[:gj]૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે  [:]

[:gj]આગામી ત્રણ દિવસ ૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થશે. ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા પ્રેઝન્ટેશન દ્વરા વરસાદની આગાહી બાબતે માહિતી આપવામાં આવી. આઇએમડીના ડાયરેકટર જયંત સરકારે વેધર વોચ ગ્રુપની બેઠકમાં જણાવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને અસડીઆરએફની ૧૭ ટુકડીઓ ડીપ્લોય કરાઇ છે તથા એક ટુકડી ગાંધીનગર ખાતે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. 

 વેધર વોચ ગ્રુપની બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાઇ હતી. ગત વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે માસ જૂન, જુલાઇ અને ઓગસ્ટમાં પડેલ વરસાદની તુલના રાજ્યના રીજીયન મુજબ કરી માહિતગાર કરાયા હતા.  

વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે સિંચાઇ, માર્ગ અને મકાન, સરદાર સરોવર નિગમ, પાણ પુરવઠા બોર્ડ, ફોરેસ્ટ તથા આરોગ્યના અધિકારીઓએ ઉપસ્થિત રહીને કરેલી કામગીરી તથા આયોજનની વિગતે ચર્ચા કરી હતી.[:]