[:gj]2017ની ચૂંટણીના મુદ્દાઓ ભૂલાયા [:]

[:gj]2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સભામાં ઉઠાવાતા મુદ્દાઓ અંગે ભાજપ અને કોંગ્રેસ બ્નને ચૂપ બેસી ગયા છે. આ બન્ને પક્ષ હવે કંઈ બોલવા પણ તૈયાર નથી. શું હતા એ મુ્દ્દાઓ તે લોકો યાદ કરી રહ્યાં છે.

રાજ્યમાં ચૂંટણી હવે તેના મહત્ત્વના તબક્કામાં પ્રવેશી છે, તેવા સંજોગોમાં રાજકીય પક્ષો જાહેરખબરો અને ભાષણોમાં અન્યાય અને કૌભાંડ જેવા મુદ્દાના આધારે સામા પક્ષ પર પ્રહાર કરીને પ્રજા સમક્ષ તેમના મુદ્દાઓ ચર્ચામાં મૂકી રહ્યા છે. જાહેરાતના કેમ્પેન અને જાહેર સભાઓનાં ભાષણોમાં બંને મુખ્ય રાજકીય પક્ષો પ્રજાને ‘અન્યાય’ થયો હોવાનું બ્યુગલ વગાડી રહ્યા છે, જોકે આ અન્યાયના કેમ્પેનને પ્રજાના ભરોસામાં ફેરવી શકે તે જ જીતશે તેમ એડ્ ગુરુ માની રહ્યા છે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધંધુકાની સભામાં તથા અન્ય સ્થળોએ તેમનાં ભાષણોમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસે અન્યાય કર્યો છે અને કોંગ્રેસ સતત અને વર્ષોથી ગુજરાતને અન્યાય કરે છે. તો કોંગ્રેસના પ્રવકતા કે ઉપપ્રમુખ રાહુલ ગાંધી સહિતના પ્રચારકો પણ એવો રાગ આલાપે છે કે ગુજરાતમાં ભાજપ સરકારે 22 વર્ષમાં કોઈ કામ નથી કર્યાં.

કોંગ્રેસે અનામત, કૌભાંડ, ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓને પ્રચારના મુખ્ય મુદ્દા બનાવ્યા છે. કોંગ્રેસે તેના કેમ્પેનમાં પણ પ્રચાર કર્યો છે કે ગુજરાતની જનતાને ભાજપે અન્યાય કર્યો છે. આ મુદ્દામાં ‘છેતરવા આવ્યા છો’, ‘ખેડૂતોની સમસ્યાઓના અંતની શરૂઆત’, ‘વાણી-વર્તનમાં ઘમંડ અને તોછડાઈ રાખનારાના અંતની શરૂઆત’, ‘મેટ્રોના નામે કરોડોનું કૌભાંડ કર્યું’, ’70 વર્ષના ગૌરવશાળી ઇતિહાસ પર કીચડ ઉછાળનારાના અંતની શરૂઆત’ જેવી ટેગલાઇનનો સમાવેશ થાય છે.

તો ભાજપના સ્ટાર પ્રચારકોએ સભાઓમાં કોંગ્રેસ પર પ્રહારો કરવા સાથે તેના એડ્ કેમ્પેઇનમાં ‘મારો મત સુસાશનને’, ‘મારો મત કર્ફ્યુ મુક્ત ગુજરાતને’, ‘મારો મત યુવાઓને પગભર કરનારાને’ જેવી બાબતોનો સમાવેશ કર્યો છે.

પ્રારંભમાં કોંગ્રેસે ‘વિકાસ ગાંડો થયો છે’ જેવા સોશિયલ મીડિયામાં લોકપ્રિય થયેલી ટેગલાઇન સાથે પ્રચાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં ભાજપે ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ કેમ્પેન શરૂ કર્યું છે. અન્યાયનો મુદ્દો અગાઉ પણ ચૂંટણીમાં ચમકી ચૂક્યો છે. ભાજપે 2012ની વિધનાસભા ચૂંટણીમાં ‘કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ’ એવું કેમ્પેન કર્યું હતું, જેની મતદારો પર અસર થઈ હતી તેમ ભાજપના અગ્રણીએ જણાવ્યું હતું. કોંગ્રેસે આ ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં આવું જ કેમ્પેઇન અપનાવ્યું છે.

એડ્ ગુરુ ચંદનનાથનું કહેવું છે કે, ઇલેક્શન એ પરેસપ્શન ગેમ છે. દરેક પક્ષ પોતાના પરસેપ્શન (દૃષ્ટિકોણ કે ધારણા) રજૂ કરે છે. તેમાંય જે વિપક્ષમાં હોય તે સ્વાભાવિક રીતે જ સરકાર સામે નેગેટિવ અટલે કે દાવા ખોટા હોવાનો પ્રચાર કરે છે.

વિરોધપક્ષ વર્તમાન સરકાર કે તે પાર્ટી સામે પ્રશ્નાર્થ કે સંશય ઊભા કરીને મતદારોને પ્રભાવિત કરવા માંગતા હોય છે. સામાન્ય રીતે આવા અન્યાય કે ખોટા દાવાના પ્રચાર વચ્ચે મતદાતાઓનાં મનને કળવાં મુશ્કેલ તો છે, પરંતુ આવા કેમ્પેન પ્રજા-મતદારોમાં એક ભરોસો અને માન્યતા ઊભા કરતાં હોય છે. આના પરથી મતદારો કોને મત આપવો તે અંગે પોતાનું મન બનાવતા હોય છે. તેથી બ્રાન્ડિંગની કવાયતમાં કેમ્પેનને ભરોસામાં ફેરવે તે સફળ થાય છે.

વન એડ્વર્ટાઇઝિંગના ડિરેક્ટર વિભૂતિ ભટ્ટે જણાવ્યું હતું કે, બંને પક્ષોના પોતાના એજન્ડા જો મજબૂત હોય તો જે-તે પક્ષે પ્રજાને અન્યાય થયો હોવાની દલીલ વગર પણ કેમ્પેન કરી શકે, પરંતુ અન્યાય જેવા નેગેટિવ મુદ્દા અથવા કોઈ કોન્ટ્રોવર્સી હંમેશા પ્રજાનું વધુ ધ્યાન ખેંચતી હોય છે. કોંગ્રેસના કેમ્પેનમાં જીએસટી અને ડિમોનેટાઇઝેશન જેવા મુદ્દા આગળ ધરીને ઓબામાની જેમ ચેન્જ લાવવાની વાત આગળ ધરીને કેમ્પેન કરવામાં આવ્યું છે. માનવી પરિવર્તનની માનસિકતા ધરાવતો હોય છે, તેથી જ કોંગ્રેસે ‘કોંગ્રેસ આવે છે’ તેવી ટેગલાઇન સાથે વર્તમાન સરકારની નારાજગી બતાવવા પ્રજાને અન્યાય થતો હોવાનું કેમ્પેન ચલાવ્યું છે[:]