બે પત્નીઓની હત્યાનું રહસ્ય 18 વર્ષ પછી ખુલ્યું, બળાત્કાર જવાબદાર

18 વર્ષ પછી પોલીસને જાણ થઈ કે પત્નીઓના બે હત્યારા પૈકીનો એક મુનેશસિંગ મધ્ય પ્રદેશના ચંબલ વિસ્તારમાં ફરી રહ્યો છે. અમદાવાદ પોલીસ મધ્યપ્રદેશ ગઈ અને મુનેશસિંહની ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.  ઓનર કિલિંગમાં બીજો આરોપી નરેન્દ્રસિંગ પોલીસ પકડી શકી નથી.

1997માં મધ્યપ્રદેશના ભવાનપુરાનો રહેવાસી મુનેશસિંગ ભદોરિયા તેની પત્ની વંદના લઇને અમદાવાદમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. વંદનાએ 2001માં એક દિવસ મુનેશને કહ્યું કે, તે નાની હતી ત્યારે કાકા બીરેન્દ્ર સિંહ અવાર નવાર તેમાં પર દુષ્કર્મ આંચરતા હતા. જેના કરણે તેને ગર્ભ નથી રહેતો. પત્ની વંદનાની આ વાત સાંભળીને પતિ મુનેશસિંગને પત્ની પર નફરત આવી ગઈ હતી.

સુંધા અવાર નવાર બહાર જતી હતી. મુનેશનો ભત્રીજો પણ અમદાવાદ પત્ની સાથે કમાવા માટે આવ્યો હતો. કાકા અને ભત્રીજાએ સાથે મળીને બંનેની પત્નીને મારી નાંખવાનું નક્કી કર્યું હતું. બન્નેના ગળા દબાવી મારી નાંખી હતી. બન્નેએ આપઘાત કર્યો હોય તેમ મૃતહેદ ગોઠવી દીધા હતા.

બન્ને મહિલાઓના પરીવાર અમદાવાદ આવ્યું અને બંને મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારબાદ બંને કાકો ભત્રીજો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના 2001માં બની હતી.