[:gj]3000 ઉદ્યોગોને વીજ વેરા માફી પ્રમાણપત્ર ઓન લાઈન મળશે [:]

[:gj]રાજ્યમાં નવા સ્થપાતા ઔદ્યોગિક એકમોને તથા હયાત ઔદ્યોગિક એકમોના પાત્રતા ધરાવતા વધારાના એકમોને ઉત્પાદનની તારીખથી પાંચ વર્ષ સુધી ઇલેકટ્રીસીટી ડયુટી ભરવામાંથી માફી આપવાની જોગવાઇને વધુ સરળ, વધુ ઝડપી અને પારદર્શી બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે.

ઔદ્યોગિક એકમો ઓનલાઇન અરજી કરીને પાત્રતા સિધ્ધ થયેથી ઇલેકટ્રીસીટી ડયુટી માફીનું પ્રમાણપત્ર ર૪ કલાકમાં  મેળવી શકશે. રાજ્ય સરકારે આ અંગેના ડ્રાફટ રૂલને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી વર્ષે પાત્રતા ધરાવતા અંદાજે
૩૦૦૦ જેટલા ઔદ્યોગિક એકમો તથા તેના વધારાના એકમોને આ લાભ મળવાપાત્ર થશે.

પાયલોટ પ્રોજેકટ તરીકે પ્રથમ બે માસ માટે અમદાવાદ જિલ્લામાં આ પધ્ધતિ અમલી કરાશે, ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં અમલી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
જો કોઇ ઔદ્યોગિક એકમ દ્વારા ઓનલાઇન ખોટી માહિતી આપીને આ લાભ મેળવવામાં આવશે તો સમીક્ષાને
આધિન તાત્કાલીક અસરથી આવો લાભ પાછો ખેંચી લઇને જે તે ઔદ્યોગિક એકમને પ્રાપ્ત થયેલો નાણાકીય લાભ ૧૮ ટકા વ્યાજ સાથે પરત લેવાની પણ રાજ્ય સરકારે જોગવાઇ કરી છે.[:]