પોલીસ મથકના વાહન હરાજીની નીતિ ભંગારના હરાજી જેવી

Police station vehicle auction policy is similar to scrap auction पुलिस स्टेशन वाहन नीलामी की नीति स्क्रैप नीलामी के समान है

દારૂના ધંધા વાળા જ વાહનો ખરીદીને ફરી દારૂમાં વાપરશે

300 લક્ઝરી કાર પડાવી લેવાનો કાયદો

અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
નશો થાય તે પ્રકારની વસ્તુઓની હેરાફેરી બાદ જપ્ત થયેલા વાહનોની હરાજી કરીને તેમાંથી આવક મેળવવા માટે ફેબ્રુઆરી 2024માં કાયદો બદલવાની તૈયારી હતી. પણ ત્યારે તે લવાયો નહીં અને હવે 3 દિવસના ચોમાસા સત્રમાં લાવીને ઉતાવળે પસાર કરી દેવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં ગુજરાત નશાબંધી અધિનિયમ 1949ના સુધારા વિધાયક લાવવામાં આવ્યું હતું.

દારુની હેરાફેરીમાં પકડાયેલા વાહનો હરાજીથી  વેચાય છે તે વાહનો ફરી દારૂની હેરાફેરીમાં જ વપરાય છે. સરકાર નવો કાયદો લાવી છે તે વાહનોની સંખ્યા ઘટાડશે પણ હેતુ પુરો નહીં થઈ શકે. દર વર્ષે 11 હાજરો દારૂની હેરાફેરીમાં પકડાય છે. હરાજીમાં બુટલેગરના મળતિયા એવા ભંગારીયા આ વાહન સસ્તામાં ખરીદી ફરી તેમાં જ દારૂની હેરાફેરી શરુ કરે છે.

ગુજરાતની ભાજપ સરકારે દારૂબંધીના ભંગના ગુનામાં પકડાયેલા વાહન હરાજીથી વેચવાની મંજૂરીનો કાયદો બનાવ્યો છે. ભાજપ લાભ વગર કાયદો બનાવતો પક્ષ નથી. ભાજપના જ નેતાઓના મતે આ સુધારો સરકારમાં બેઠેલા લોકોને મળતિયાઓને ફાયદો કરાવવા કરાયો છે. પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના ગુનાના ભંગ બદલ જપ્ત થયેલી 300 લકઝુરીયસ કાર પડેલી છે. ભાજપના નેતાઓ અને અધિકારીઓની નજર આ લક્ઝુરિયસ કાર પર છે. સીધી રીતે આ કાર ના લઈ જવાય તેથી હવે કાયદામાં સુધારો ભાવે આ કારો ભાજપના માનીતાઓને આપી દેવાશે.

વિધાનસભામાં નશાબંધી સુધારા વિધેયક મુજબ દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા અને ગુનેગારોને અંકુશમાં રાખવા દારૂની હેરાફેરી કરતા વાહનોનો ફરીથી ઉપયોગ ન થાય અને પોલીસ સ્ટેશન કે કોર્ટમાં વાહનોનો ભંગાર પડી ન રહે તે માટે હરાજી કરી દેવામાં આવશે.

પોલીસમાં વિવાદવાળી ગાડીની હરાજીમાં સામાન્ય લોકો તો ભાગ નહીં લે પણ બુટલેગરોના મળતિયા ભંગારિયા બનીને ફરી આ કાર લઈ આ ચક્કર ચાલતું જ રહેશે તેવી પણ ચર્ચા પોલીસમાં છે.

દારૂ સાથે પકડાયેલા બુટલેગરોના વાહનોની વિના વિલંબે હરાજી કરી તે પૈસાનો ઉપયોગ લોકોની યોજનાઓ માટે કરવામાં માટે નશાબંધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. બુટલેગરના જપ્ત વાહન સામાન્ય માણસો લેવાના નથી.

આવા વાહનો ભંગાર જેવા હોય છે તેની હરાજી કરીને સરકાર કેટલી કમાણી કરી લેશે? દારૂની કિંમત કરતા વાહનો મોંઘા હોય છે. સરકારના વધુ એક અણઘડ નિર્ણયથી પોલીસ તંત્રમાં વિરોધ પ્રવર્તે છે.

