અમદાવાદ, 5 જૂલાઈ 2020
ટાટા નેનોથી લઈને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા તે તમામ નિષ્ફળ સાબિત થયા છે. હવે તેમાં રૂ.600 કરોડનું આંધણ કર્યા પછી ભાવનગર દહેજ વચ્ચેની રોરો ફેરી સર્વિસ બંધ કરી દેવી પડી છે. 2017માં શરુ થયેલી રોરો ફેરી સર્વિસ શરૂઆતથી ડચકા ખાતી રહી છે. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો છેલ્લો પ્રોજેક્ટ પણ આ રીતે નિષ્ફળ ગયો છે. મોદીએ અહીં 3 વખથ કલ્પસરનો પાયો નાંખ્યો છે. નાળિયેળ નાંખ્યું છે. છતાં તે પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી. જો કલ્પસર થયું હોત તો તેનાથી સૌરાષ્ટ્ર અને કચ્છની કાયાકલ્પ થઈ ગઈ હોત. પણ મોદીએ ક્યારેય ઈચ્છા રાખી નથી કે સૌરાષ્ટ્ર આગળ આવે.
600 કરોડ રુપિયાની નુકશાનીને માંડવાળ કરવાના આયોજન ભાગે અદાણીને કોંન્ટ્રાકટ આપવાનું રાજય સરકાર વિચારી રહી છે. મોદીના મિત્રને હવે આ પ્રોજેક્ટ આપી દેવામાં આવશે. એક લૂંટ પર બીજી લૂંટ ભાજપની સરકારો કરી રહી છે. જેમાં નરેન્દ્ર મોદી પણ સામેલ છે.
રો રો ફેરી ઘોઘામાં હવે અદાણી મહિને રૂ.1માં ચલાવશે. તો યોજના પાછળ રૂ.600 કરોડનું ખર્ચ થયું છે તે નુકસાન કોણ ભોગવશે ? અદાણી, રૂપાણી કે મોદી ?
2001થી જ્યારે જ્યારે ચૂંટણી આવી ત્યારે ભાવનગરની આ ફેરી સર્વિસને ભાજપે કોથળામાંથી બહાર કાઢીને મત ખંખેર્યા છે. યોજના બનાવતાં પહેલા તેની સફળતાની ચકાસણી કરી ક્યારે તેનો અહેવાલ આવ્યો હતો તે આ યોજના બનાવશો તો ચાલશે નહીં. કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ઉપરની વાતો કહીને જણાવ્યું હતું કે, ફિજીબીલીટી રીપોટ નેગેટીવ હતો, છતાં ભાવનગરની જનતા સામે ભાજપાએ વાહવાહી કરવા પોતાના વહીવટી ગેરરીતી ભપ્યા નિર્ણયને કારણે રાજય સરકારને રૂ.600 કરોડની નુકશાની ગઇ છે તે માટે જવાબદાર મુખ્ય પ્રધાનો કે નિર્ણય લેનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ગુજરાતનો કોઈ નાગરિક સરકારી મિલકતને નાનું નુકસાન કરે છે ત્યારે તેમને જેલમાં મોલવમાં આવે છે તો આ રૂ.600 કરોડનું નુકસાન થયું છે તે માટે જે રાજનેતા કે અધિકારી જવાબદાર હોય તેમની સામે પગલાં ભરવામાં આવે. તેમણે માંગણી કરી છે કે, રાજ્ય સરકાર અદાણી સાથેનો કરેલો આ વહીવટી કરાર જાહેર કરે.
2012થી પાયો નંખાયો છતાં ઠેકાણા નહીં
દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25 જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો. પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી શરુ થયેલા ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લેવાની તૈયારી કરતું હતું. દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ (DPT) હજીરા બંદર જેટી તૈયાર કરે એવી ચર્ચા થઈ હતી.
હજીરામાં જેટી
હજીરામાં જેટી બનાવવા જીએમબી જમીન આપશે. ડીપીટીએ તેનું ટેન્ડર પણ ફાઈલન કરી દીધું છે. ઈન્ડિગો સીવેસના સીઈઓ કેપ્ટન દેવેન્દ્ર મનરાલ કંઈ કહેતાં નથી પણ 21 માર્ચ 2020થી રો-રો ફેરી બંધ પડી છે. હાલ દહેજ-ઘોઘા રો-રો ફેરી માટે ઉપયોગમાં લેવાતું જહાજ કંપનીએ વેચવા કાઢ્યું છે. જેડ આયલેન્ડ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું. જેમાં માત્ર પેસેન્જરો જ સવાર થઈ શકતા હતા.
