[:gj]અશાંત વિસ્તારોમાં મિલકત વેચવા પર પ્રતિબંધ મૂકતા કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી[:hn]राष्ट्रपति ने अशांत क्षेत्रों में संपत्ति बेचने पर प्रतिबंध कानून को मंजूरी दी[:]

[:gj]The president approved legislation banning the sale of property in troubled areas

ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020

ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ મંજૂરી આપી છે. જેના પરિણામે ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે.

સ્થાવર મિલકતની ગેરકાયદેસર તબદીલીઓ પર નિયંત્રણ આવશે અને કાયદેસર માલિકોના હિતસંબંધોનું રક્ષણ થશે. વિસ્તારના રહીશોની સુરક્ષા અને સલામતિની ભાવના જળવાઇ રહે તે માટે આ કાયદામાં કેટલીક જોગવાઇઓમાં સુધારો કરવામાં આવ્યો છે. મિલકતની વ્યાખ્યા વધુ સ્પષ્ટ થઇ છે.

રાજ્યના કોઇ વિસ્તારમાં હુલ્લડ અથવા ટોળાની હિંસકતાને કારણે તે વિસ્તારમાંની જાહેર વ્યવસ્થાને નોંધપાત્ર ખલેલ પહોંચી હોય તેવા વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવાની જોગવાઇ કરવામાં આવી છે. એક સમુદાયની વ્યક્તિઓનું ધ્રુવીકરણ થઇ રહ્યું હોય અથવા થવાની શકયતા હોય જેને લીધે તે વિસ્તારમાં રહેતી જુદા જુદા સમુદાયની વ્યક્તિઓનું જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાવાની શકયતા હોય અથવા એક સમુદાયની વ્યક્તિઓના સમૂહમાં અંધાધૂંધી ફેલાવી શાંતિપૂર્વક સુમેળતામાં ખલેલ પહોંચતી હોય તેવા વિસ્તારને તથા તેની આસપાસના ૫૦૦ મીટર સુધીના વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવાની જોગવાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવા વિસ્તારને ચોક્કસ સમય માટે અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે જાહેરનામામાં પ્રસિઘ્ઘ કરવાની જોગવાઇ કરાઇ છે.

કલેકટરના નિર્ણયથી નારાજ થયેલા કોઇપણ નાગરિક રાજય સરકાર સમક્ષ અપીલ કરી શકશે તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે. તથા એવા કેસો કે જેમાં અપીલ દાખલ કરવામાં આવેલ ન હોય તે સમયે રાજ્ય સરકાર સ્વમેળે અથવા રાજ્ય સરકારને અરજી મળ્યેથી જે-તે અશાંત વિસ્તારમાં આવેલ મિલકતની તબદીલીના કેસોમાં કરેલ હુકમોને રીવીઝનમાં લઈ કરવામાં આવેલ હુકમની કાયદેસરતા અથવા હુકમ કરવા માટે અપનાવવામાં આવેલ કાર્યરીતીની યથાર્થતા ચકાસી અને તબદીલીથી અસર પામેલ વ્યક્તિઓને સાંભળીને યોગ્ય લાગે તેવા હુકમો કરી શકશે.

ગુનો સાબિત થાય તો ૩ થી ૫ વર્ષની સજા અને રૂપિયા એક લાખ અથવા મિલકતની જંત્રીની કિંમતના ૧૦ ટકા બે માંથી જે વધુ હોય તેટલા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

અમલ અને દેખરેખ-સલાહ માટે એક દેખરેખ અને સલાહકાર સમિતિની રચના કરવાની જોગવાઇ કરાઇ છે. સમિતિએ અશાંત વિસ્તારમાં સમયાંતરે લોકોનું યોગ્ય કલસ્ટર જળવાઇ રહે છે કે કેમ તેની ચકાસણી/મુલ્યાંકન કરવાનું રહેશે તેમજ આ કાયદાના અસરકારક અમલીકરણ માટે સમિતિ રાજ્ય સરકારને સલાહ પણ આપશે.

