[:gj]હિંમતનરમાં સામાજિક ન્યાય સમિતિના 20 લાખના વિકાસ કામોનાં વર્કઓર્ડર ત્રણ વર્ષથી અપાયાં નથી[:]

[:gj]હિંમતનગર, તા.૨૨

કોંગ્રેસ શાસિત સા.કાં. જિલ્લા પંચાયતની સોમવારે યોજાયેલ સામાન્ય સભામાં 2016 ના સામાજીક ન્યાય સમિતિના રૂ.20 લાખના વિકાસ કામોના વર્ક ઓર્ડર આપવામાં ન આવ્યા હોવાનો મામલો ગરમાયો હતો અને શાસક પક્ષ દ્વારા અધિકારીઓને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં ત્રણ ચાર અધિકારીઓ બદલાઇ ગયાનું કારણ આપી વાહિયાત બચાવ કરાયો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરીયાના અધ્યક્ષ સ્થાને અને ડીડીઓ ર્ડા.રાજેન્દ્ર પટેલ તથા સદસ્યોની ઉપસ્થિતિમાં સોમવારે બપોરે 1 કલાકે યોજાયેલ સામાન્ય સભામાં પૂર્વ કારોબારી અધ્યક્ષ હર્ષદ પટેલે વર્તમાન જિ.પં. પ્રમુખ જે તે સમયે સામાજીક ન્યાય સમિતિમાં હતા, તે દરમિયાન કાયદા અનુસાર અનુ.જાતિ વિસ્તારમાં રૂ.20 લાખના વિકાસ કામોની જોગવાઇ કરવામાં આવી હોવા છતાં ત્રણ-ત્રણ વર્ષથી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા ન હોવાનો મામલો ઉઠાવતા સભામાં ગરમાવો આવી ગયો હતો.

હર્ષદભાઇએ સીધો આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ ગ્રાન્ટનો ઉપયોગ થવા દેતા નથી. પ્રત્યુત્તરમાં સમાજ કલ્યાણ અધિકારી ડી.એમ. ભાટીએ જણાવ્યુ કે, હું નવો છુ અને ત્રણ-ચાર અધિકારીઓ બદલાઇ ગયા હોવાથી આવુ થયુ છે. વર્ક ઓર્ડર ટૂંક સમયમાં આપી દેવાની હૈયાધારણા આપતાં મામલો થાળે પડતાં જિં.પં.સ્વભંડોળમાંથી સદસ્ય દીઠ4 લાખના વિકાસ કામ મંજૂર કરવા, સદસ્યોનો પ્રયાસ મંજૂર કરવા, પ્રમુખના વિસ્તારમાં 15 લાખના વિકાસ કામ કરવા-પોશીનાના વિશ્રામગૃહ બિલ્ડીંગને નોનયુઝ કરી તા.પં.નું નવીન બિલ્ડીંગ બનાવવા ઠરાવ કરાયો હતો.

 [:]