બે વર્ષમાં પોલીસ દ્વારા 22,442 વાહન જપ્ત કરવામાં આવ્યા હતા.

છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા 22,442 વાહન જપ્ત કરવામાં આવ્યા છે. આશરે 7213 વાહનો પોલીસ સ્ટેશનમાં પડ્યા રહ્યા છે. આ વાહનોની હરાજી કરવાની સત્તા ડીવાયએસપી કક્ષાના અધિકારીને આપવામાં આવી છે. સરકારના આ નિર્ણય અંગે પોલીસ તંત્રમાં વિવાદ છે.

ચોરાઉ વાહન હોય અને દારૂ પકડાય તો માલિકને બોલાવી નિવેદન નોંધાય છે. આ સમયે જો એફ.આર.આઈ. થયેલી હોવાની જાણ થાય તો તેની નોંધ કરાય છે. આવા કિસ્સામાં વાહન મેળવવા માલિક કોર્ટ રાહે વાહન પરત મેળવે જ છે.

દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોનો જ ઉપયોગ વધુમાં વધુ થાય છે. હપ્તા ચડી ગયેલા હોય તેવું વાહન પાછું મેળવવા બેન્ક આવે અને હપ્તા કરતાં વધુ ખર્ચ થતો જણાય તો બેંક પણ છોડાવતી નથી.

મોટાભાગની કાર કન્ડમ જેવી અને ડેડ લિમિટ સુધીના કિલોમીટર ચાલી ચૂકેલી હોય છે. બે લાખ કે વધુ કિલોમીટર ચાલી ચૂકેલી કારનો ઉપયોગ દારૂની હેરાફેરીમાં થાય છે. દારૂની હેરાફેરી પકડાય નહીં તે માટે ચરસનો કે અન્ય નશો કરી કાર ભગાવાતી હોય છે. આ સંજોગોમાં પોલીસ ઝડપી લે સાથે જ અકસ્માતની સંભાવના ધ્યાને લઈને પણ કન્ડમ જેવી કારનો જ ઉપયોગ થાય છે. આવી કાર કે વાહનની હરાજી વહેલી થાય કે મોડી? શું ફરક પડે તેવો સવાલ પોલીસમાં છે. પોલીસ પાસે તો ત્યાં સુધી જાણકારી છે કે, દારૂની હેરાફેરી કરતા 80 ટકા ગાડીઓ માલિકના નામ વાળી હોય છે. બૂટલેગરો લોનમાં ગાડી લઇ લે છે તે ટ્રાવેલ્સમાં ફેરવે તે પછી બિશ્રોઈ ગેંગ આવી કાર કે વાહન ખરીદી બનાવટી નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેરી કરે છે. પણ કાર પકડાય ત્યારે એન્જિન, ચેસીસ નંબર આધારે પોલીસ તપાસ કરે છે.

દારૂની હેરાફેરી કરતા પકડાતા વાહનોમાંથી 80 ટકા મૂળ માલિકના નામે જ હોય છે. જો કે, તેમાંથી મોટાભાગના વાહનો ઉપર ફાઇનાન્સના હપ્તા ચડેલાં હોય છે. હપ્તેથી લીધેલી કાર ટેક્સીમાં નિશ્ચિત સમય સુધી ફર્યા પછી હપ્તાની ભરપાઈ કરવામાં આવતા નથી. આ પછી આવા વાહન સરસ્તામાં નામ ટ્રાન્સફર કર્યા વગર જ બુટલેગર સાથે સંલગ્ન વ્યક્તિ ખરીદી લે છે. આ ઉપરાંત ચોરાઉ વાહનોમાં પણ હેરાફેરીના ગોરખધંધા ચાલે છે. આવા વાહનોનું વેચાણ કરવાની જવાબદારી ડીવાય.એસ.પી.ને આપવામાં આવી છે.

ઉતાવળે હરાજીમાં કાયદાકીય વિવાદોનો સામનો કરવાનો વખત આવી શકે છે તેવી ભીતિ પોલીસને છે. જો કોઈ કેસમાં કોર્ટ હુકમ કરે તો હરાજી થઈ ચૂકેલા વાહનના પૈસા વ્યાજ સાથે બેંકમાં જમા કરાવવા પડશે. વાહનોની હરાજી અને તે પછી સર્જાનારી સ્થિતિની કાર્યવાહીની જવાબદારી રાજ્યમાં ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીઓને સોંપાઈ છે.