અશાંતધારાની વ્યાખ્યામાં હાલની જોગવાઈમાં અશાંત વિસ્તાર, કમ્યુનિટી, મિલ્કતોનો પુન: વિકાસ, રી-હેબિલિટેશન સ્કીમનો સમાવેશ થતો હતો. હવેથી વ્યાખ્યામાં ઉમેરો કરીને જ્યારે મિલ્કતની તબદીલીની વ્યાખ્યાને વિસ્તૃત કરવામાં આવી  છે જેમાં કોઇ પણ મિલ્કત ઉપરનો રાઇટ, ટાઇટલ અને ઇન્ટરેસ્ટને આવરી લેવાઈ છે.

બાનાખત, પાવર ઓફ એટર્ની, કોઇ કરારનું પાર્ટ પરફોર્મંસ મેળવી લેવું અથવા એવા કોઇ દસ્તાવેજો ઊભા કરવા કે જે રજિસ્ટર્ડ હોય કે ન હોય કે નોટોરાઇઝ કરેલ હોય કે ન હોય તે તમામ દસ્તાવેજો આ મિલ્કતની તબદીલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર રાયોટ થતાં એ વિસ્તાર જ અશાંત ધારામાં હતો.

અગાઉ અશાંત વિસ્તારમાં આવેલ મિલ્કતની તબદિલીને મંજુર કરવા માટે કલેકટરશ્રીએ બે બાબત જોવાની રહેતી હતી કે: તબદિલી મુકત સંમત્તિ થી થયેલ છે કે કેમ? અને ખરીદનારને વ્યાજબી કિંમત મળેલ છે કે કેમ? હવે તબદિલી માટે ઉપર જે દસ્તાવેજો જણાવેલ છે તે પૈકીના કોઇ દસ્તાવેજથી થયેલ છે કે કેમ? તથા તબદિલીથી કોઇ સમુદાયનું ધ્રુવીકરણ થાય છે કે કેમ? અને થવાની શકયતા છે કે કેમ? તે ચકાસવાનું રહેશે.

એ જ રીતે અગાઉ જ્યારે જમીનની તબદિલીને કલેકટર ગેરકાયદેસર હોવાનો નિર્ણય કરે ત્યારે તે મિલ્કત મૂળ માલિક્ને પરત કરવાની રહે છે અને મૂળ માલિકે તબદિલી માટે જે અવેજ સ્વીકાર્યો હોય તે ખરીદનારને પરત ચુકવવાનો રહે છે. આ નવી જોગવાઈ અનુસાર ગેરકાયદેસર ઠરેલ તબદિલી બાબતે મૂળ માલિકને જમીન પરત કરવી અને મૂળ માલિકે ખરીદનારને અવેજ પરત કરવો. આ બાબતો જો છ માસમાં પૂર્ણ કરવામાં ન આવે તો તે મિલ્કતનો કબજો કલેકટર હસ્તક વહીવટમાં લેવાનો રહે છે.

તે મિલ્કતને કલેકટર યોગ્ય શરતો સાથે નિકાલ કરશે. આ ઉપરાંત સરકારની રી-હેબિલિટેશન સ્કીમ હેઠળ મળેલ મિલ્કતો જો અશાંત વિસ્તારમાં આવેલ હોય તો તેને આ કાયદાની જોગવાઇઓમાંથી મુકત રાખવામાં આવેલ છે. આ ઉપરાંત, સરકારી રી-હેબિલિટેશન સ્કીમમાં આવેલ મિલ્કતોમાં વિસ્થાપિતોને જ્યારે મિલ્કતો ફાળવવામાં આવે ત્યારે તેવી મિલ્કતો પણ આ ધારામાંથી મુકત કરવામાં આવી છે.

અશાંત વિસ્તારમાં આવેલ કોઇ મિલ્કતનો મિલ્કત ધારક પુન:વિકાસ કરવા ઇચ્છે તો જો પુન:વિકાસ તેના પોતાના ઉપયોગ માટે કરવાનો હોય ત્યારે પણ કલેકટરની પરવાનગી મેળવવાની રહેશે નહિ.

જે કેસમાં કલેકટરના હુકમ સામે અપીલ કરવામાં આવેલ ન હોય તેવા હુકમોને રાજય સરકાર સ્વ-મેળે અથવા કોઇની અરજીના આધારે રિવિઝનમાં લઇ શકશે અને  પક્ષકારોને સાંભળી યોગ્ય તે નિર્ણય કરી શકશે.

આ ગુનાને કોગ્નીજેબલ ઓફેન્સ (પોલીસ અધિકારનો ગુનો) ગણવાનો રહેશે તેવી જોગવાઇ કરેલ છે.

મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવશે. જેમાં પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સંબંધિત કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશ્નર એમ ત્રણ સભ્યોનો સમાવેશ કરતી કમિટીની રચના કરવામાં આવશે.

પોલીસ કમિશ્નરેટ સિવાયના બાકીના વિસ્તારમાં કલેકટર, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અને રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનર આ કમિટીના સભ્ય તરીકે રહેશે. રાજ્યના કોઈ વિસ્તારને અશાંતધારા વિસ્તાર જાહેર કરતાં પહેલાં રાજ્ય સરકારને આ કમિટી અભિપ્રાય આપશે. એક્ટ નીચે રચાનાર મોનીટરીંગ એન્ડ એડવાઈઝરી કમીટીને તેના કાર્યોમાં મદદ કરશે.

સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧;  ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૯; ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ જેવા બીજા રાજ્ય અધિનિયમો અને ભારતનો રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૦૮-માં પણ જરૂરી એવા તમામ સુધારાઓ કરેલ છે.[:hn]The president approved legislation banning the sale of property in troubled areas

राष्ट्रपति रामनाथ कोविंद ने गुजरात विधान सभा द्वारा गुजरात के अशांत क्षेत्रों में अचल संपत्ति के हस्तांतरण पर प्रतिबंध लगाने और उन क्षेत्रों में भूमि से बेदखली से किरायेदारों की सुरक्षा प्रदान करने के लिए पारित एक कानून को मंजूरी दी है। परिणामस्वरूप, गुजरात के अशांत क्षेत्रों में अचल संपत्ति के हस्तांतरण पर प्रतिबंध लगाने और उन क्षेत्रों में अंतरिक्ष से किरायेदारों को बेदखल करके सुरक्षा प्रदान की जाएगी।
अचल संपत्ति के अवैध हस्तांतरण को नियंत्रित किया जाएगा और वैध मालिकों के हितों की रक्षा की जाएगी। क्षेत्र के निवासियों की सुरक्षा और सुरक्षा की भावना को बनाए रखने के लिए अधिनियम में कुछ प्रावधानों में संशोधन किया गया है। संपत्ति की परिभाषा स्पष्ट हो गई है।

