મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું આદિવાસી તરીકેનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના સિંગલ જજના નિર્ણયને ખંડપીઠ સમક્ષ 14 ઓગસ્ટ 2018ના રોજ પડકાર્યો છે. આદિજાતિ વિકાસ કમિશનરે ખાંટનું શિડયૂલટ્રાઇબનું પ્રમાણપત્ર ખોટું હોવાથી રદ કર્યું હતું. કમિશનરના નિર્ણયને ખાંટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સિંગલ જજે પણ વિકાસ કમિશનરનો નિર્ણય યોગ્ય ઠેરવીને જાતિનું પ્રમાણપત્ર રદ કર્યું હતું.
ભૂપેન્દ્રસિંહ ખાંટે કહ્યું કે તેમની સામે રાજકીય પૂર્વગ્રહ રાખીને પ્રમાણપત્ર રદ કરાયું છે. તેથી સિંગલ જજે આપેલો ચુકાદો અન્યાયી, ગેરવાજબી, મનસ્વી રીતે આપવામાં આવ્યો છે. જેને લીધે તેમની સાથે ન્યાય થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતના મહત્ત્વના નિર્દેશોને ધ્યાને લીધા નથી. ટ્રાઇબલ અને નોન-ટ્રાઇબલ વચ્ચેના આંતરજ્ઞાતી લગ્નોને સમજવામાં ભૂલ કરી છે. તેમનો ઉછેર માત્ર માતા સાથે નથી થયો થયો પરતું તેઓ પણ ભીલ જાતિની જેમ અલગ-અલગ વિસ્તારોમાં ભણ્યા છે. સિંગલ જજે સ્ક્રૂટિની કમિટી દ્વારા અપાયેલા નિર્ણયને ગ્રાહ્ય રાખતી વખતે ભૂલ કરી છે. ભૂપેન્દ્રસિંહ ખાટ આદિવાસી હોવાના ખોટા જ્ઞાતિના પ્રમાણપત્રને આધારે વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી માટેની અનામત બેઠક પર ચૂંટણી લડયા હોવાની ફરિયાદ થઈ હતી. વળી વર્ષ 2011માં તેમની સામે અરજી થઈ હતી, જેમાં ખાંટના પિતા ક્ષત્રિય ખાંટ જ્ઞાતિના હોવાથી અને માતા આદિવાસી હોવા છતાં ઓબીસીમાં સમાવિષ્ટ છે. તેથી તેમના દીકરાને આદિવાસી તરીકેનું પ્રમાણપત્ર ખોટું મળ્યું છે.
23 જાન્યુઆરી 2018ના રોજ પંચમહાલમાં એસટી અનામત મોરવાહડફ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ કમિશનરે રદ કરતાં રાજકીય વિવાદ સર્જાયો હતો. ડિસેમ્બરમાં ચૂંટણી ફોર્મ ભરતી વખતે ભાજપના ઉમેદવાર વિક્રમસિંહ ડિંડોર દ્વારા ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી ન હોવાની ફરિયાદ કરી હતી. આદિજાતિ વિકાસ કમિશનર આર. જે. માંકડિયાના અધ્યક્ષપદે કમિટીએ તપાસને અંતે ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી ન હોવાનું જાહેર કર્યું હતું.
માતા MAL બન્યા અને તુરંત મોત
21 ડીસેમ્બર 2012ના ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા ભૂપેન્દ્ર ખાટના માતાનું મોત થયું હતું. 13મી વિધાનસભાની વિધિસર રચના થાય તે પહેલા જ તે ખંડિત થઇ ગઈ હતી. આમ ગુજરાત વિધાનસભા માટે 182નો આંકડો શુકનિયાળ નથી તે ફરી એકવાર પૂરવાર થયું હતું. મોરવાહડફ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર સવિતાબહેન ખાંટનું બ્રેઈન હેમરેજથી નિધન થયું છે. 20 ડિસેમ્બરનાં રોજ મતગણતરીનાં દિવસે મોરવાહડફ બેઠકની જ્યાં મતગણતરી ચાલી રહી હતી તે સ્થળે કોંગ્રેસના ઉમેદવાર ચક્કર આવતાં પડી ગયા હતાં અને તેમને તરત જ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેઓ વિજેતા જાહેર થયા હતાં. પરંતુ તેઓ કોમમાં સારી પડ્યા હતા. સવારે આ વિજેતા
ભાજપ કરતાં કોંગ્રેસને બે ઘણી બેઠક
19 ડિસેમ્બર 2017ના રોજ આદિવાસી પૂર્વ પટ્ટીમાં 27 બેઠકમાંથી ભાજપને 8 અને કોંગ્રેસને 16 બેઠક મળી હતી. બે બેઠક ભારતીય ટ્રાઇબલ પાર્ટીને અને એક બેઠક અપક્ષને ફાળે ગઇ હતી. પીએમ મોદીએ દક્ષિણ ગુજરાત અને દાહોદના આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્રચાર સભાઓ કરી હતી. આદિવાસી વનબંધુ યોજનાઓ પાછળ કરોડોની યોજનાઓ બનાવી હતી. છતાં ભાજપની શરમજનક હાર થઈ હતી. સુરત જિલ્લાની ૩ આદિવાસી બેઠકમાંથી 2 ભાજપને ફાળે ગઇ હતી.
સરકારે કેવિએટ કરી
22 ફેબ્રુઆરી 2018ના દિવસે રાજય સરકાર તરફથી પણ હાઇકોર્ટમાં કેવીયેટ દાખલ કરી દેવાઇ હતી કે, સરકારને સાંભળ્યા વિના હાઇકોર્ટ આ કેસમાં કોઇ હુકમ ના કરે.
24 જાન્યુઆરી 2018માં વડી અદાલતે આદિજાતિ વિકાસ બોર્ડના આદેશને રદ કર્યો હતો. ભૂપેન્દ્રસિંહ ખાંટને આદેશ કર્યો હતો કે, 7 ફેબ્રુઆરી સુધી તે આદિજાતિ વિકાસ બોર્ડ સમક્ષ જાતિની પ્રમાણપત્ર અને તેના પુરાવા રજુ કરે. આદિજાતિ વિકાસ બોર્ડે આદેશ કર્યો હતો કે, મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટ પાસે રહેલુ અનુસુચિત જનજાતિનુ પ્રમાણપત્ર ખોટુ છે. આથી તેઓ ધારાસભ્ય પદ્દે ગેરલાયક ઠેરવવાને યોગ્ય છે.