[:gj]7.98 કરોડના વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડથી 7.98 કરોડની છેતરપિંડીમાં એકની ધરપકડ [:]

[:gj]અમદાવાદ,તા:૨૪  વર્ચ્યુઅલ કરન્સીનું હબ બની ગયેલા સુરતમાં વધુ એક વર્ચ્યુઅલ કરન્સીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક્ષીઓ કોઈનના નામે 7.98 કરોડની છેતરપિંડી આચરીને કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મસમોટા કૌભાંડ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સુરતના એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે.

બિટકોઈન કૌભાંડ બહાર આવ્યા બાદ સમયાંતરે અલગ અલગ કોઈને કોઈ વર્ચ્યુઅલ કરન્સીના કૌભાંડો સુરતમાંથી બહાર આવી રહ્યા છે. જેમાં આ અક્ષીઓ કોઈન નામનું વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડ સુરતમાં 11મું કૌભાંડ છે.

આ અગાઉ બિટકોઇન, બિટકનેક્ટ, ડિકાડો, બીએસએસ, રિગલ, ટોરસ, એનસીઆર, ગારનેટ, એક્ષીઓ સહિત 11 વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડ અંગે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ એક્ષીઓ કોઈનના નામે 7.98 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઈમમાં નોંધાવવામાં આવી છે. જે અંગે સીઆઇડી ક્રાઈમ દ્વારા સુરતના ચંદ્રેશ ઉર્ફે જિમ્મી પ્રવીણ કોટડિયા (રહે. હેપ્પી બંગલોઝ, વસંત ભિખાની વાડી પાછળ, ત્રિકમનગર સોસાયટી પાસે, વરાછા, સુરત, મૂળ રહે. અમરનગર, તા. જેતપુર, જિ. રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી છે. આ એક્ષીઓ કોઈન વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડમાં 500થી વધુ રોકાણકારો દ્વારા રૂ. 7.98 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. સીઆઇડી ક્રાઈમ દ્વારા આ આરોપી ચંદ્રેશ ઉર્ફે જિમ્મી પ્રવીણ કોટડિયાની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.[:]