[:gj]4000 કરોડની ભાડભૂત યોજના અંતિમ તબક્કામાં [:]

[:gj]ભાડભૂત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લાની જીવાદોરી બની રહેશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણતાના આરે છે : બાબુભાઇ નવલાવાલા
ભાળભુત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લા માટે આશીર્વાદ રૂપ બની રહેશે, તેનો વિરોધ કરનારા લોકોએ જળ સંચયની જરૂરિયાત ને ધ્યાનમાં રાખી ,સર્વના સારા ભવિષ્ય માટે હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ તેવો અનુરોધ રાજ્ય ના મુખ્યમંત્રી ના સલાહકાર, કલ્પસર યોજના અંગેની કોર કમિટીના અધ્યક્ષ અને મૂળ ભરૂચના એવા બાબુભાઈ નવલાવાલાએ ભરૂચ ખાતે ચેનલ નર્મદા ના 20 વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા દ્વિશતાબ્દી કાર્યક્રમ માં કર્યો હતો.

તેમણે જણાવ્યું કે દરિયાના ખારા પાણીને કારણે માછીમારી સહિત, ખેતી અને ભૂતળ જળ ખરાબ થયા છે. દિવસે ને દિવસે આ પરિસ્થિતિ વિકટ બની રહી છે ત્યારે ભાળભુત બેરેજ એક માત્ર લાંબા ગાળાનો ઉકેલ છે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 4250 કરોડના ખર્ચે આ યોજના ને સાકાર કરાશે. આ અંગે ના ટેન્ડર બહાર પાડી ચુક્યા છે. નર્મદા નદીને જીવંત રાખવા ના આ શુભ કાર્યમાં સહુ ભરુચી ઓ જોડાય જેથી ભરૂચ નજીક બંને કાંઠે વહેતી નર્મદાને પુનઃ જોઈ શકાય અને અનેક સમસ્યાઓ નું નિરાકરણ લાવી શકાય. તેમણે ભરૂચ ના હોવાને નાતે તેમની લાગણી ભારોભાર ભરૂચ સાથે જોડાયેલી હોવાનું પણ જણાવ્યું.[:]