[:gj]2019માં 8 મિલિયન ચોરસ ફીટ જગ્યા ભાડે અપાઈ[:]

[:gj]7.8 મિલિયન ચોરસ ફીટ ફ્લેક્સિબલ સ્પેસ સાથે બેંગલોર ટોચ પરઃ ત્યારબાદ દિલ્હી-NCR અને મુંબઈ

રિયલ્ટી ક્ષેત્રની મુખ્ય કામગીરીઃ કેલેન્ડર વર્ષ 2019નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં ફ્લેક્સિબલ સ્પેસનો વપરાશ 2.0 મિલિયન ચોરસ ફીટને આંબી ગયો

કેલેન્ડર વર્ષ 2019માં અત્યાર સુધી 8 મિલિયન ચોરસ ફીટ સ્પેસ ભાડાપટ્ટે અપાઈ
એપીએસીમાં ફ્લેક્સિબલ સ્પેસનો સ્ટોક 65 મિલિયન ચોરસ ફીટને આંબી ગયો, ભારતમાં 25 મિલિયન ચોરસ ફીટ
ઓફિસ વપરાશમાં આશરે 70 ટકા હિસ્સો મુંબઈ, બેંગલોર અને હૈદરાબાદ ધરાવે છે
હાઇબ્રિડ સ્પેસ ઓપરેટર્સ દ્વારા સંચાલિત મધ્યમ સાઇઝના સોદા ભાડાપટ્ટાની પ્રવૃત્તિમાં મહત્ત્વપૂર્ણ
નવી દિલ્હી, ભારતમાં અગ્રણી રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની સીબીઆરઈ સાઉથ એશિયા પ્રાઇવેટ લિમિટેડે આજે એના લેટેસ્ટ રિપોર્ટ ‘ઇન્ડિયા ફ્લેક્સિબલ સ્પેસ ડાઇજેસ્ટ – Q3 2019’ના તારણો જાહેર કર્યા હતા. આ રિપોર્ટ મુજબ, કેલેન્ડર વર્ષ 2019નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં સંપૂર્ણ ફ્લેક્સિબલ જગ્યાનો વપરાશ 2.0 મિલિયન ચોરસ ફીટ થયો છે.

કેલેન્ડર વર્ષ ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંગલોર અને હૈદરાબાદ ઓફિસ સ્પેસ ટેક-અપમાં આશરે 70 ટકા હિસ્સો ધરાવે છે. બેંગલોર સૌથી વધુ ફ્લેક્સિબલ જગ્યા ધરાવે છે તથા એનાં પછી દિલ્હી એનસીઆર અને મુંબઈ સૌથી વધુ ફ્લેક્સિબલ જગ્યા ધરાવે છે. દિલ્હી એનસીઆર અને બેંગલોરમાં ફ્લેક્સિબલ જગ્યા સૌથી વધુ હતી તો મુંબઈ અને પૂણેમાં હૈદરાબાદ જેવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

રિપોર્ટનાં તારણો પર સીબીઆરઈનાં ભારત, દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાનાં ચેરમેન અને સીઇઓ અંશુમાન મેગેઝિને કહ્યું હતું કે, “અમને અપેક્ષા છે કે, મિલકતનાં માલિકો માગ મુજબ સેવા તરીકે જગ્યા પ્રદાન કરવામાં રસ વધારે લેશે. એપીએસીમાં સૌથી મોટા બજાર તરીકે ભારતીય ફ્લેક્સિબલ સ્પેસ માર્કેટને ધ્યાનમાં રાખતાં અમારી ધારણા છે કે, આ સેગમેન્ટ પર રોકાણકારો વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. એટલે અમને વર્ષ 2019માં આશરે 9 મિલિયન ચોરસ ફીટ અને વર્ષ 2020માં આશરે 9થી 10 મિલિયન ચોરસ ફીટ ફ્લેક્સિબલ જગ્યા ભાડાપટ્ટે જશે એવી અપેક્ષા છે.”

7.8 મિલિયન ચોરસ ફીટ ફ્લેક્સિબલ સ્પેસ સાથે બેંગલોર ટોચ પર છે. ત્યારબાદ દિલ્હી-એનસીઆર 6.7 મિલિયન ચોરસ ફીટ સાથે અને મુંબઈ 4.6 મિલિયન ચોરસ ફીટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. દિલ્હી એનસીઆરમાં ફ્લેક્સિબલ સ્પેસમાં સૌથી ઊંચો વધારો (6,1 ટકા) થયો છે. ત્યારબાદ બેંગલોરમાં (4.6 ટકા), મુંબઈ 3.7 ટકા, પૂણે 3.8 ટકા અને હૈદરાબાદ 3.5 ટકા સાથે સ્થાન ધરાવે છે.

કેલેન્ડર વર્ષ 2019નાં બીજા ત્રિમાસિક ગાળામાં લઘુથી મધ્યમ કદના સોદાઓ (20,000થી 100,000 ચોરસ ફીટ) 49 ટકાથી વધીને કેલેન્ડર વર્ષ 2019નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં 54 ટકા થયા હતા. જોકે મોટા કદનાં સોદાઓ (100,000 ચોરસ ફીટથી વધારે) કેલેન્ડર વર્ષ 2019નાં બીજા ત્રિમાસિક ગાળામાં 14 ટકાથી ઘટીને કેલેન્ડર વર્ષ 2019નાં ત્રી0જા ત્રિમાસિક ગાળામાં 12 ટકા થયા હતાં.

સીબીઆરઈનાં એડવાઇઝરી અને ટ્રાન્ઝેક્શન સર્વિસીસ ઇન્ડિયાનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રામ ચંદનાનીએ કહ્યું હતું કે, “કેલેન્ડર વર્ષ 2019નાં ત્રીજા ત્રિમાસિક ગાળામાં એપીએસીની સરખામણીમાં ભારતમાં સરેરાશ સોદાની સાઇઝ મોટી હતી. વળી આ ગાળામાં એન્જલ ઇન્વેસ્ટર / પીઇ ફંડ / ડેટ ફંડ વધીને આશરે 100 મિલિયન ફંડ થયું છે. આગળ જતાં એવી અપેક્ષા છે કે, કોર્પોરેટ ફ્લેક્સિબલ સ્પેસનો ઉપયોગ કરતાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરશે, જેને જનરેશન ઝેડ/મિલેનિયલની પસંદગીઓ વેગ આપે એવી શક્યતા છે.”[:]