[:gj]4 લાખ મતદારોએ NOTA આપી રાજકારણીઓ માટે નફરત બતાવી [:]

[:gj]લોકસભાની ચૂંટણીનું ગઈકાલે પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર બીજેપીએ વિજય મેળવ્યો છે. ગુજરાતની 26 બેઠકો ઉપર કુલ થયેલા મતદાનના 62.21 ટકા મતો બીજેપીને, 32.11 ટકા મતો કોંગ્રેસને જ્યારે ત્રીજા ક્રમના 1.38 ટકા મતો NOTA ના ફાળે ગયા છે એટલે કે, NOTA ને રાજ્યની કુલ 26 બેઠકોમાંથી 4,00,941 મતો મળ્યા છે. જેમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ મતો છોટા ઉદેપુરમાં 32,868 મતો, જ્યાર ટકાવારીની દ્રષ્ટિએ દાહોદમાં 31,936 મતો એટલે કે, ત્રણ ટકા મતો NOTA ને મળ્યા છે. જ્યારે સંખ્યા અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછા 6103 મત એટલે કે, 0.5 ટકા મત સાબરકાંઠા બેઠક ઉપરથી NOTA ને મળ્યા છે.
ગુજરાતમાં ક્યાં પક્ષને કેટલા ટકા મત મળ્યા?
ગુજરાતની 26 લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા વિવિધ પક્ષના ઉમેદવારોને મળેલા મત મુજબ સૌથી વધુ મત બીજેપીને 62.21 ટકા, કોંગ્રેસને 32.11 ટકા, નોટાને 1.38 ટકા, બીએસપીને 0.86 ટકા, એનસીપીને 0.09 ટકા, સીપીઆઈને 0.02 ટકા મતો મળ્યા છે. જ્યારે અપક્ષો અને અન્યને 3.34 ટકા મતો મળ્યા છે.

ગુજરાતની 26 લોકસભા બેઠકમાં બેઠક વાઈઝ NOTA ને મળેલા મતો અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

બેઠક કુલ મત NOTA ને મત ટકાવારી

બેઠક  કુલ મત NOTA મત ટકાવારી
અમદાવાદ પૂર્વ 11,16,367 9008 0.81
અમદાવાદ પશ્ચિમ 9,97,024 14719 1.48
અમરેલી 9,09,167 17567 1.93
આણંદ 11,08,661 18392 1.66
બનાસકાંઠા 11,02,081 12728 1.15
બારડોલી 13,48,038 22914 1.7
ભરૂચ 11,49,725 6321 0.55
ભાવનગર 10,41,279 16383 1.57
છોટા ઉદેપુર 12,32,459 32868 2.67
દાહોદ 10,63,212 31936 3
ગાંધીનગર 12,84,090 14214 1.11
જામનગર 10,10,965 7799 0.77
જૂનાગઢ 10,05,225 15,608 1.55
કચ્છ 10,23,198 18,761 1.83
 ખેડા 10,98,633 18,277 1.66
મહેસાણા  10,81,938 12067 1.12
નવસારી 13,08,018 9033 0.69
પંચમહાલ 10,83,676 20133 1.86
પાટણ 11,26,256 14327 1.27
પોરબંદર 9,49,947 7840 0.83
રાજકોટ 11,95,271 18318 1.53
સાબરકાંઠા 12,18,354 6103 0.5
સુરત 10,68,412 10532 0.99
સુરેન્દ્રનગર 10,77,726 8787 0.82
વડોદરા 12,22,348 16999 1.39
વલસાડ 12,60,377 19307 1.53

[:]