામાં આવે છે. તેમને સુવિધાઓનો લાભ મળતો નથી. તે લોકો ભારત આવે છે પણ તે ભારતીય નાગરિક નથી. પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા 22 થી ઘટીને 3 ટકા થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી માત્ર 2 ટકા છે, જ્યારે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખની સંખ્યા બે લાખથી ઘટીને 500 થઈ ગઈ છે.

બર્મા કેમ નહીં ?

તેમણે કહ્યું કે, દેશના ભાગલા વખતે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આ ત્રણેય દેશો (પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ)ના હિન્દુઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે ભારત પાછા આવી શકે. તેઓ ભારતના પડોશી દેશ બર્માથી ભારતમાં આવ્યા હોવા છતાં તેમણે બર્માનો ઉલ્લેખ કર્યો નથી. આ વાત ઘણી સૂચક છે.

રૂપાણીએ કહ્યું કે, અલગઅલગ દેશના 10 હજાર શરણાર્થીઓ ગુજરાતમાં રહે છે, મોટા ભાગે તેઓ કચ્છમાં રહે છે, મોટા ભાગે દલિત છે.

રૂપાણી કોણ છે ? 

RSS ના સ્વયંસેવક
બાળપણથી વિજય આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. વારસાગત વિનમ્રતા તેમના વ્યક્તિત્વમાં પ્રબળપણે ઝળકી ઉઠે છે. હંમેશા લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યુ છે. પાયાના સ્તરે પક્ષના કાર્યકર્તાઓ સાથે સામૂહિક જોડાણ જાળવી રાખતી વખતે પણ તેમણે પોતાની જાત સાથેનો સંવાદ વધારે મજબૂત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે.
વિદ્યાર્થી નેતા – અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)
કોલેજના દિવસોમાં તેમની યુવાશક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સંગઠનના પડકારો દૂર કર્યા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી (GS) તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.

કટોકટી દરમિયાન જેલવાસ
ભારતની કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનો સાથે સક્રીય રીતે જોડાયા હતા અને 1976માં નાની વયે તેમણે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા(એમઆઈએસએ) હેઠળ જેલવાસ વ્હોર્યો હતો. માનવસમાજની સેવા માટે તેમની આંતરિક પ્રેરણા અને સમર્પણ તેમને સ્થાનિક રાજકારણમાં લાવી હતી. અન્યાયી પ્રથાઓ વિરુદ્ધ પડકારોનો સામનો કરવા માટે તેઓ પૂરતા સક્ષમ હોવાનું વિચારીને તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

ભાજપમાં સક્રિય
1987માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર હતા. ખડી સમિતિમાં હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે તેમની નિમણૂંક થઇ હતી.

રાજકોટના મેયર
રાજકોટના મેયર અને સંગઠનના નેતા પણ બન્યા હતા. પ્રદેશ ભાજપના પ્રવક્તાના પદની જવાબદારી સોંપવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશના મહમંત્રીની જવાબદારી મુકી હતી અને જામનગર, કચ્છ, જુનાગઢ, પોરબંદર વગેરે જેવા જિલ્લાઓના તેમને પ્રભારી બનાવવામાં આવ્યાં હતા.

પ્રદેશ ભાજપના સચિવ હતા.

ચેરમેન – સંકલ્પપત્ર અમલીકરણ સમિતિ
તેમણે 1988 થી 2002 સુધી કેશુભાઈ પટેલે તેમને સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેન બનાવ્યા હતા.

2006 પછી પ્રવાસન નિગમના ચેરમેન હતા.

રાજ્યસભાના સાંસદ
વર્ષ 2006 થી 2012 સુધી રાજ્યસભા ગુજરાત વિધાનસભાએ ચૂંટીને મોકલ્યા હતા. કેન્દ્ર સરકારની વિવિધ સમિતિઓ જેમકે, જળસ્ત્રોત સમિતિ, ગૌણ કાયદા ઘડવાની સમિતિ, માનવ સંસાધન વિકાસ સમિતિ, પેપર લેઈડ ઓન ધ ટેબલ સમિતિ, કસ્ટમ્સ બાબતો અને જાહેર વિતરણ સમિતિ, જાહેર સાહસ સમિતિ વગેરેમાં તેમની વરણી થઈ હતી.

ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તરીકે થઈ હતી.

રાજકોટના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી
રાજકોટ-69 વિધાનસભા મતક્ષેત્રમાંથી તા. ૧૯-૧૦-૨૦૧૪ના રોજ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૧૯-૧૧-૨૦૧૪ના રોજ પરિવહન અને પાણી પુરવઠા ગટર  વિભાગના, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી હતા.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ
19 ફેબ્રુઆરી 2016ને શુક્રવારના રોજ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી થઈ હતી.

મુખ્ય પ્રધાન

વિજય રૂપાણીએ 07 ઑગસ્ટ 2016ના રોજ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા. આનંદીબેન પટેલને ભાજપે હઠાવીને તેમને મુખ્ય પ્રધાન બનાવ્યા ત્યારે તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ અને વાહન વ્યવહાર પ્રધાન હતા.

બીજી વખત મુખ્ય પ્રધાન

26 ડિસેમ્બર 2017ના રોજ બપોરે 12 વાગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ બીજી વખથ લીધા હતા.