[:gj]૧૮૧ અભયમ દ્વારા યુવતીની મદદ: પ્રેમમાં પાગલ યુવકે માનસિક સંતુલન ગુમાવતા પ્રેમિકાના ઘરે આતંક મચાવ્યો [:]

[:gj]માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ પ્રેમ પ્રકરણનો અંત લાવી દેતા એક યુવકે માનસિક સંતુલન ગુમાવતા યુવતીના ઘરે જઈ દંગલ મચાવતા યુવતી અને યુવતીના પરિવારજનોએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી ૧૮૧ અભયમની ટીમ તાબડતોડ યુવતીના ઘરે પહોંચી પ્રેમના નશામાં પાગલ બનેલા યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમ છતાં પ્રેમી યુવક યુવતીને મેળવવાની જીદ યથાવત રાખતા યુવકને ઝડપી પાડી માલપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાતા માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રેમમાં નિષ્ફળતા મળતા અનેક પ્રેમીઓએ આત્મહત્યા કરી લીધી છે પ્રેમનું પાગલપન ક્યારેક માણસને હેવાન બનાવી દેતા હત્યા અને નરસંહાર સુધીની અનેક ઘટનાઓ બહાર આવી છે.

માલપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાએ પ્રેમનો અંત આણી દેતા પ્રેમી યુવક હતાશામાં ગરકાવ થવાની સાથે માનસિક સંતુલન ગુમાવી દેતા યુવતીની ગામના જાહેર રસ્તા પર માર મારતા યુવતી યુવકથી બચી ઘરે પહોંચતા પ્રેમમાં ભાન ભૂલેલા યુવકે યુવતીના ઘરે જઈ ગાળાગાળી કરી બૂમો પાડતા આતંક મચાવતા યુવતી અને તેના પરિવારજનો ફફડી ઉઠ્યા હતા યુવતીના અન્ય જગ્યાએ લગ્ન કરવામાં પણ વિઘ્ન સર્જાતો હોવાથી પ્રેમી યુગલના અસહ્ય બનેલ ત્રાસ થી તોબા પોકારી ઉઠતા ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ લેતા ૧૮૧ અભયમની ટીમ યુવતીના ઘરે પહોંચી પ્રેમી યુવકને સમજાવવાનો પ્રયત્ન કરતાં પ્રેમમાં પાગલ યુવક સમજવા તૈયાર ન થતા અને યુવતીએ પ્રેમમાં દગો દીધો હોવાનું રટણ ચાલુ રાખતા ૧૮૧ અભયમ ની ટીમે કાયદાનો ડર બતાવતા યુવક ન માનતા યુવકને માલપુર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કર્યો હતો પ્રેમમાં પાગલ યુવક ઘટનાસ્થળે અને ૧૮૧ અભયમ જીપમાં પણ સતત બેવફાઈના ગીતો ગણગણાવાતો હતો.

[:]