8 કરોડના પાણી કૌભાંડમાં સ્‍ટે હટાવવા હાઈકોર્ટમાં પોલીસની રીટ

અમરેલીમાં 8 વર્ષ જુના આઠ કરોડ ઉપરાંતના પાણી પુરવઠા વિભાગના ભ્રષ્‍ટાચાર કૌભાંડમાં પોલીસે તત્‍કાલીન મુખ્‍ય ઈજનેરની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્‍ડ દરમિયાન વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્‍યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્‍યો છે. અન્‍ય આરોપીઓની ધરપકડ માટે પોલીસે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્‍યા છે.

આ અંગેની વિગતો મુજબ અમરેલી પાણી પુરવઠા વિભાગમાં આજથી આઠ વર્ષ પહેલા ટેન્‍ડર વગર કોન્‍ટ્રાકટ આપીને કરવામાં આવેલા સાડા આઠ કરોડના ભ્રષ્‍ટાચારના કૌભાંડમાં 1ર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. અને આરોપીઓએ જે તે સમયે કોર્ટમાં જઈને ધરપકડ સામે સ્‍ટે મેળવ્‍યો હતો. તપાસ દરમિયાન તત્‍કાલીન મુખ્‍ય ઈજનેરનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ અંગેની વધુ વિગતો આપતા અમરેલીના એસ.પી. નિર્લિપ્‍ત રાયે જણાવ્‍યું કે, મુખ્‍ય ઈજનેરના બે દિવસના રિમાન્‍ડ દરમિયાન પોલીસે તેની પાસેથી આ સમગ્ર કૌભાંડના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્‍યા છે. અને કરોડની રકમના ચેક પર કરવામાં આવેલી સહીના નમૂનાઓ એકફએસએલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્‍યા છે. આ ઉપરાંત અન્‍ય 1ર થી વધુ આરોપીઓની ધરપકડ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્‍ટે છે તે હટાવવા માટે અમરેલી એસ.પી. દ્વારા હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાંઆવી છે. અને સ્‍ટે હટાવવા માટેની માંગણી કરવામાં આવી છે.