दंगों या भीड़ की हिंसा के कारण राज्य के एक क्षेत्र को अशांत घोषित करने का प्रावधान किया गया है जिसने क्षेत्र में सार्वजनिक व्यवस्था को बाधित किया है। एक समुदाय के व्यक्ति ध्रुवीकृत होते हैं या इस क्षेत्र में रहने वाले विभिन्न समुदायों के व्यक्तियों के लिए जनसांख्यिकीय असंतुलन पैदा करते हैं या 200 मीटर तक के सार्वजनिक क्षेत्र में और किसी क्षेत्र के भीतर अराजकता फैलाकर शांति और सद्भाव को बाधित करते हैं। ऐसे क्षेत्र को एक निश्चित अवधि के लिए अशांत क्षेत्र घोषित करने का प्रावधान किया गया है।
ऐसे किसी भी नागरिक के लिए प्रावधान किया गया है जो राज्य सरकार से अपील करने के लिए कलेक्टर के फैसले से आहत है। और जिन मामलों में कोई अपील दर्ज नहीं की गई है, राज्य सरकार ने एक परेशान क्षेत्र में संपत्ति के हस्तांतरण के मामले में राज्य सरकार को स्वचालित रूप से या एक आवेदन प्राप्त होने पर, आदेश की वैधता या अपनाई गई प्रक्रिया की सत्यता को ध्यान में रखा है। पामेला लोगों को सुनने और उन आदेशों को बनाने में सक्षम होगी जो उचित लगते हैं।
अगर दोषी पाया जाता है, तो सजा छह से पांच साल की सजा और संपत्ति के मूल्य का 1 लाख या 10 प्रतिशत का जुर्माना, जो भी अधिक हो।
कार्यान्वयन और पर्यवेक्षण के लिए एक निगरानी और सलाहकार समिति के गठन का प्रावधान किया गया है। समिति को समय-समय पर जाँच / मूल्यांकन करना होगा कि क्या अशांत क्षेत्र में लोगों का उचित समूह बना हुआ है और राज्य सरकार को इस कानून के प्रभावी कार्यान्वयन के लिए सलाह भी देता है।
अशांति की परिभाषा में वर्तमान प्रावधानों में अशांत क्षेत्र, समुदाय, संपत्ति का पुनर्विकास, पुनर्वसन योजना शामिल है। अब से, परिभाषा में जोड़कर, संपत्ति के हस्तांतरण की परिभाषा का विस्तार किसी भी संपत्ति पर अधिकार, शीर्षक और ब्याज को कवर करने के लिए किया गया है।
संपत्ति के हस्तांतरण को संपत्ति के हस्तांतरण में शामिल किया गया है, जिसमें पावर ऑफ अटॉर्नी का अधिग्रहण, एक अनुबंध के एक हिस्से का प्रदर्शन या किसी भी दस्तावेज का पंजीकरण शामिल है जो पंजीकृत हैं या नहीं या नोटरीकृत नहीं हैं। इससे पहले दंगा भड़कने से क्षेत्र में उथल-पुथल मची थी।
पहले से परेशान क्षेत्र में संपत्ति के हस्तांतरण को मंजूरी देने के लिए, कलेक्टर को दो चीजों पर ध्यान देना था: क्या हस्तांतरण मुक्त सहमति से किया गया था। और क्या खरीदार को उचित मूल्य मिला है? अब क्या उपर्युक्त दस्तावेजों में से किसी से भी स्थानांतरण किया जाता है? और क्या स्थानांतरण किसी समुदाय का ध्रुवीकरण करता है? और क्या ऐसा होने की संभावना है? इसे सत्यापित करना होगा।
इसी तरह, जब कलेक्टर यह तय करता है कि जमीन का हस्तांतरण अवैध है, तो संपत्ति को मूल मालिक को वापस करना होगा और हस्तांतरण के लिए मूल मालिक द्वारा स्वीकार किए गए मुआवजे को खरीदार को वापस करना होगा। इस नए प्रावधान के तहत अवैध हस्तांतरण के मामले में मूल मालिक को जमीन लौटाएं और खरीदार को मूल मालिक को मुआवजा लौटाएं। यदि इन मामलों को छह महीने के भीतर पूरा नहीं किया जाता है, तो संपत्ति का कब्जा कलेक्टर के हाथों में रहता है।

कलेक्टर उचित शर्तों के साथ संपत्ति का निपटान करेगा। इसके अलावा, सरकार के पुनर्वसन योजना के तहत अधिग्रहित संपत्तियों को इस अधिनियम के प्रावधानों से छूट दी गई है यदि वे एक परेशान क्षेत्र में स्थित हैं। इसके अलावा, सरकार की पुनर्वसन योजना के तहत संपत्तियां भी इस अधिनियम से छूट दी जाती हैं जब विस्थापितों को संपत्तियां आवंटित की जाती हैं।

यदि संपत्ति के मालिक को परेशान क्षेत्र में किसी भी संपत्ति का पुनर्विकास करना है, तो उसे कलेक्टर की अनुमति नहीं लेनी होगी, भले ही पुनर्विकास अपने स्वयं के उपयोग के लिए किया जाना है।
ऐसे मामलों में जहां कलेक्टर के आदेश के खिलाफ अपील नहीं की गई है, राज्य सरकार इसे अपने गुणों के आधार पर या किसी और के आवेदन के आधार पर संशोधित कर सकती है और एक निर्णय ले सकती है जो पक्षों को सुनने के लिए उपयुक्त है।
इस अपराध को संज्ञेय अपराध माना जाएगा।
एक निगरानी और सलाहकार समिति बनाई जाएगी। जिसमें पुलिस कमिश्नरेट क्षेत्र में कलेक्टर, पुलिस कमिश्नर और म्यूनिसिपल कमिश्नर जैसे तीन सदस्यों वाली एक समिति बनाई जाएगी।
पुलिस कमिश्नरेट के अलावा, कलेक्टर, पुलिस अधीक्षक और क्षेत्रीय नगर आयुक्त इस समिति के सदस्य होंगे। समिति राज्य के किसी भी क्षेत्र को अशांत क्षेत्र घोषित करने से पहले राज्य सरकार को अपनी राय देगी। अधिनियम के तहत गठित निगरानी और सलाहकार समिति इसके कार्यों में सहायता करेगी। (ईसी वेबसाईट से गुजरातीमें से अनुवादीत)[:]