ઉંડો દરિયો ન હોવાથી પ્રોજેક્ટ નિષ્ફળ
હજીરામાં જેટી બનાવવા માટેનું ટેન્ડર બહાર પડવાનું હતું. અગાઉ પણ દહેજને બદલે હજીરા વધુ યોગ્ય માનવામાં આવતું હતું. દહેજ અને ઘોઘામાં દરિયો ઉંડો ના હોવાથી તેને ચલાવવી મુશ્કેલ બની હતી.
ફેરીના એન્જિનમાં દરિયાની રેતી ઘૂસી જતી હતી. તેથી બોટને મોટું નુક્સાન થયું છે. તેના કારણે ઘણીવાર દિવસો સુધી રો-રો ફેરી બંધ રાખવી પડી છે.
ખૂબ જ ખર્ચાળ
ગુજરાત સરકારે મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં તે કેન્દ્ર સરકારને સોંપી દેવાનું નક્કી કર્યું હતું. ગુજરાત મેરીટાઈમ બોર્ડે રો-રો ફેરીનું સંચાલન ચાલુ રહે તે માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેના માટે ખૂબ જ મોટો ખર્ચો થતો હોવાથી જીએમબીને પોસાય તેમ નથી.
300 કરોડનો પ્રોજેક્ટ 1 હજાર કરોડનો
રો-રો ફેરીનું સંચાલન કરતી સુરતની ઈન્ડિગો સીવેસ પ્રાઈવેટ લિમિટેડ કંપની બોટ ચલાવી શકે તેમ ન હતી. દરિયામાં યોગ્ય ઉંડાઈ જળવાઈ રહે તે માટે સદદ રેતી કે કાદવ ખસેડવાનું કામ ગુજરાત સરકારની કંપની ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરતું આવ્યું છે. જેની પાછળ કરોડોનો જંગી બીજો ખર્ચ સરકારે કર્યો છે. તેથી ફેરીનુ આજ સુધીનું તમામ ખર્ચ ગણવામાં આવે તો તેની પાછળ રૂપિયા એક હજાર – 1000 કરોડનું ખર્ચ થઈ ગયું હોવાની બોર્ડના સૂત્ર માને છે. દહેજ અને ઘોઘા બંને ટર્મિનલે ફેરી માટે યોગ્ય ઉંડાઈ મળી રહે તે માટે રેતી ઉલેચવાના કામમાં 100 કરોડનો ખર્ચ થઈ ગયો છે. લગભગ 8 લાખ ક્યુબિક મીટર ડ્રેજીંગ રૂ.18 કરોડમાં થવાનું હતું. જે રૂ.100 કરોડ થઈ ગયું. આ પ્રકલ્પના શરૂઆતી રોકાણનો આંકડો અંદાજે 296 કરોડ રૂપિયાની આસપાસ હતો જે આજે અંદાજે 500 કરોડ રૂપિયા વટાવી ચૂક્યો છે. યુ.કે.ના ડોવર પોર્ટ પરથી યુ.કે. અને ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે.
મોદી બેઠા અને પ્રોજેક્ટ બંધ
વડાપ્રધાન મોદીએ આ જ જહાજ બેસીને રો રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ આ જહાજ વેચવા વર્તમાનપત્રમાં જાહેરખબર આપી છે. કંપની જંગી ખોટ કરી રહી છે. તો કોંગ્રેસ પણ રૂ.700 કરોડનો આ પ્રોજેક્ટ સરકારના બેદરકારીને કારણે નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો છે. 2017માં શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસ દરિયામાં પાંચ મીટર જેટલી ઉંડાઈ ન મળવા ને કારણે બંધ હતી. મોદીએ આ પ્રોજેક્ટને ભારત જ નહીં પરંતુ દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો હતો. આ સમયે મોદીએ વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી મનમોહનસિંહની યુપીએની સરકાર પર પ્રહારો કર્યા હતા કે તેઓ નિષ્ફળ છે પણ ખરેખર મોદી એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં નિષફળ છે. આ જહાજને મુંબઈ સુધી લઈ જવાની વાત પણ કરીને પ્રજાને મૂર્ખ બનાવી હતી.
