મનોજ પનારાએ સી.કે.પટેલ વચ્ચે સમાધાન
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ હાર્દિક અને તેની માંગણીઓને લઈને રાજનીતિ ગરમાઇ ગઈ છે. હાલ મળી રહેલા અહેવાલ મુજબ પાસ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સીકે પટેલ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જો કે, હાલ મનોજ પનારાએ સીકે પટેલ સહિત પાટીદાર આગેવાનોની માફી માંગી લેતા વિવાદનો અંત આવી ગયો છે.
તો બીજી બાજુ ખોડલધામના નરેશ પટેલે આવતી કાલે રવિવારે સરકાર સાથે બેઠક થવાની વાતને લઇને સ્પષ્ટતા કરી છે. નરેશ પટેલે સરકાર સાથે બેઠકની વાતને એક અફવા ગણાવી હતી. જેના પગલે નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારી સરકાર સાથે આવતી કાલે કોઇ બેઠક નથી. સરકાર સાથે બેઠક છે એ માત્ર અફવા છે. મારી સરકાર સાથે બેઠક હશે તો હું ચોક્કસ જાણ કરીશ.
હાલ અમદાવાદના ઉમિયા કેમ્પસમાં પાસ અને પાટીદાર સંસ્થાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. પાટીદારની 6 સંસ્થાઓના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં મનોજ પનારા સહિત પાસના કન્વીનરો અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સી.કે. પટેલ સહિત છ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. હાર્દિક પટેલની માંગણીઓને લઇને શું કરવું એ અંગે બેઠકમાં ચર્ચા થઇ રહી છે.
પનારાએ માફી માંગ્યા બાદ જણાવ્યું હતું કે, સંસ્થા અમારા મા-બાપ સમાન છે. મંત્રીમંડળના તમામ લોકો અમારા માટે આદરણનીય જ છે. ઉમિયા કેમ્પસમાં મળેલી મીટિંગમાં ધાર્મિક સંસ્થાઓના આગેવાન સાથે અમારી માંગ્ણીઓને લઈને ચર્ચા થઈ હતી. અમારી વચ્ચે વ્યક્તિગત મતભેદ ક્યાંક હોઈ શકે છે, પરંતુ મનભેદ નથી. માફી માંગ્યા બાદ પનારાએ કહ્યું કે, સી.કે.પટેલે કહ્યું તુ મારા દીકરા જેવો છે. સી.કે. પટેલ મારાથી નારાજ નથી. સંસ્થાઓને આધારે સમાજ ટકેલો છે. આજે વડીલોએ સ્વીકાર્યુ કે અમારાથી ભૂલ થઈ છે. અમે આજે મોટું મન રાખીને વડીલોને મળવા ગયા છીએ.
તમને જણાવી દઈએ કે, પાસ કન્વિનર મનોજ પનારાએ તાજેતરમાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનના સી.કે. પટેલને સરકારના દલાલ ગણાવતી ટિપ્પણી કરી હતી. જેના પગલે સી.કે. પટેલ સહિત આગેવાનોએ હાર્દિક પટેલના આંદોલનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. આમ પાસ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે એક વિવાદ ઊભો થયો હતો. જોકે પનારાએ માફી માંગી લેતા વિવાદનો અંત આવી ગયો છે
હાર્દિક પટેલે પોતાના ઘરે જશે
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હવે હાર્દિક પટેલે ફરી પોતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાર્દિક આજે મોડી સાંજ સુધીમાં અથવા તો આવતીકાલે હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના નિવાસસ્થાને જવા માગે છે. જો કે, પાસના સભ્ય નિખિલ સાવાણીએ આવી કોઈ બાબત અંગે નિર્ણય ન લેવાયો હોવાનું જણાવ્યું છે. ડોક્ટરો દ્વારા એક દિવસ વધુ હોસ્પિટલમાં રોકાઈને તબિયત સુધારા પર લાવવા જણાવ્યું હોવાનું પાસ સમિતિએ જણાવ્યું છે.
