[:gj]50 હજાર વારસદારની જમીન નોંધ પડે છે[:]

[:gj]ગુજરાતમાં 50 હજાર અરજીઓ વારસાઈ નોંધ માટે ખેતીની જમીન અંગે આવે છે. જેમાં 90 ટના નોંધ પાડી દેવામાં આવે છે. માતા-પિતાની ગેરહાજરીમાં વારસાઇ હક્ક માટે મહેસૂલ વિભાગે સરળતા કરી છે.  વારસાઇ હક્કના કિસ્સાઓમાં માતા-પિતાની ગેરહાજરીની બાબતોથી વારસદારોમાં કૌટુંબિક વહેંચણીમાં સરળતા થાય તે માટે મહેસૂલ વિભાગ દ્વારા તા.૧૪/૦૩/૨૦૧૬ના રોજ બહાર પાડેલા પરિપત્રથી આ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં ખેતી વિષયક જમીનોમાં સીધી લીટીના વારસદારો હોય ત્યાં દસ્તાવેજ કરવા જરૂરી નથી. પોરબંદર જિલ્લામાં વારસાઇ હક્ક માટે ઇ-ધરા કેન્દ્રોમાં વારસાઇ હક્ક માટે ૩૧/૦૩/૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૩૬૭૩ અરજીઓ આવી હતી જેમાંથી ૩૬૭૩ની નોંધ પાડવામાં આવી છે. ૩૦૮૧ મંજૂર કરવામાં આવી છે અને ૯૮ નામંજૂર કરવામાં આવી છે. નામંજૂરના કારણોમાં અપૂરતા દસ્તાવેજ,પુરાવા, મરણપત્રમાં નામની અસંગતતા, કોર્ટ મેટર જેવી બાબતોનો સમાવેશ થાય છે.[:]