ઘોઘા-દહેજ રો-રો ફેરીની 10 બાબતો
1 ખંભાતના અખાત પર બે ઔદ્યોગિક નગરો – ભાવનગર અને દહેજને જોડતો પ્રોજેક્ટ છે.
2 માર્ગ દ્વારા 360 કિલોમીટર ઘટી જાય છે. તેની આઠ કલાકની મુસાફરી 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાતી હતી.
3 મુસાફર દીઠ ટિકિટનો દર 600 રૂપિયા હતો.
4 એમ.વી. જય સોફિયા બોટ 300 મુસાફરોને બે કલાકમાં અને આઇલેન્ડ જેડ બોટ 239 પેસેન્જર્સને 1 કલાક 30 મિનિટમાં પહોંચાડતી હતી.
5 ફેરીમાં 70-80 વાહનો, 100 જેટલી કાર, 500 મુસાફરોને એકસાથે લઈ જઈ જવાના હતા.
6 ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચેનું અંતર ઘટીને 30 નોટીકલ માઇલ થઈ ગયું હતું.
12 હજાર લોકોને ફાયદો
ભાવનગરથી દક્ષિણ ગુજરાત તરફ રોજના 12થી20 હજાર લોકો વાહનો દ્વારા આવનજાવન કરે છે.
રો-રો ફેરી સર્વિસ દ્વારા 10 મહનિામાં 3.44 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. 11000 જેટલા ટ્રકો, 50000 ફોરવ્હીલ, 25000 ટુવ્હીલ અને 7000 ઓડસાઈઝ વાહનોની આવનજાવન થઈ હતી. અકસ્માત ઘટી ગયા, ડીઝલ, પેટ્રોલ, સમયની બચત થઈ હતી. દર કલાકે જહાજ મળે તેવું આયોજન છે.
ડ્રેજીંગ પ્રશ્ને બેદરકારી દાખવતા રો-રો ફેરી સર્વિસ બંધ કરવાનો વખત આવ્યો. 24 કલાક, 365 દિવસ સુધી ડ્રેજીંગ કરવાનો કોન્ટ્રાક્ટ કરાયો હતો. રાજકિય નિર્ણય લેવાને બદલે પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવે તો ભાવનગર અને સુરત વચ્ચેનો સેતુ પૂર્વવત બને તેમ છે.
ટિકીટ અને ભાવ
200.ઈકોનોમી કલાસ
300.બિઝનેસ કલાસ
400.વિ.આય.પી.કલાસ
800 ફોરવીલ નો ભાવ
300 પેસેન્જર.ના. બિઝનેસ કલાસ
400 પેસેન્જર.ના. વી.આય.પી.કલાસ
150 સ્કુટરનો દર
7000 બસનું ભાડુ જેમાં 36 પેસેન્જરો ડ્રાઈવર, કીલીનર ફી જતાં હતા.
4500 ટ્રકનું ભાડુ જેમાં 125 ટન પર અલગ
મોદીએ શું કહ્યું અને શું થઈ ગયું
પીએમ મોદીએ 22 ઓક્ટોબર 2017માં વડોદરામાં કહ્યું કે અત્યાર સુધી અનેક સરકારો આવી અને ગઈ કોઈએ કંઈ જ કામ ન કર્યું. સારા કામ માત્ર મારા નસીબમાં જ લખાયા છે. લંકાની લાડી અને ઘોઘાનો વર એવી કહેવત હતી. હવે જૂના ભવ્ય દિવસોને પાછા લાવવા છે. રોરો ફેરીથી 7 કલાકની મુસાફરી 1 કલાકમાં પૂર્ણ થશે. જળમાર્ગથી ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે. સૌરાષ્ટ્રમાંથી દરરોજ 12 હજાર લોકો પ્રવાસ કરે છે. રસ્તા પર દરરોજ 5 હજાર વાહનો દોડે છે. પીએમ મોદીએ કહ્યું આનાથી સમય અને પેટ્રોલ બચશે. જેના કારણે દિલ્લી અને મુંબઈના માર્ગો પર પણ અસર થશે.આ ભારત અને દ.એશિયાનો પ્રથમ મોટો પ્રોજેક્ટ: PM મોદી
હું નાનો હતો ત્યારે સાંભળતો હતો ઘોઘા રોરો ફેરી વિશે.
સારા કામ મારા જ નશીબમાં લખાયા છે.
કેટલી સરકારો આવીને ગઈ કોઈએ કામ ન કર્યુ.