[:gj]250 કરોડના સોની કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પકડાયો, કેમ આચરાયુ કૌભાંડ ?[:]

[:gj]રૂ.250 કરોડના ધીરધારના ધંધાના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર દીપક ગાભાવાલાની મુંબઈ હવાઈ મથકે પકડી લેવામાં આવ્યો છે. તે વિદેશ ભાગી ગયો હતો. અમેરિકાથી મુંબઈ તે આવ્યો હતો. દેશના તમામ હવાઈ મથકે લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી.

કેમ થયું કૌભાંડ

ઉમરેઠમાં ગોવિંદલાલ ગાભાવાળાની પેઢી માટે તમામને ભરોસો હતો. તેની શાખ એવી હતી કે હુંડી દેશમાં સ્વિકાર્ય હતી. તેમની શ્રી નારાયણ જ્વેલર્સમાં લોકો રૂપિયા મૂક્યા હતા. 16 મે 2018થી આ પેઢી નબળી પડી અને લોકો પોતાના નાણાં લેવા માટે દોડી ગયા હતા. સવારે દુકાન ખોલી ત્યારે નાણાં નહીં આપવા અંગે વિવાદ થયા બાદ બપોર બાદ દુકાન બંધ કરી દેવામાં આવી હતી. જેના દરવાજા 2 માર્ચ 2019 સુધી ખુલ્યા નથી. બાપ અને બે પુત્રો મળીને 4 પેઢીઓ ચલાવતા હતા. 3 પ્રકારની વ્યાજની સ્કીમો મૂકીને રૂ.150 કરોડનું ઉઘરાણું કરી લીધું હતું. જેમાં બે બેંક સહિત 5700થી વધુ થાપણદારો ફસાયા છે.

નારાયણ જ્વેલર્સના અર્પિત ગાભાવાળા દ્વારા આણંદ કોર્ટમાં 73 રોકાણકારો તથા 2 બેંકોના નાણાં ચૂકવવા માટે નાદારી નોંધાવાની અરજી કરી હતી. ત્યાર બાદ અનેક લોકોએ છેતરપીડીની ફરિયાદ કરી હતી. અર્પિત અને તેનો ભાઈ ગુંજન તેના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. તેમના પિતા દિપક વિદેશ હતા.

અર્પિત ગાભાવાળાનો 3 વર્ષથી સુવર્ણ કાળ ચાલતો હતો. જેમાં અનેક લોકો શ્રીમંત બની ગયા હતા. અર્પિત ગાભાવાળાની પેઢી પરથી કોઈ ખાલી હાથે પાછું ફરતું ન હતું. ઉમરેઠમાં યોજાતા જાહેર પ્રસંગો કે જાહેર કાર્યક્રમોમાં હંમેશા તેઓ દાન આપતા હતા. તેનો ઉદાર સ્વભાવ જ તેની પડતીનું મુખ્ય કારણ બન્યું હતું. ફરિફોને હંફાવવા માટે કેટલીય વાર શ્રી નારાયણ જ્વેલર્સ ખોટના ધંધો કરતા પણ ખચકાતા ન હતા. ઉપરાત તેઓ જ્વેલર્સના ધંધા સાથે વિદેશી મુદ્રા, ધીરધાર, કન્સ્ટ્રક્શન, ફાયનાન્સ, પશુ-આહાર સહિત અન્ય ધંધામાં પણ ભાગીદાર હતા. જેમાં મોટા ભાગના ધંધાઓમાં ખોટ આવતા અને હિસાબી કામકાજમાં બેકાળજીને કારણે તેઓને મોટું નુકસાન પણ થયું હતું.

ગુજરાતમાં તેઓ આડેધડ ઊંચા ભાવે મિલકતો ખરીદ કરતા હતા. ગજા બહાર નાણાં ધીરતા હતા. તેથી મોટા નાણાં તેમાં સલવાઈ ગયા હતા. વોટ્સએપ પર લેણદાર અને દેવાદારની યાદી જાહેર કરી દેવામાં આવી હતી. દૂધવાળા, કામવાળા, શ્રીમંત, ગરીબોના નાણાં ફસાયા છે.