હાર્દિક પટેલને લઈને દિવસેને દિવસે રાજનીતિ ગરમાઇ રહી છે. હાર્દિકને પારણાં કરાવવા માટે કોણ મધ્યસ્થી કરશે એ ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, હવે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના મામલે બેઠક યોજાવાની વાત સુત્રો પાસેથી મળી રહી છે. આવતી કાલે રવિવારે ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. સરકારે બનાવેલી કમિટી સાથે ચર્ચા કરવામાં આવશે.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આજે 15મો દિવસ છે. બાદમાં રાત્રે તેને શહેરની SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે શનિવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ જેડીયુના ભૂતપૂર્વ નેતા શરદ યાદવે હાર્દિકની મુલાકાત લીધી હતી. DMK નેતા એ રાજા હાર્દિક પટેલને મળ્યાં હતાં.
નરેશ પટેલને સરકારે આમંત્રણ આપ્યું નથી
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાર્દિકે પાણી પીધું છે પરંતુ હાર્દિકના ઉપવાસ ચાલું હોવાનું પાસ દ્વારા કહેવામાં આવ્યું હતું.
બીજી તરફ હાર્દિક પટેલના પારણાં કરાવવા માટે કોણ મધ્યસ્થી કરશે એ ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા. જોકે, હવે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના મામલે બેઠક યોજાવાની વાત સુત્રો પાસેથી મળી રહી છે. આવતી કાલે રવિવારે ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. સરકારે બનાવેલી કમિટી સાથે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં મધ્યસ્થી નરેશ પટેલ નેતૃત્વ કરશે એવું સુત્રો જણાવી રહ્યા છે.
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આજે 15મો દિવસ છે. બાદમાં રાત્રે તેને શહેરની SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે શનિવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ જેડીયુના ભૂતપૂર્વ નેતા શરદ યાદવે હાર્દિકની મુલાકાત લીધી હતી. DMK નેતા એ રાજા હાર્દિક પટેલને મળ્યાં હતાં.
આચાર્ય પ્રમોદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ આમરણાંત ઉપવાસી હાર્દિકને મળવા માટે એસજીવીપી હોસ્પિટલ પહોંચ્યા હતા. હાર્દિકને મળીને આચાર્ય પ્રમોદ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે સ્વામી અગ્નિવેશે તેની લડાઈને જુસ્સાથી લડવા માટે પ્રસંશા કરી હતી.
લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. મુલાકાતે આવેલા શરદ યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું.
ઉપવાસથી સહાનુભૂતી ન મળી
હાર્દિક પટેલ પહેલા પાટીદારોને અનામત અને હવે ખેડૂતોની દેવા માફીની માંગણીને લઈને સરકારની સામે પડ્યો છે. આ માટે હાર્દિક છેલ્લા 15 દિવસથી ભૂખ્યા રહીને આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આ દરમિયાન તેનું વર્તન પણ કંઈક અંશે સ્વચ્છંદી બની ગયું હોવાનું જાણવા મળે છે.
છેલ્લા કેટલાક સમયથી હાર્દિક રાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યો હોઈ તેના જ સમાજના મોભીઓની વાત પણ માનતો નથી. પાટીદાર સંસ્થાઓનું અને મોભીઓની વાત તો જાણે ઘોળીને પી જાય છે. હાર્દિક વાત ના માની જાહેરમાં અપમાન કરી રહ્યો હોવાની અનુભુતી પાટીદાર સમાજના મોભીઓને થતી હોવાનું જણાઈ આવે છે. તે પાટીદાર સમાજના ધાર્મિક ટ્રસ્ટોની વાતને પણ તાબે થતો નથી.
પાટીદાર સમાજના નેતાઓની વાત ના માની હાર્દિકે પાણી ના પીધું. ત્યાર બાદ તે ગઈ કાલે સ્વેચ્છાએ જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. હોસ્પિટલમાં પણ તે ઉપવાસ ચાલુ રાખવાનું જ રટણ રટ્યે રાખે છે.
