[:gj]720 કરોડના નવા એસજી હાઈવે પર ટોલ વેરો નહીં હોય [:]

[:gj]ગાંધીનગર થી સરખેજ જવું હોય તો માત્ર 30 કિલોમીટરનું અંતર કાપતાં એક કલાક લાગે છે પરંતુ હવે એવું નહીં થાય. હાલ ડગલે ને પગલે સ્પીડબ્રેકર અને ટ્રાફિક સિગ્નલ ધરાવતો આ રાજમાર્ગ સુપર ફાસ્ટ હાઇવે બની જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે એસજી હાઇવે તરીકે ઓળખાતા આ માર્ગનું એક્સપાન્સન કરવાનું નક્કી કર્યું છે જેનો ખર્ચ 720 કરોડ નક્કી કરવામાં આવ્યો છે પરંતુ તેના ખર્ચમાં વધારો થઇ શકે છે. આ મોડલ માર્ગ પર ટોલટેક્સ લેવાની ભલામણ આપણા સરકારી બાબુઓએ કહી હતી પરંતુ પોલિટીકલ નિર્ણયમાં ટોલટેક્સ લેવાની બાબતનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. એટલે કે આ સુપરફાસ્ટ માર્ગ પર ટોલટેક્સ નહીં લેવાય. કેન્દ્ર સરકારે જ નક્કી કર્યું છે કે આ હાઇવે પર કોઇ ટોલટેક્સ લેવામાં નહીં આવે. ગાંધીનગર થી સરખેજ જવું હોય તો હાલ એક કલાક જેટલો સમય લાગે છે જે અંતર ઘટીને 40 મિનીટનું થઇ શકે છે. હાઇવે પર પાંચ જગ્યાએ ફ્લાય ઓવરબ્રીજ બનાવવાનું આયોજન છે. જાણીને નવાઇ લાગશે કે આ માર્ગ પરથી પ્રતિદિન એક લાખ વાહનો અવર-જવર કરતા હોય છે, કારણ કે આ માર્ગ સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ છે. યોગગુરૂ બાબા રામદેવ તો માર્કેટ ગુરૂ છે… બાબા રામદેવ માર્કેટ ગુરૂ બની ગયા છે. ક્યારે કેવી રીતે શું વેચવું તે સારી રીતે જાણે છે. ભારતમાં તો ખેડૂતોને ગાયનું દૂધ 45 રૂપિયે લીટર વેચવામાં ફાંફાં પડી રહ્યાં છે ત્યારે બાબા રામદેવની પતંજિલ કંપની 90 રૂપિયે લીટર ગૌમૂત્ર વેચી રહ્યાં છે. આ ને કહેવાય કથીરમાંથી સોનું પેદા કરવું… આ કંપની લીમડાના પાનનું માર્કેટીંગ પણ સારી રીતે કરી જાણે છે. ફોર્બ્સ મેગેઝિને તાજેતરમાં જ દેશના ધનિકોની યાદી બહાર પાડી હતી જેમાં પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ 35500 કરોડ રૂપિયાના માલિક બન્યા છે. એક વર્ષમાં તેમની દોલતમાં બે ગણો વધારો થયો છે. બાબા રામદેવની આ કંપનીમાં બાલકૃષ્ણનો હિસ્સો 98.6 ટકા છે. આ કંપની હર્બલ, એફએમજીસી અને ટેક્સટાઇલ સહિતની અનેક પ્રોડક્ટ્સનો વેપાર કરે છે. આ ધનિક ભારતમાં 48 નંબરે અને વિશ્વમાં 274ના સ્થાને આવે છે. પતંજલિ આયુર્વેદની સ્થાપના 2006માં કરવામાં આવી હતી. આ કંપનીમાં બે લાખ લોકો કામ કરે છે. આ કંપનીની રેવન્યુ 2010-11માં માત્ર 320 કરોડ રૂપિયા હતી જેમાં 2014 પછી ક્રમશ ત્રણ-ત્રણ ગણો વધારો થતો ગયો છે. આ કંપનીની રેવન્યુ 2017-18માં 1.7 બિલિયન ડોલર એટલે કે 12000 કરોડ હતી જે વધીને માર્ચ-2018માં 20 હજાર કરોડને ક્રોસ કરી રહી છે. સરકારી મહેમાન આલેખન ગૌતમ પુરોહિત gpurohit09@gmail.com[:]