[:gj]18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, 11 જગ્યાએ હવાઇ સુવિધા શરૂ કરવામાં આવી છે.[:]

[:gj]

કેન્દ્ર સરકારની ઉડાન યોજનાનો લાભ ગુજરાતની મુસાફર જનતાને મળી રહે તે માટે નવી 18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કરી છે. તેમણે કહ્યું છે કે હાલ ઉડાન યોજના હેઠળ 11 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ યોજના ટૂંકા અંતરની હોય છે અને તેનું ભાડુ મર્યાદિત 2500 રૂપિયાની અંદર રાખવામાં આવે છે.

કેન્દ્રની ઉડાન યોજનાનો લાભ વિવિધ રાજ્યો લઇ રહ્યાં છે. ગુજરાત પણ તેનો લાભ લઇ રહ્યું છે. રાજ્ય સરકારે ઉડાન યોજના હેઠળ અમદાવાદથી જામનગર, અમદાવાદથી મુંદ્રા, અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી પોરબંદર, અમદાવાદથી દિવ, અમદાવાદથી ઓઝાર (નાસિક), જેસલમેરથી અમદાવાદ, હુબલીથી અમદાવાદ, કંડલાથી અમદાવાદ, પોરબંદરથી મુંબઇ અને જેસલમેરથી સુરતની રિટર્ન ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

આ યોજનાનો વધુ મુસાફર જનતા લાભ લઇ શકે તે માટે નવી 18 ફ્લાઇટો શરૂ કરવામાં આવનાર છે. નવી શરૂ થનારી ફ્લાઇટમાં અમદાવાદ થી કિસનગઢ, અમદાવાદથી ઉદેપુર, અમદાવાદથી બેલગાંવી, ભાવનગરથી પૂના, જામનગરથી દિલ્હી, જામનગરથી હૈદરાબાદ, જામનગરથી બેંગલુરૂ, જામનગરથી ગોવા, જામનગરથી હીંડન, કેશોદથી મુંબઇ, સાબરમતી રિવરફ્રન્ટથી શેત્રુંજ્ય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, શેત્રુજ્ય ડેમથી સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સુરત, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી રિવરફ્રન્ટ, સુરતથી કિશનગઢ, સુરતથી બેલગાવી અને સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરી છે. પાયલટ પ્રોજેક્ટમાં હેલિકોપ્ટર મારફતે સપ્તાહમાં છ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસીઓને એરિયલ વ્યૂ રાઇડ કરવામાં આવી રહ્યો છે. નજીકના દિવસોમાં ટેન્ડર બહાર પાડી હેલિકોપ્ટરમાં મુસાફરોની બેઠક ક્ષમતા ઓછામાં ઓછી પાંચ રાખવાનું આયોજન છે. આ હવાઇ સાધનમાં રેવન્યુ શેરીંગ પદ્ધતિથી ભાડુ નક્કી કરવામાં આવશે.

[:]