સમાજમાં એવો પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, હાર્દિકને નિરાકરણ નહીં તમાશામાં રસ છે. હાર્દિકના કારણે પાટીદારોને કોઈ જ ફાયદો ન થયાનો સમાજનો સુર છે. તેવી જ રીતે ઉપવાસથી વ્યાપક સહાનુભૂતીની હાર્દિકની આશા નિષ્ફળ નિવડતી જણાય છે
રાષ્ટ્રીય નેતા સામે પ્રાદેશિકનેતાઓની અવગણના
પંદર દિવસના આમરણાંત ઉપવાસમાં બે વખત જળત્યાગ કર્યા પછી ગણતરીના દિવસોમાં બન્ને વખત જળત્યાગનો અંત પાસના નેતા હાર્દિક પટેલ પોતાના ઉપવાસનું ધાર્યું પરિણામ ન આવતાં અધીરો બન્યો છે એવો સંકેત આપે છે. સાથે સાથે માત્ર અન્ય પાટીદાર સંગઠનો જ નહીં પરંતુ નિષ્ઠવાન પાટીદાર નેતા તરીકે જેની ગણતરી થાય છે એવા નરેશ પટેલના હાથે બીજી વાર જળત્યાગનો અંત લાવવાને બદલે તેના માટે હાર્દિકે શરદ યાદવ જેવા રાષ્ટ્રીય નેતાની પસંદગી કરી તે બાબત હાર્દિક હવે પોતાને પ્રાદેશિક નહીં પરંતુ રાષ્ટ્રીય નેતા ગણવા લાગ્યો છે એવું માનવા પણ પ્રેરે છે.
વાત અહીં અટકતી નથી. ૨૦૧૭ની ચૂંટણી સમયે રાજકારણથી પોતાની જાતને અલિપ્ત રાખનાર અને પાટીદાર સમાજમાં અત્યંત આદરભાવ ધરાવતા નરેશ પટેલ શુક્રવારે હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનવાના ઇરાદા સાથે નીકળ્યા ત્યારે સમાચાર માધ્યમોમાં તેઓ હાર્દિકની મુલાકાત લીધા પછી મુખ્યમંત્રીને પણ મળશે એવી અટકળો જોરશોરથી ચાલતી હતી. જોકે આ પાટીદાર નેતાને માત્ર દસેક મિનિટનો સમય ફાળવી હાર્દિક સ્વેચ્છાએ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો તે પછી નરેશ પટેલ મુખ્યમંત્રીને તો નહોતા જ મળ્યા પણ તેઓ પત્રકારોને હાર્દિક સાથેની મુલાકાત અંગે શું જવાબ આપવો તેની સ્થિતિમાં પણ ન હતા. જ્યારે આજે ગુજરાતમાં બહુ ઓછા જાણીતા અન્ય રાજ્યના સંત આચાર્ય કૃષ્ણમે હાર્દિકની મુલાકાત લીધી તે પછી તેમણે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે સરકાર સકારાત્મક રીતે વાટાઘાટો કરશે તો હાર્દિક પારણા કરી લેશે.
હાર્દિકની આવી રણનીતિ જ નહીં તેની ત્રણ માંગણીનો પ્રકાર પણ હાર્દિકના એજન્ડા સામે શંકા પ્રેરે છે એવી ચર્ચા છે. પાસના નેતાનની ત્રણ મુખ્ય માંગણી પાટીદારો માટે અનામત, ખેડૂતોના દેવાની માફી અને રાજદ્રોહના કેસમાંથી અલ્પેશ કથીરિયાની મુક્તિ છે. સરકારની દલીલ માની લઇએ તો સુપ્રિમના ચુકાદા મુજબ પાટીદારોને અનામત શક્ય નથી, પણ જો આ દલીલ ખોટી હોય તો કઇ રીતે અનામત આપી શકાય તે અંગે હાર્દિક કંઇ કહેતો નથી. ખેડૂતોને દેવા માફીની વાત કરતો હાર્દિક ગુજરાતના ખેડુતોને માથે કેટલું દેવું છે તેનો આંકડો જાણતો નથી, કારણ કે અનેક વખત પત્રકારોએ આ પ્રશ્ન પૂછયો ત્યારે હાર્દિકે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું છે. છેલ્લી માંગ અલ્પેશ કથીરિયાની રાજદ્રોહના કેસમાંથી મુક્તિ એ ન્યાયતંત્રને આધીન બાબત છે. આમ આ ત્રણે માગ તર્કસંગત હોવાનું સાબિત કરવાથી હાર્દિક ચાલાકીપૂર્વક દુર રહેછે, જેથી હાર્દિક પાટીદાર સમાજને હથેળીમાં ચાંદ બતાવી રહ્યો હોય એમ માનવાને કારણ મળે છે.
