[:gj]160 કરોડ વર્ષના ડાયનોસૌરના અવષેશો કચ્છમાં મળતાં વિશ્વમાં નોંધ[:]

[:gj]કચ્છ યુનિવર્સિટીની ભૂસ્તરશાસ્ત્ર વિભાગની ટીમ કચ્છના લોડાઇ નજીક કાસ હીલ પર પોતાનું સંશોધન કરી રહી હતી, ત્યારે તેમને ડાયનોસૌરનું અશ્મિ મળ્યું છે. સંશોધન ટીમને જે અશ્મિ મળ્યું છે, તે ડાયનોસૌરના થાપાનું હાડકું છે, જે અંદાજે 100 કરોડ વર્ષ પહેલાના કોઇ સોરોમોર્ફા પ્રજાતિના ડાયનોસૌરનું છે.

કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગમાં પીએચ.ડી. કરતાં ગૌરવ ચૌહાણ સાથે જર્મનીના યુનિવર્સિટી ઓફ એરલાંગનના વૈજ્ઞાનિક ડૉ. ફ્રાન્જ ફ્યુરજિશ, રાજસ્થાન યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. ધીરેન્દ્ર પાંડે, બીરબલ સાહની પુરાવનસ્પતિ સંસ્થાન લખનૌનાં સાયન્ટિસ્ટ ડૉ. જ્યોત્સના રાયની ટીમ કચ્છના ભૂગર્ભમાં દટાયેલા જીવાશ્મ પર સંશોધન કરી રહી છે.

સંશોધન ટીમને અહીંથી એમોનાઇટ્સના કેટ્રોલિસિરસ, માઇક્રોસેફાલીટીસ અને પેરીસફિન્ટીસના અશ્મિઓ તેમજ સ્ટીલીના અને મોન્ટ્લીવલ્સીયા નામની કોરલ સ્પીસીસના અશ્મિ મળ્યા છે. જે 160 કરોડ વર્ષ પુરાણા છે.

સંશોધન ટીમને મળેલું ડાયનોસૌરનું અશ્મિ વધુ સંશોધન માટે ફોસીલ્સ લેબમાં મોકલવામાં આવશે, ત્યાર પછી જ તેની વધુ જાણકારી મળશે, હાલ સંશોધન ટીમના પ્રોફેસર ડી. કે. પાંડેના જણાવ્યા અનુસાર આ આશ્મિ જે ડાયનાસોરનું છે, તે લગભગ 15 મીટર મોટું હોવું જોઇએ અને આ વિસ્તારમાં તેમના ઝૂંડ રહેતાં હોવા જોઇએ.

કચ્છનો કેટલોક વિસ્તાર વિષુવવૃત્ત રેખામાં આવે છે અને જુરાસિક પિરિયડમાં આ પટ્ટામાં મોટી સંખ્યામાં શાકાહારી અને માંસાહારી ડાયનોસૌર વસતાં હોવાનું આ ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છના મોહન સિંહ સોઢાએ પણ કચ્છમાંથી ડાયનોસૌર, કોરલ, એમોનાઇટ્સ સહિત બીજી અને લૂપ્ત થયેલી પ્રજાતિના અશ્મીઓ શોધી ફોસિલ્સ પાર્ક બનાવ્યો છે. તો હડ્ડપ્પીયન સંસ્કૃતિ પણ કચ્છના ધોળાવીરામાં મળી આવી છે.[:]