[:gj]NCB ઉપરાંત નાર્કોના કેસ હવે ગુજરાત પોલીસ પણ કરશે[:]

[:gj]નાર્કોટીક્સ અંગેના આવા કેસો કરવાની સત્તા અત્યાર સુધી કેન્દ્ર સરકારના નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પાસે જ હતી. કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્ય સરકાર દ્વારા Prevention of illicit Traffic in Narcotic Drug and Psychotoropic Substances Act હેઠળના આવા પ્રકારના કેસો સ્ટેટ CID ક્રાઇમને દાખલ કરવાની સત્તા આપવામાં આવી હોવાથી આવા કેસો રાજ્યની પોલીસ દ્વારા પણ કરાશે. હવેથી રાજ્યમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે અને આવા તત્વોને ડામવામાં રાજ્ય સરકારને ઝડપથી સફળતા મળશે.

નશીલા પદાર્થો અને માદક પદાર્થોના સેવનનો વ્યાપ વધ્યો છે. ગુજરાતમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના વેચાણ – હેરાફેરીની પ્રવૃત્તિને ડામવા માટે સી.આઇ.ડી. ક્રાઇમના નાર્કોટીક્સ સેલ દ્વારા રાજ્યમાં પ્રથમ કેસ તરીકે વિસનગરના ફકીર અમીનાબાનુની અટકાયત કરીને સાબરમતી જેલમાં મોકલી અપાયા છે. ફકીર અમીનાબાનુ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોઇ તેમની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ અગાઉ પણ મહેસાણા જિલ્લાના વિસનગર પોલીસ સ્ટેશન ખાતે ત્રણ જેટલા ગુનાઓ નોધાયા છે. જેમાં એક ગુનામાં તેઓને 10 વર્ષની સજા થયેલ હતી.

બીજા રાજ્યોમાંથી આવતાં કેટલાક લોકો પોતાના મુળ વતનના ગુન્હેગારો સાથે નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોની હેરાફેરી સાથે સંકળાયેલા હોય છે.

 [:]