આમરણાંત ઉપવાસ માટે હાર્દિકે ૨૦૧૫માં ૨૫માં ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડમાં મળેલી અભૂતપૂર્વ સભાને ત્રણ વર્ષ પૂરા થયા તે દિવસને પસંદ કર્યો હતો. આ સભામાં આશરે પાંચ લાખ લોકો એકત્ર થયા હોવાનો અંદાજ છે. સ્વાભિવક રીતે આવું જનસમર્થન પુનઃ પ્રાપ્ત કરવાના ઇરાદાથી જ હાર્દિકે ઉપવાસ માટે આ દિવસ પસંદ કર્યો હોય. જોકે ઉપવાસનો પ્રારંભ કર્યો ત્યારે તો હાર્દિકને મળેલું જનસમર્થન નહીં બરોબર હતું, પરંતુ જેમ જેમ ઉપવાસ લંબાતા ગયા અને હાર્દિકની કથળતી તબિયતના સમાચાર પ્રગટ થતા ગયા તેમ તેમ આ સમર્થનમાં થોડો વધારો થતો ગયો. આવા સંકેત પછી પણ પાટીદાર સંસ્થાઓ કે નરેશ પટેલને ગંભીરતાથી નહીં લેનાર હાર્દિક કદાચ એ વાત ભૂલી ગયો કે ૨૦૧૫માં હાર્દિકને પાટીદાર સમાજનું સમર્થન અતૂટ વિશ્વાસનું પ્રતિક હતું, જ્યારે હાલમાં સમર્થનમાં થયેલો થોડો ઘણો વધારો વિશ્વાસ કરતા સહાનૂભૂતિના મોજા પર સવાર હતો.
પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારથી જ પ્રેશર ટેક્ટિસ માટે જાણીતા હાર્દિકે જળત્યાગને નામે આ વખતે બે વાર આ ટેક્ટિસનો ઉપયોગ કર્યો હતો. જોકે મહાભારતનું યુદ્ધ થયું તે પહેલાં કૃષ્ણ ભગવાન સાથે પાંચ પાંડવોએ દુર્યોધન પાસે જઇ પાંચ ગામ માગ્યા હતા, પણ જીદ્દી દુર્યોધને પાંચ ગામ તો શું સોઇની અણી જેટલી જમીન આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પરિણામે દુર્યોધનને પોતાનું સંપૂર્ણ ગુમાવવાનો વારો આવ્યો હતો. કંઇક આવો જ જીદ્દી સ્વભાવ ધરાવતો હાર્દિક પોતાનો સ્વકેન્દ્રિ સ્વભાવ નહીં છોડે તો તેનીપોતાની સૌથી મોટી તાકાત એવું જનસમર્થન ગુમાવવાનો વારો આવે તો નવાઇ નહીં.
શરદ યાદવે પાણી પીવડાવ્યું
ખેડૂતોનાં દેવાં માફી અને પાટીદારોને અનામતના મુદ્દે છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને ગઇકાલે સોલા સિવિલથી મોડી રાત્રે એસજીવીપી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આશરે 11.30 વાગ્યાની આસપાસ સમાજવાદી પાર્ટીના નેતા શરદ યાદવે હાર્દિકની મુલાકાત લીધી હતી અને હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. જો કે હાર્દિકને મળવા આવતા પહેલા ટ્વિટ કરી શરદ યાદવે જણાવ્યું હતું કે આ યુવાન છોકરો દેશમાં આવી રહેલી આપત્તિઓ સામે લડી રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવું જરૂરી છે.