સુપરવાઈઝર અને ફિલ્ડ વર્કની બેવડી કામગીરી કરતા અધિકારીઓને વધારાની જવાબદારી અને નવરાશ વગરની કામગીરી રહેશે તેવી ચર્ચા છે.

સુધારેલા કાયદાથી પોલીસ અને કોર્ટની કામગીરીમાં થોડો વધારો થશે.

દારૂ અને ગૌવંશની હેરાફેરીમાં વપરાતા વાહનો ભંગાર હોય છે.

રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 300થી વધુ લકઝુરિયસ કાર પડેલી છે. પોલીસ સૂત્રો કહે છે કે, દારૂ અને પશુઓની હેરાફેરી કરતા પકડાયેલી લકઝુરિયસ કારની કિંમત 40 લાખ કે તેથી વધુની હોય છે. ડેડલી મીટર એટલે કે બે લાખ કિલોમીટર કે વધુ ચાલી ગઈ હોય છે. ભંગાર જેવી હાલતમાં પહોંચી ચૂકેલી કાર ગોરખધંધામાં વપરાતી વખતે કબજે થાય ત્યારે જ અડધાથી ઓછી દર્શાવાય છે. આ સ્થિતિમાં કબજે કરાયેલી કાર હરાજી કરવામાં આવે ત્યારે ભંગારના ભાવે જ વેચાય છે.

ભંગાર વાહન
વાહન ભંગાર નીતિનો પહેલો અમલ ગુજરાતથી મોદીએ કર્યો પણ તેનો અમલ જ નથી થયો.
30 હજાર વાહનો પોલીસ મથકોમાં પડી રહ્યાં છે.પોલીસ વાહન કબજે કરીને પાછા આપતી ન હોવાથી પોલીસ મથક ઉભરાઈ રહ્યા છે

એએમટીએસ, એસટી, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓમાં 1 લાખ વાહન ભંગાર છે
એસટીની 3 હજાર બસ ભંગાર વાડે લઈ જવી પડે તેમ છે.
ગાંધીનગર પોલીસ પાસે રૂપિયા 31 કરોડના 1800 વાહનો છે.
અમદાવાદમાં રૂપિયા 50 કરોડના 7 હજાર વાહનો જમા થયા છે.
સુરત જિલ્લામાં રૂપિયા 10 હજાર વાહનો  રૂપિયા 22 કરોડના જમા થયા છે.
વડોદરામાં 3 કરોડના રૂ. 1500 જમા થયા છે.
રાજકોટમાં 2 હજાર વાહનો રૂપિયા 10 કરોડના વાહનો જમા છે.
અન્ય જિલ્લાઓમાં કુલ 10 હજાર વાહનો પડી રહ્યાં છે.
ગુજરાતમાં દેશમાં સૌથી વધુ વાહનો છે.

15 વર્ષ પહેલાં
15 વર્ષ પહેલાં અમદાવાદ શહેરના 14 પોલીસ મથકની બહાર આશરે 300 વાહનો ભંગાર પડી રહ્યા હતા. આજે મોંઘી કિંમતનાં વાહનો પોલીસે કબજે કર્યા બાદ તેના માલિક પણ વાહન પરત મેળવવામાં કેટલીક કાયદાકીય આંટીઘૂટીના કારણે રસ નથી.

વાહન ચોરી
3 વર્ષમાં 19,326 વાહનો ચોરાયા હતા. સૌથી વધુ 16922 ટુ-વ્હીલરની ચોરી થઈ હતી. 10 હજાર જ પરત મળ્યા હતા. જે પકડાય છે તે વર્ષો સુધી પોલીસ સ્ટેશનમાં પડી રહે છે. ૉ

નવા વાહનો
ગુજરાતમાં 2.10 કરોડ ટુ વ્હીલર અને 39.13 લાખ કાર, પાંચ વર્ષમાં 51 લાખ વાહનો વધ્યા હતા. રોજના 5 હજાર નવા વાહન ખરીદાય છે.

ગુજરાતમાં વાહનોની સંખ્યા
વર્ષ વાહનોની સંખ્યા (કરોડમાં)
2017-18 – 2.38
2018-19 – 2.52
2019-20 – 2.67
2020-21 –  2.77
2021-22 –  2.89
2022-23 –  3 કરોડ