[:gj]80 કંપનીઓના ઉઠમણા[:]

[:gj]ગુજરાતમાં છેલ્લા બે દસકામાં ૮૦થી વધુ કંપનીઓ માર્કેટમાં આવી એને લોકોને ઊંચા વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને રફુચક્કર થઈ ગઈ છે. મધ્યગુજરાતમાં આવી જ વધુ એક કંપનીએ ઓફિસો ખોલીને ઉંચા વળતરની લાલચ આપીને રોકાણકારોને રોવડાવ્યા છે. આ HVN રિયાલટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા લિમિટેડ કંપનીએ ગુજરાતમાં ૧૫૦ કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ છે.

સીઆઈડી ક્રાઈમના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, HVN રિયાલટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા લિમિટેડ કંપની વડોદરા, દાહોદ, ગોધરા, જસદણ, મોડાસા, બોડેલી અને દાહોદમાં ઓફિસો ખોલીને રોકાણકારોને ઉંચુ વળતર આપવાની લાલચ આપી હતી.જેમાં હજારો રોકાણકારોએ મોટી રકમ કંપનીમાં રોકાણ કર્યુ હતુ. જેમાં પ્રથમ રોકાણ કરનારાઓને કંપનીએ લાભ પણ આપ્યો હતો. જેના લીધે અન્ય રોકાણકારોઓએ કંપનીમાં મોટું રોકાણ કર્યુ હતુ. કંપની પાસે રૂ.૧૫૦ કરોડથી વધુની રકમ આવી જતા તમામ ઓફિસો બંધ કરીને રફુચક્કર થઈ ગયા હતા. જેની જાણ સીઆઈડી ક્રાઈમે થતા પાંચ ટીમો બનાવીને મધ્ય ગુજરાત સહિત HVN રિયાલટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા લીમીટેડ કંપનીની ઓફિસોમાં દરોડા પાડયા હતા.જેમાં સંખ્યાબંધ દસ્તાવેજો, કમ્પ્યૂટરો, સીપીયુઓ સહિતની વસ્તુઓ કબજે લીધી હતી. જો કે, HVN રિયાલટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડીયા લીમીટેડ કંપનીના માલિકો રફુચક્કર થઈ ગયા છે. સીઆઈડી ક્રાઈમે HVN રિયાલટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા  લિમિટેડ કંપની દ્વારા ખરીદવામાં આવેલી મિલ્કતોની તપાસ હાથ ધરી છે.

ક્યાંથી શું જપ્ત કરાયું ?

મોડાસામાંથી ૧૨ સીપીયુ ૭ રજિસ્ટર એકાઉન્ટ અને સ્લીપો, ગોધરામાંથી ૨ સીપીયુ ૨૮ રજિસ્ટર એકાઉન્ટ, બોડેલીમાંથી ૨સીપીયુ ૧૮ રજિસ્ટરો ,૧૧૫૦ મેચ્યુરીટી સર્ટીફીકેટ,૫૦૦ મેચ્યુરીટી સ્લીપો, દાહોદમાંથી ૧ સીપીયુ ૧૬ રજિસ્ટરો મેચ્યુરીટી ફોર્મ ૬,વડોદરામાંથી ૩ સીપીયુ ૧ડીવીઆર, ૧ લેપટોપ, ૧ સર્વર ,૨૦૦૦ નંગ મેચ્યુરીટી પોલીસી રસીદો એપ્લીકેશન ફોર્મની બુકો, મેચ્યુરીટીના ચેકો અને ૨૫ હિસાબના ચોપડા મળી આવ્યા છે.

બે દસકામાં ૮૦થી વધુ કંપનીઓએ કરોડો ખંખેર્યા

છેલ્લા બે દસકામાં રાજયમાં ૮૦થી વધુ કંપનીઓ દ્વારા એક કા તીન આપવાની લાલચો આપીને લાખો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા.જેમાં આજદિન સુધી એકપણ રોકાણકારને નાણાં મળ્યા નથી. સીઆઈડી ક્રાઈમ દ્વારા જી.પી.આઈ.ટી એકટ ૨૦૦૩ની કલમ ૩ મુજબ કાર્યવાહી વર્ષ ૨૦૧૭માં કરવામાં આવતા લેભાગુ કંપનીઓ અને તેના કર્તાહર્તાઓ ભૂર્ગભમાં ચાલ્યા ગયા છે. આ જી.પી.આઈ.ટી એકટની કલમ ૨૦૦૩માં રોકાણકારો સાથે ઠગાઈ આચરનારની મિલકતો જપ્ત કરીને ગૃહવિભાગની મંજૂરી મેળવીને હરાજી કરી શકે છે અને તેમાંથી જે નાણાં ઊપજે તે રોકાણકારોને આપવામાં આવે.[:]