[:gj]NID, SEPT, IIMના પ્રવેશની તાલીમ આપતી સ્કાયબ્લુ – જીઝાઈન સ્ટુડીયાના ઓફિસર પાસેથી પકડાયેલા દારુનું રહ્સ્ય [:]

[:gj]અમદાવાદમાં સેટેલાઈટ રોડ પર ડીઝાઈન ક્ષેત્રે કામ કરતી કંપની સ્કાય બ્લુ અને ડીઝાઈન સ્ટુડીયો વચ્ચે લાંબા સમયથી હરીફાઈ ચાલી રહી છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ આઈઆઈએમ, એનઆઈડી, સેપ્ટ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. પ્રવેશ આપવા માટે અહીં તાલીમ લે છે. વર્ષે કરોડોનું ટર્નઓવર ઊંચી ફીના કારણે આવી સ્થાઓ કરે છે.

સ્કાયબ્લુ ડીઝાઈનમાં કામ કરતા કાશીફુદીન અબ્બાસીને હરીફ કંપનીના માલિક ભંવર રાઠોડ દ્વારા થોડા મહિના પહેલા સ્કાયબ્લુ કંપની છોડી પોતાની કંપનીમાં આવી જવાની ઓફર આપવામાં આવી હતી. જો કે કાશીફુદ્દીને રાઠોડની દરખાસ્ત નકારી કાઢી હતી. શુક્રવારના રોજ કાશીફુદીન પોતાની સફેદ અલ્ટો કાર લઈ સ્ટાર બજાર સામે આવેલી પોતાની ઓફિસ આવ્યા હતા. સાંજે તેઓ ઓફિસમાંથી નિકળી જવા નિકળ્યા ત્યારે તેમની કાર પાસે પોલીસના માણસો ઉભા હતા.

કાશીફુઉદ્દીને જયારે પોલીસને પોતાની કાર પાસે કેમ ઉભા છો તેવી પુછયુ ત્યારે પોલીસે કાશીફુદ્દીનને કાર ખોલવાની સુચના આપી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી. આથી પોલીસે દારૂના કેસમાં કાશીફઉદીનને કેસ કરવો છે તેમ કહી સેટેલાઈટ પોલીસ સ્ટેશન આવવાનું કહ્યુ હતું. જો કે ડીઝાઈન કંપનીમાં કામ કરતા કાશીફુઉદ્દીનને પોતાની જ કારમાં દારૂ મળતા તે હેબતાઈ ગયા હતા. તેમણે પોલીસને વિનંતી કરી હતી કે કાર પોતાની છે પરંતુ કારમાં દારૂ કયાંથી આવ્યો તે અંગે તે કંઈ જ જાણતા નથી.

પોલીસ જયારે આ કાર્યવાહી કરી રહી હતી ત્યારે એક વ્યકિત સતત ત્યાં નજર રાખી રહ્યો હતો. તેની શંકાસ્પદ હરકતો હતી, કાશીફુદ્દીન પણ તે વ્યકિતને ઓળખતો હતો. તે વ્યકિતનું નામ હનીફ મલેક ઉર્ફે સમીર હતું અને તે ભવર રાઠોડની કંપનીમાં કામ કરી રહ્યો છે. પોલીસે શંકાના આધારે સમીરને પણ પોતાની સાથે પોલીસ સ્ટેશન આવવાની ફરજ પાડી હતી. પોલીસ કાશીફુઉદ્દીનની કારમાં દારૂ કયાં આવ્યો હતો તેની તપાસ કરી રહી હતી

ત્યારે પોલીસ કેટલાંક સીસી ટીવી હાથ લાગ્યા હતા કાશીફઉદ્દીનની કાર જયા પાર્ક હતી ત્યાં લાગેલા સીસી ટીવી કેમેરમાં જોઈ શકાય છે કે હરિફ કંપનીમાં કામ કરતો હનીફ કેટલી વ્યકિતઓ સાથે ત્યાં આવે છે અને કાશીફઉદ્દીનની કારનો દરવાજો તોડી ખોલી નાખે છે. ત્યાર બાદ એક ઓટો રીક્ષા આવે છે જેમાં પીળા થેલામાં રહેલો દારૂ કાશીફઉદ્દીની કારમાં ગોઠવી દેવામાં આવે છે. આશ્ચર્ય તે બાબતનું છે કે કાશીફઉદ્દીની કારમાં દારૂ છે તેવી જાણકારી દારૂ મુકનાર હનીફ ખુદ પોલીસને આપે છે. આમ ભંવર રાઠોડે પોતાની વાત નહીં સ્વીકારનાર કાશીફઉદ્દીનને પાઠ ભણાવવા માટે પોતાના માણસ હનીફ દ્વારા દારૂ મુકાવ્યો હોવાનું ફલીત થયુ હતું. આ મામલે સેટેલાઈટ પોલીસે હનીફ મલેકની ધરપકડ કરી છે પરંતુ સેટેલાઈટ પોલીસને કાશીફઉદ્દીને આપેલી અરજીમાં ભવર રાઠોડ દ્વારા આ કારસો રચવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરી છે આ મામલે સેટેલાઈટ પોલીસ તપાસ ચલાવી રહી છે.[:]