[:gj]10 ટકા અનામતનો લાભ મુસ્લિમોને મળશે [:]

[:gj]

દેશની અંદર 30% બિન અનામત જ્ઞાતિઓ છે એટલે કે કુલ 39 કરોડ આ ૩૯ કરોડ પૈકી 14 કરોડ મુસ્લિમ છે (જે મુસ્લિમ જ્ઞાતિના પૈકીના કુલ વસ્તી19 કરોડ માંથી બિન અનામત જ્ઞાતિ માં આવે છે )હવે આ 14 કરોડ પૈકી ઘણા બધા એવા છે કે જેઓ પાસે શહેરમાં 100 વાર થી નીચે નું મકાન પ્લોટ અને ગામડામાં  200 વાર થી નીચેનો મકાન  પ્લોટ છે હવે એ પૈકી દસ કરોડ તો એવા છે કે જેમની પાસે બીપીએલ કાર્ડ છે માટે આ જોતા  10 ટકા અનામતનો લાભ કઈ  કોમ ને થશે એ સ્પષ્ટ જણાઈ આવે છે કારણકે બાકીના 25 કરોડ સવર્ણ માં કોઈ પાસે 100 વાર નીચેનો જમીન પ્લોટ હોય એવા કેટલા? બચેલા બિન અનામત 25 કરોડ પૈકી  6 કરોડથી નીચે ના સવર્ણ લોકો જોડે જ માત્ર બીપીએલ કાર્ડ છે. વાહ રે સરકાર પાછલા બારણે પણ હિન્દુઓની સરકાર નથી રહી. ગુજરાતમાં પણ સૌથી વધું ફાયદો મુસ્લિમ બીપીએલ કાર્ડ ધારકોને વધું મળે એવા પ્રયાસો કર્યા છે. જો અનામત મુદ્દે કેન્દ્ર સરકારની મંત્રી મંડળની બેઠકમાં ચર્ચા કરી હોત તો આ વિગતો બહાર આવી જાય તેમ હતી. હવે સંધ કે સંધની સંસ્થાઓ આ બાબતે શું કરે છે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. તેમ યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે જાહેર કરેલી આર્થિક અનામતમાં ગુજરાતની 56 સવર્ણ જ્ઞાતિઓને લાભ મળશે. જેમાં બ્રાહ્મણ, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ- નાગર, શ્રીમાળી બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર, પટેલને કેન્દ્ર સરકારનો 10 ટકા અનામતનો લાભ મળશે. જેમની પાસે નાના મકાનો નથી કે બીપીએલ કાર્ડ પણ નથી.
ઓબીસીમાં સૌથી વધુ અનાતમનો લાભ ગુજરાતમાં ચૌધરી સમાજે લીધો છે અને સરકારી નોકરીમાં સૌથી વધું ચૌધરી જોવા મળે છે એમ હવે સૌથી વધુ મુસ્લિમ યુવાનો સરકારી નોકરીમાં જોવા મળશે.

[:]