રૂ.150 કરોડનું સામ્રાજ્ય

150 કરોડ રૂપિયા લોકોના ફસાયા હોવાનું માનવામાં આવે છે. મોટું સામ્રાજ્ય સાચવવા માટે કોઈ સિસ્ટમ પણ ન હતી.  બહુ ભણેલા ન હોય એવા 5 લોકો હિસાબી અને વહીવટ કરતાં હતા. તેથી હિસાબી ગોટાળા પણ થયા હતા. 6 મહિના પહેલાં જ વાત આવી હતી કે પેઢી ઉઠી જવાની છે.

12 ટકા વ્યાજની લાલચ

6 ટકા વ્યાજના બદલે પાંચ વર્ષથી 12 ટકા વ્યાજ ગાભાવાલા આપતાં હતા. તેથી લોકો બેંકમાં થાપણ મૂકવાના બદલે અહીં નાણાં મૂકતાં હતા. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા રૂપિયા રોકવામાં આવ્યા હતા. શરાફી ધંધો લોકો માટે આફત બનીને આવ્યો છે. રોકાણકારો પોતાના નાણાંની ઉઘરાણી કરતા ત્યારે બહાના બતાવીને કે ચેક આપીને વિદાય કરી દેવામાં આવતા હતા.

5700 થાપણદારો, બેંકની નોટિસ

નારાયણ જ્વેલર્સના શટર પર અર્બન બેંકે નોટીસ ચોંટાડી હતી. છેલ્લા કેટલાય સમયથી શ્રી નારાયણ જ્વેલર્સ નબળું પડયું છે, તેવી વાતો થતી હતી. અર્પિત ગાભાવાળાની ઉઘરાણીનું લીસ્ટ વોટ્સએપમાં મૂકી દેવામાં આવ્યું હતું. બે બેંકોના કરોડો રૂપિયા સલવાયા છે. પટેલોની જમીન વેચાઈ હતી તેના નાણાં અહીં હતા. બારગામ પાટીદાર સમાજના પ્રમુખ નગીન પટેલે પત્રકાર પરિષદમાં ફરિયાદ નોંધાવવા હાકલ કરાઇ હતી. 5700 જેટલા થાપણદારોમાથી ફકત 137 જણાએ જ હજુ ફરીયાદ નોધાવી હતી. તેઓ લડતની આગેવાની લઈ રહ્યાં છે. કેસ હવે સહારા જેવો થઇ ગયો છે. કિસાન યુનિયનના પ્રમુખ રવી પટેલએ જણાવ્યું હતું કે ,નારાયણ જવેલર્સ ધીરધારની પેઢીએ પુર્વ આયોજીત કાવત્રુ રચીને 150 કરોડ કરતા વધારે રકમનું કૌભાડ કરેલ છે. એક્સીસ બેંક અને અર્બન બેંકના નાણાં પણ સલવાયા છે.

એક કરોડથી વધુની રકમ થાપણ પેટે હોય એવા 75 જેટલા લોકોની યાદી અખબારમાં આપી હતી.

300 કિલો સોનું ક્યાં

નાદારીની અરજી કરી તેના 2 દિવસ પહેલાં મધરાતે બાઉન્સરોને સાથે રાખીને 15 જેટલા પાણીના જગમાં 300 કિલોથી વધુ સોનું સગેવગે કરી દીધું હતું. રૂ.1.80 કરોડનું સોનાના ઘરેણાં જેમાં 6 જગ દિપક ગાભાવાલાના હતા. જે દિપકના સાળાના ઘરમાંથી મળી આવ્યા હતા.

