[:gj]35 કરોડની છેતરપીંડી કરનાર ભાજપના પાટીલ સામેના ઉમેદવાર હીરામણીની ઘરપકડ [:]

[:gj]નવસારી લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા મહિલા ઉમેદવાર હીરામણી શર્મા વિરુદ્ધ કેટલાક લોકો દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે હીરામણી શર્માની ધરપકડ કરી છે.

હીરામણીએ સુરતમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ભોગ બનનાર લોકોને જ્યારે ખબર પડી કે, હીરામણી શર્મા નવસારી લોકસભા બેઠક પરથી રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ચૂંટણી લડી રહી છે, ત્યારે પુણા પોલીસ સ્ટેશનમાં હીરામણી શર્મા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. હીરામણી શર્માની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડથી બચવા માટે હીરામણી શર્માએ ગુજરાતની વડી અદાલતમાં જામીન અરજી કરી હતી, જે ના મંજૂર કરી હતી. રૂ.35 કરોડનું કાપડ માર્કેટમાંથી ચીટિંગ કર્યું હતુ. જરૂરીયાત મંદ લોકોના પૈસા પણ ફસાયેલા છે.[:]