[:gj]ABVPના સંમેલનમાં કોર્યકરોની પાંખી હાજરી [:]

[:gj]અમદાવાદ ખાતે ૬૪ માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન ચાલું થયું છે. જેમાં ધારણા કરતાં એકદમ પાંખી હાડરી જોવા મળી હતી. વિદ્યાર્થીઓતો ક્યાં જોવા મળતાં ન હતી.  ભાજપની કાર્યપધ્ધતિ જ તેની તાકાત છે અને એટલે જ કાર્યકર્તાઓ સર્વવ્યાપી બની રહ્યા છે તેમ મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ જણાવ્યું હતું.
ત્રણ દિવસ ચાલનારા ગુજરાત પ્રદેશ અધિવેશનમાં તેમણે વધુમાં જણાવ્યું કે, આ અધિવેશનમાં ઉપસ્થિત રહી રીચાર્જ થવાય છે. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓના જીવન ઘડતરમાં- વ્યક્તિત્વ વિકાસમાં સંગઠનનો બહુ મોટો ફાળો છે. અને તેના પરિણામે આજે સમાજના અનેક ક્ષેત્રોમાં મહત્વના પદ પર વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ છે.
ઉપસ્થિત સંગઠનના સૌ ભાઇ-બહેનોને સર્વ દિશાઓમાંથી વ્યાપ વધારવા અને કામોની સફળતાપૂર્વક પૂર્ણતાની વ્યવસ્થા ઉભી કરવાની લાગણી વ્યક્ત કરી હતી અને અધિવેશનમાં કર્તવ્ય નિભાવવા તથા એકબીજાને મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે તમામ પડકારોનો સફળતાપૂર્વક પાર પાડવા અનુરોધ કર્યો હતો. [:]