[:gj]૭૦૦ કરોડની એસવીપી હોસ્પિટલમાં બેડ જ નથી[:]

[:gj]અમદાવાદ,તા:૨૨  રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં શરૂ કરાવેલી એસવીપી હોસ્પિટલ તેના આરંભથી અત્યાર સુધી કોઈને કોઈ વિવાદમાં આવતી જ રહે છે. નવો વિવાદ એવો સામે આવ્યો છે કે હોસ્પિટલમાં બેડ જ નથી, જેથી કોઈ દર્દીને દાખલ કરી શકાય તેવી સ્થિતિ જ નથી.

આ અંગે મળતી માહીતી મુજબ, માણેકચોકમાં શ્રોફની પેઢી ધરાવતા એલ.ટી. શ્રોફ પડી જતાં તેમને હેમરેજ થયું હતું. આ પરિસ્થિતિમાં કોંગ્રેસના જગત શુકલે એસવીપીમાં તેમના ઈલાજ માટે સંપર્ક કર્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, હાલ કેટલાક દિવસથી બેડની શોર્ટેજ હોવાથી હોસ્પિટલમાં જગ્યા જ નથી. અગાઉ હોસ્પિટલમાં પાણી પડતું હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ઉપરાંત સીલિંગ તૂટી પડી હતી. બાદમાં મા-કાર્ડ ન ચલાવવામાં આવતાં રાજ્ય સરકારે એસવીપી હોસ્પિટલને નોટિસ આપી હોવાનું ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા સત્રમાં એક પ્રશ્નના લેખિત જવાબ માં કહ્યું હતું. લોકોમાં એવી પણ ચર્ચા છે કે, ૭૦૦ કરોડ ખર્ચ્યા પછી નવ મહિને પણ જા આ હાલત હોય તો તેના કરતાં જૂની વી.એસ. ચાલવા દીધી હોત તો ગરીબોને સારવાર મળી રહી હોત.[:]