રાજકોટ,તા:૧૫ રાજકોટ જિલ્લામાં પોલીસે પાંચ સ્થળે દરોડા પાડી રૂ.1.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે પાડેલા પાંચેય દરોડા દરમિયાન એક મહિલા સહિત છ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા છે.

પોલીસે બાતમીના આધારે ગંજીવાડા મેઈન રોડથી સિકંદર જનર નામના શખ્સને બાઈક પર દારૂનો જથ્થો લઈ જતા શખ્સને આંતર્યો હતો, જો કે પોલીસને જોઈને આરોપી સિકંદર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બાઈકની તપાસ કરતાં થેલામાંથી 228 દારૂની બોટલનો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત પોલીસે ગંજીવાડા-65થી માહિતીના આધારે હંસા ભગવાનજી મજેઠિયા અને સુરેશ બચુ વડુકિયાને દારૂની 108 બોટલ સાથે ઝડપી લીધાં છે.
પોલીસે ભીડભંજન સોસાયટી પ્લોટ-17માં રહેતા વશીસ યુનુસ પાસેથી 42 બોટલ, માર્કેટિંગ યાર્ડ પાસે મનહર સોસાયટી-6માં ભરત ધીરુ કમેજરિયાને 24 બોટલ, સાંઈબાબા સર્લ પાસેથી સંજય ટાંક અને પિનાક ચૌહાણને દારૂની 4 બોટલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે.

English




You must be logged in to post a comment.