આ સાથે આજે સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ ધર્મેન્દ્ર યાદવ, ડીએમકેના નેતા એ. રાજા અને ઇલિયાસ આઝમી, સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ, આચાર્ય પ્રમોદકૃષ્ણમ અને આમ આદમી પાર્ટીના એમએલએ કર્નલ દેવેન્દ્ર શેરાવત હાર્દિક પટેલની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે હાર્દિક પટેલ સાથે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત કરી હતી.
આ યુવાન છોકરો આપત્તિઓ સામે લડે છે: શરદ યાદવ
તો બીજી તરફ હાર્દિકે હોસ્પિટલમાં દાખલ થયા બાદ જણાવ્યું હતું કે તેના ઉપવાસ હજુ પણ ચાલુ છે. એસજીવીપી હોસ્પિટલમાં તેના એલએફટી, આરએફટી, પીબીસી, યુરિન, સોનોગ્રાફી, ઇસીજી અને ઇકો સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે તેના તમામ રિપોર્ટસ નોર્મલ આવ્યા છે. જો કે હાર્દિકના આમરણ ઉપવાસ હજુ યથાવત હોવાનું રટણ તેણે કર્યું હતું.
હાર્દિક હાર્યો
પાટીદાર અનામત અને ખેડૂતોના પ્રશ્ને ઉપવાસ આંદોલન કરનારા હાર્દિક પટેલને વાસ્તવમાં પ્રશ્નોના ઉકેલ કરતાં રાજકીય તમાશો સર્જવામાં જ રસ હોવાનું પુરવાર થઇ ગયું છે. છેલ્લા કેટલાય દિવસોથી પાટીદાર સમાજની ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓએ પણ હાર્દિકની તબિયતની ચિંતા કરીને રાજ્ય સરકાર સાથે મધ્યસ્થી માટે પ્રયાસો કરી જોયા હતા. પરંતુ, પોતે હવે રાષ્ટ્રીય નેતા બની ચૂક્યો હોવાના મિથ્યાભિમાનમાં રાચતા હાર્દિકે ખોડલધામ સહિતની પાટીદાર સંસ્થાઓ તથા તેના મોભીઓને પણ છોભીલા પાડી મધ્યસ્થી સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. હવે છેવટે હાર્દિકે જાતે જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું પડ્યું છે અને છેવટે આ પ્રકરણમાં પાટીદારોને કોઇ ફાયદો થયો નથી તેવો રોષભર્યો સૂર સમાજમાં ઉચ્ચારાઇ રહ્યો છે. .
હાર્દિકે કદાચ એવી ગણતરીથી ઉપવાસ શરૂ કર્યા હતા કે તેના ઉપવાસને ટેકો આપવા સમગ્ર દેશભરમાંથી ભાજપ સિવાયના પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ઉમટી પડશે અને ગુજરાતના ગામેગામ પાટીદાર યુવાનોના ટોળાં તેનાં સમર્થનમાં રોડ પર ઉતરી આવશે. પરંતુ, તેવું કશું બન્યું ન હતું. કોંગ્રેસના કે અન્ય બિનભાજપ પક્ષોના પણ કોઇ રાષ્ટ્રીય કદના મોટા નેતાએ હાર્દિકની ઉપવાસ છાવણીની મુલાકાત લેવાની દરકાર કરી ન હતી. મોટાભાગના નેતાઓએ માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જીતનરામ માંઝી કે યશવંતસિંહા જેવા રાજકીય કારકિર્દીના અસ્તાચળ તરફ ધસી ચૂકેલા નેતાઓના સમર્થનથી હાર્દિકને કોઇ ખાસ મોટો રાજકીય ફાયદો પણ થતો દેખાયો ન હતો. કોંગ્રેસે હાર્દિકના ટેકામાં ધરણાંની જાહેરાત કરી હતી પરંતુ કોંગ્રેસના ધરણાંનો હેતુ હાર્દિક કે પાટીદાર સમાજને સમર્થન નહીં પરંતુ વિપક્ષ તરીકે પોતાની નોંધ લેવડાવવાનો જ વધારે હોવાથી આ ધરણાં કોઇ અસર ઉભી કરી શક્યાં ન હતાં.
