[:gj]4 થી 10 નવેમ્બર સુધી કોઇપણ ગ્રાહક પોર્ટેબિલિટી કરી શકશે નહીં, નવી સિસ્ટમ 11મી નવેમ્બરથી લાગુ થશે[:]

[:gj]ગાંધીનગર,તા.૧૮ મોબાઇલ ફોનના ગ્રાહકોને નેટવર્કથી પરેશાની થાય છે ત્યારે મોબાઇલ પોર્ટેબિલિટી માટે વધુ સમય હોવાથી ગ્રાહક વધારે પરેશાન થતાં હોય છે પરંતુ હવે માત્ર બે દિવસમાં ઉકેલ આવી જશે. ટ્રાઇ દ્વારા પોર્ટેબિલિટીનો સમય ઘટાડવામાં આવ્યો છે, જો કે આ સુવિધા 11મી નવેમ્બરથી શરૂ થશે.

ભારત સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટે મોબાઇલના ગ્રાહકોને એવી સુવિધા આપી છે કે જો તેમને તેમનો મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર પસંદ ન હોય અથવા તો નેટવર્કમાં વારંવાર મુશ્કેલી ઉભી થતી હોય તો સર્વિસ પ્રોવાઇડર બદલવાની પરમીશન આપવામાં આવે છે. આ સુવિધાને એમએનપી કહેવામાં આવે છે.

રાજ્યના ઘણાં વિસ્તારમાં મોબાઇલ કંપનીઓના નેટવર્કનો ઇસ્યુ હોય છે. લાબાગાળે પણ સર્વિસ પ્રોવાઇડર ઇસ્યુ સોલ્વ કરી શકતા નથી. ટ્રાઇ દ્વારા ગ્રાહકોના હિતમાં મોબાઇલ પોર્ટેબિલિટીની સુવિધા આપવામાં આવી છે, એટલે કે તમારો મોબાઇલ નંબર બદલ્યા વિના તમે સર્વિસ પ્રોવાઇડર બદલી શકો છો.

કોઇપણ મોબાઇલ ગ્રાહક એમએનપી કરાવે છે તો તેને એપ્લિકેશન કર્યા પછી સાત દિવસ સુધી રાહ જોવી પડે છે. સાત દિવસ પહેલાં સર્વિસ પ્રોવાઇડર બદલી શકાતો નથી. હવે કોઇપણ મોબાઇલ ગ્રાહકને બીજા નેટવર્કમાં જવું હશે તો તેનો સમય 7 દિવસથી ઘટાડીને બે દિવસ કરી દેવામાં આવ્યો છે. માત્ર બે દિવસમાં મોબાઇલ ફોનનું સીમ અને કંપની બદલાઇ જશે.

ટ્રાઇ દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે કે હવે 4 થી 10 નવેમ્બર સુધી મોબાઇલ નંબર પોર્ટેબિલિટી કરી શકાશે નહીં. 11મી નવેમ્બરથી પોર્ટેબિલિટી કરી શકાશે જેમાં સર્વિસ પ્રોવાઇડર બદલવામાં માત્ર બે દિવસ લાગશે. તમારે માત્ર હાલના સર્વિસ પ્રોવાઇડરને બદલવા માટે 1900 નંબર પર પોર્ટ મેસેજ કરવાનો રહેશે, ત્યારબાદ નજીકના સર્વિસ પ્રોવાઇડરના સ્ટોર પર જઇને કંપની ચેન્જ કરી શકાશે.

[:]