[:gj]10 વર્ષમાં રૂ.2000 કરોડન ઉત્સવો પાછળ ખર્ચાયા, ખેડૂતોને ઠેંગો[:]

[:gj]સરકાર દ્વારા વિવિધ ઉત્સવો અને તાયફા પાછળ છેલ્લા દશ વર્ષમાં 2000 કરોડ કરતાં વધુનો ધુમાડો કરતી ભાજપ સરકાર ફરી ચૂંટણી નજીક આવતા નર્મદા રથ ના નામે માત્ર ડભોઈ ખાતે જ 1800 એસ.ટી. બસો અને અંદાજીત દોઢ લાખ માણસો માટે જમવાના ફુડ પેકેટના રૂા.75 લાખ અને વી.વી.આઈ.પી. આગેવાનો માટે રૂા.5 લાખ જેટલો જંગી ખર્ચ અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ જણાવ્યું હતું કે, ડભોઈ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપયોગમાં લેનાર 1800 એસ.ટી. બસો અને અંદાજીત દોઢ લાખ માણસો માટે જમવાના ફુડ પેકેટના રૂા.75 લાખ અને વી.વી.આઈ.પી. આગેવાનો માટે રૂા. 5 લાખ જેટલો જંગી ખર્ચની રકમ સબંધિત કલેક્ટરે ફાળવી દેવાનો હુકમ ઘણી જ ગંભીર બાબત છે. તેની સામે ખેડૂતોને 2018નો કૃષિ વિમો ખેડૂતોને મળતો નથી.

એક તરફ મધ્યાહન ભોજનના બાળકો ને વિદ્યાર્થી દીઠ રૂા.4 અને આગંણવાડીના બાળક દીઠ રૂા.4 , શ્રમજીવીના બાળક ને રૂા.6 અને જ્યારે ભાજપના સમારંભ માટે ભાગ લેનાર પ્રતિવ્યક્તિદીઠ રૂા.50 નો ખર્ચ આ બાબત બતાવે છે કે, ભાજપને ગુજરાતના ભવિષ્ય સમાન બાળકો અને શ્રમિકોની ચિંતા કરતાં તેમને ભીડ એકત્ર કરી મત ભેગા કરવાની ચિંતા વધારે હોય તેવું જણાય છે. ચૂંટણી નજીક આવતા ગુજરાતની ભાજપ સરકારને બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ અને નર્મદાનું પાણી- ખેડૂતો યાદ આવ્યા છે. છેલ્લા 22 વર્ષમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી, યુવા વિરોધી, વિદ્યાર્થી વિરોધી, મહિલા વિરોધી, નિતીઓના કારણે ગુજરાતના તમામ વર્ગના નાગરિકો હેરાન-પરેશાન છે. ગુજરાતમાં વર્ષ

2001 થી 2017 સુધી નર્મદાની નક્કર કામગીરી અંગે અને ખાસ કરીને 45,000 કિ.મી કરતા વધુ માઈનોર કેનાલનું કામ ન કરીને ગુનાહિત બેદરકારી દાખવનાર ભાજપ સરકાર “માં નર્મદા મહોત્સવ” ના નામે ગુજરાતના ખેડૂતો અને જનતા સાથે કરેલી છેતરપીંડીમાંથી મોં છુપાવવા પ્રયત્ન કરી રહી છે. પ્રજાની પરસેવાની કમાણી – સરકારી તિજોરીના કરોડો રૂપિયા વેડફીને અવાર-નવાર આવા ઉત્સવો દ્વારા પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા ભાજપ કાર્યક્રમો કરી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે 18,000 પોલીસ કર્મીઓને નિમણૂંક આપવાના સમારંભમાં રૂ. 2.27 કરોડનો ધુમાડો, કચ્છ પ્રવાસ માટે વડાપ્રધાનના કાર્યક્રમમાં રૂા.10.80 કરોડ, રણોત્સવ-પંતગોત્સવ જેવા ઉત્સવોમાં રૂા.19 કરોડનો ધુમાડો, યોગદિવસ ઉજવણીના રૂા.20 કરોડ નો ધુમાડો, કૃષિ મેળામાં 2.81 લાખના ચેક વિત્તરણ કાર્યક્રમમાં રૂા.80 લાખનો ધુમાડો, છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા મહોત્સવ પાછળ એસ.ટી. ભાડા પેટે રૂા.125 કરોડની ચૂકવણી જ દર્શાવે છે કે, પ્રજાના પરસેવાની કમાણીના નાણાં ભાજપ તેની સ્વપ્રસિધ્ધી માટે બેફામપણે વેડફી રહી છે જ્યારે બીજીબાજુ ગુજરાતના લાખો યુવાનોનું ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સીંગ, આશાવર્કર, મધ્યાહન ભોજન, લીન્ક વર્કર અને આગંણવાડી સહિત અનેક સંસ્થાઓમાં નજીવું વેતન ચુકવીને આર્થિક શોષણ કરી રહી છે.[:]