બીજી તરફ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં કેટલાંક ગામો અને સુરતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં રાજ્યભરમાં ક્યાંય હાર્દિકના ઉપવાસને સમર્થનનો સળવળાટ પણ વર્તાયો ન હતો. અમદાવાદના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં અગાઉ બે વર્ષ પહેલાંના પાટીદાર આંદોલન વખતે જે ભારે આક્રોશ દેખાયો હતો તેના દસમા ભાગનો ધૂંધવાટ પણ આ વખતે વર્તાયો ન હતો. મોડે મોડે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રની કેટલીક સંસ્થાઓ હાર્દિકની માગણીઓના ટેકામાં નહીં પરંતુ તેની તબિયતની ચિંતા કરવા માટે મેદાને આવી હતી. તેમણે રાજ્ય સરકાર સાથે મધ્યસ્થી માટે હિલચાલ પણ કરી હતી. પરંતુ, પોતે હવે આ સંસ્થાઓથી પણ મોટું કદ ધરાવતો રાષ્ટ્રીય નેતા બની ચૂક્યો હોવાની હવામાં આવી ગયેલા હાર્દિકે પાટીદાર સમાજમાં બહુ સન્માનીય સ્થાન ધરાવતી આ સંસ્થાઓને પણ ધુત્કારી કાઢી હતી. નરેશ પટેલ જેવા ખોડલધામના અગ્રણીએ મધ્યસ્થી માટે હિલચાલ હાથ ધરી તો હાર્દિકે તેમને પણ ભોંઠા પાડી સમાધાન માટે નનૈયો ભણ્યો હતો.
હાર્દિકે જે મુદ્દા માટે ઉપવાસ શરૂ કર્યા હતા તેનો કોઇ રાતોરાત તો ઉકેલ આવે તેમ છે નહીં. તે માટે છેવટે તો સરકાર સાથે બેસીને રચનાત્મક રીતે મંત્રણા કરવાનો જ વિકલ્પ અજમાવવો પડે. સરકાર સીધેસીધી હાર્દિકને એટલું મહત્વ આપવા તૈયાર નથી. પરંતુ પાટીદાર સમાજનાં હિત ખાતર પાટીદાર ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ હાર્દિક અને સરકાર બંનેની અડગતા સચવાઇ રહે તે માટે મધ્યસ્થી બનવા સકારાત્મક પહેલ કરી જોઇ હતી. પણ હાર્દિકે જે રીતે આ તમામ પહેલને નકારી કાઢી તેનાથી પાટીદાર સમાજમાં એવી છાપ સર્જાઇ છે કે હાર્દિકને ઉકેલ કરતાં પોતાનું કદ વધારવા માટે ઉપવાસના રાજકીય તમાશાને લંબાવવામાં જ વધારે રસ છે. પરંતુ, ઉપવાસને લંબાવવાની શારીરિક ક્ષમતાની પણ એક મર્યાદા હોય છે. આ મર્યાદા ખૂટી જતાં હાર્દિકે આખરે મોઢું લાલ રાખીને સહીસલામત રીતે હોસ્પિટલનું બિછાનું પકડી લેવાનું મુનાસિબ માન્યું છે. આ પ્રકરણમાં સરવાળે હાર્દિકને કે પાટીદાર સમાજને કોઇ ફાયદો થયો નથી. ઉલ્ટાનું પાટીદાર સમાજનું રાજકીય કે સામાજિક દબાણ ઊભું કરવાની વધુ એક તક સરી ગઇ છે.