[:gj]2463 કોલ મળ્યા જેમાં 739 મહિલાઓને 181ને મદદ કરી [:]

[:gj]March 8th, 2018  નર્મદા માં 2014 થી 2018 સુધી કુલ 2463 કોલ આવ્યા જેમાં 739 કેશો માં રેસ્ક્યુ વાન સ્થળ પર પોહચી મદદરૂપ બની જયારે અન્ય ટેલિફોનિક સલાહ સૂચન અને માર્ગદર્શન આપી નિરાકરણ લવાયું.
તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:આજે 8 મી માર્ચ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લા ના અંતરિયાળ ગામોમાં વસતી આદિવાસી અભણ મહિલાઓ ની સાચા અર્થ માં મદદ કરનાર 181 અભયમ મહિલા હેલ્પલાઇન ની સફળ સેવાને કેમ ભુલાય કેમકે આ સેવાના મુખ્ય સ્થંભ ગણાતા મહિલા કાઉન્સિલરો અને મહિલા કોન્સ્ટેબલો ની સારી કામગીરી થી જિલ્લા ની પીડિત મહિલાઓ નો સારો બચાવ થયો છે જેમાં 2014 થી શરૂ થયેલી આ નિઃશુલ્ક સેવા માં હાલ 2018 સુધીમાં કુલ 2463 કોલ મળ્યા જેમાંથી 739 મહિલાઓની સ્થળ પર જઈ આ ટીમે મદદ કરી જયારે બાકીનાનું ટેલિફોન દ્વારા કામ પત્યું હતું જેમાં જરૂરી સલાહ અને માર્ગદર્શન અપાયું આમ તો આ સેવા મહિલાઓ સાથે થતી શારીરિક ,માનસિક ,જાતીય ,આર્થિક તેમજ કાર્યસ્થળે થતી સતામણી સહીત ની ઘણી જવાબદારીઓ તદ્દન નિઃશુલ્ક રીતે દૂર કરવા તમામ પ્રયાશો કરે છે પરંતુ તેમાં જે તે કર્મચારીઓની સારી ભાવના પણ મહત્વનો ભાગ ભજવે છે જે નર્મદા 181 ની ટીમ ના કર્મચારીઓ માં હંમેશા જોવા મળી છે ત્યારે આ મહિલા દિને આ ટીમ ની કામગીરી ને બિરદાવી જોઈએ[:]