[:gj]મુંબઈની જેમ સુરતમાં પણ રંગેચંગે ગણેશોત્સવ[:]

[:gj]મુંબઈના ‘લાલ બાગ ચા રાજા’ તો જગપ્રસિદ્ધ છે જ, અને આ ગણપતિ મંડપ દ્વારા લેવામાં આવતો  વીમો પણ ચર્ચાનો વિષય બની રહે છે. જો કે મુંબઈ બાદ જ્યાં સૌથી વધુ ગણેશોત્સવ ઊજવાય છે તેવું સુરત પણ ચર્ચામાં આવી ગયું છે મહિધરપુરાની દાળિયાશેરીના ગણપતિના કારણે.

મુંબઈના વિવિધ ગણપતિ પંડાલના મોટામોટા વીમા લેવામાં આવતા હોય છે, પરંતુ હવે સુરતના બે ગણેશ મંડળ પણ મોટા વીમા લેવાના કારણે ચર્ચામાં છે. મહિધરપુરાની દાળિયાશેરીના ગણપતિને આ વખતે 15 કિલો સોના-ચાંદીનાં ઘરેણાં ચડાવવામાં આવ્યાં છે, તો ચૌટાબજારના હોળીચકલાના ગણપતિનો પણ 50 લાખનો વીમો લેવામાં આવ્યો છે.
સામાન્ય રીતે દરવર્ષે ઊઘરાવવામાં આવતા ફાળામાંથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ઉપરાંત મોટા દાતાઓ દ્વારા મોટું ફંડ પણ આપવામાં આવે છે. આ વખતે મહિધરપરાના દાળિયાશેરીના ગણપતિ માટે પણ એક ભક્ત દ્વારા વીમો ઉતારવામાં આવ્યો છે.

ચૌટાબજારના હોળીચકલાના ગણપતિની વાત કરીએ તો દરવર્ષની જેમ આ વખતે પણ ગણપતિની રંગેચંગે પધરામણી કરાવતાં 50 લાખનો વીમો લેવામાં આવ્યો છે. હોળીચકલા ખાતે ગણેશજી માટે મહેલની આબેહૂબ આભા ઊભી કરતો મંડપ ઊભો કરવામાં આવ્યો છે. અહીં ભક્તો મોટી સંખ્યામાં સેવા આપવા સાથે દાન પણ આપે છે. આ ઉપરાંત સેવાના યજ્ઞરૂપ બ્લડ ડોનેશન કેમ્પનું પણ દસ દિવસ સુધી આયોજન કરવામાં આવે છે.[:]