[:gj]IAS અધિકારી વી. જે. રાજપૂત કૌભાંડ બદલ ફરજમોકૂફ[:]

[:gj]ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપક બની ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના તત્કાલિન કમિશનર ૨૦૦૯ની બેચના
આઇ.એ.એસ. અધિકારી વી. જે. રાજપૂતને તેમણે જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર
તરીકે આચરેલી ગેરરીતિઓ સંદર્ભમાં તાત્કાલિક અસરથી ફરજમોકૂફ સસ્પેન્ડ કરવાનો
નિર્ણય કર્યો છે.
સનદી અધિકારી સામે ખાતાકીય તપાસ તેમજ પોલીસ
તપાસના પણ આદેશો કર્યા છે.
રાજપૂત સામે મ્યુનિસિપલ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન નરસિંહ
મહેતા સરોવર બ્યૂટીફિકેશન ટેન્ડરમાં તેમજ ડસ્ટબીનની ખરીદીમાં તથા વૃક્ષારોપણની
કામગીરીમાં ગેરરીતિ આચારીને ગેરવર્તન, ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ અને
અપ્રમાણિકતા ભરી કામગીરી કરી હોવાના આક્ષેપોની ખાતાકીય તપાસ સોપવામાં આવી
છે.
તદ્દઉપરાંત, તેમની સામે ઢોર પકડ શાખામાં ભ્રષ્ટાચાર કરી ખોટા બિલો બનાવવા
અને વાહન હરાજીમાં સારા વાહનો વેચી દેવાની ગેરરીતિ અંગે પોલીસ તપાસ કરવાના
આદેશો કર્યા છે.[:]