ગેરકાયદે ધંધો પણ લોકોએ પૂછ્યું જ નહીં

નાદારીએ કાનૂની રીતે લાંબો સમય ચાલનાર પદ્ધતિ છે. જે પૈસા ન ચૂકવવાનું ષડયંત્ર છે. કુલ 4 પેઢીઓ પૈકી નારાયણ જવેલર્સ, ચોકસી લલ્લુભાઇ કહાનદાસ, ધનવર્ષા જવેલર્સ, તથા ગાભાવાળા દીપકકુમાર ગોવિદલાલના નામે માત્ર સોના ચાંદીના દાગીના બનાવવાનું લાઈસન્સ હતું. તેઓ ગેરકાયદેસર રીતે ધીરધાર અને સોનાચાંદીની સ્કીમોમાં થાપણદારોના કરોઙ રુપિયા ઉઘરાવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના NBFCના કાયદાનુ ઉલ્લંઘન કરી છેતરપીંડી થી એકઠા કરેલા કરોડ રૂપિયાનું મની લોન્ડ્રીરીગ કરી વિદેશી ચલણી નાણું, ક્રીભકો કરન્સી, બીટકોઇન, દુબઇ સીંગાપોરમાં સોના ચાંદીના સટ્ટા તથા મોટા શહેરોમાં મિલ્કતોમાં કાળાનાણાનું રોકાણ કરેલ હોઇ તેમજ તેમની પાસે ધીરધારના કોઇ લાયસન્સ ન હોઇ ગેરકાયદેસર થાપણો મેળવી વ્યાજખોરી કરી હતી. ઉમરેઠના કેટલાક ખેડુતોએ પાક માટે લોન લઇ નારાયણ જવેલર્સમાં બાર ટકાના વાર્ષિક વ્યાજથી ફીકસ મુકી હતી. પણ લોકોએ તે અંગે પેઢીને કંઈ પૂછ્યું નહીં અને ભરોસો કર્યો હતો.

ગુંજન પોલીસ મથકે હાજર, પણ અદાલતનું રક્ષણ

400 મોટી રકમના થાપણદારો છે. અર્પિત ગાભાવાળા ફરાર થઈ જતાં ગુંજન ગાભાવાળા તેમજ તેની પત્ની ઉન્નતિ ભાલેજ પોલીસ મથકે હાજર થયા હતા. પરંતુ વડી અદાલતનું ‘સુરક્ષા કવચ’ હોવાના કારણે પોલીસ તેઓની કોઈ ખાસ પૂછપરછ કરી શકશે નહીં, કેમકે વડી અદાલતમાં નારાયણ જ્વેલર્સ બાબતે બે અલગ-અલગ અરજી દાખલ થઇ હતી. વડી અદાલતે અર્પિતને રૂ.1 કરોડ ભરવાનો આદેશ કર્યો હતો. આદેશને નહીં અનુસરી કવોશિંગ અરજી જ પરત ખેંચી લેતા આરોપીઓની ધરપકડ નહીં કરવાનું તથા આકરી પૂછપરછ નહીં કરવાનું સુરક્ષા કવચ અર્પિત પાસેથી ખસી ગયું હતું. પરંતુ ગુંજન તેમજ દિપક ગાભાવાળાને એ લાભ યથાવત છે. તેમ છતાં ગુંજન ભાગતો ફરતો હતો.

પુરાવા મળ્યા

પોલીસની ખાસ તપાસ ટુકડીએ અર્પિતના મિત્ર પરેશ ઊર્ફે જે.ડી.ની ધરપકડ કરી હતી. અર્પિત ગાભાવાળાના બંગલાની પાછળ, મામા હરિવદન શાહના મકાનની પાસે પડોશી રમેશચંદ્ર ઓચ્છવલાલ શાહ તેમજ સામે વિનય કાકબવાલાના મકાનમાંથી નારાયણ પેઢીનું છુપાવેલું સાહિત્ય મળી આવ્યું હતું. વિનયના મકાનમાંથી મળી આવેલા 26 થેલા સાહિત્ય અને પાસબુકો મળી આવી હતી.

પોલીસ શંકાના ઘેરામાં

પોલીસે એક જ ફરિયાદ લઈને તેમાં ફરિયાદીઓના નામો ઉમેરવાનું ચાલુ કરતાં વિરોધ થયો હતો. તેથી ખાસ તપાસ ટૂકડી પોલીસે બનાવી હતી. તેમાં પણ લોકોને કોઈ સંતોષ નથી. ગાભાવાલા પાસેથી નાણાં મેળવવાના બદલે તપાસ અધિકારીઓ દ્વારા ગાભાવાલાએ આપેલી રકમોની ઉઘરાણી કરવાના કામમાં લાગી ગયા હતા. આ કેસમાં 6 આરોપીઓ સામે ફરિયાદ થઇ છે. 2 આરોપીને કસ્ટડીમાં લેવાયા હતા. ભારતીય કિસાન યૂનિયન દ્વારા પોલીસ વડા તથા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી આ કેસ C.B.I., E.D અને SITને સંયુક્ત તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મની લોન્ડરીંગનો ગુનો આચર્યો હોવા છતાં યોગ્ય કલમો ઉમેરવામાં આવી નથી.[:]