[:gj]કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં પરંપરાગત પશુ વૈદ્ય “ભાગિયો” ઘટી રહ્યાં છે[:en]The traditional veterinary Vaidya “Bhagio” is declining in the Banni grasslands of Kutch[:]

[:gj]કચ્છ, 11 નવેમ્બર 2023

બન્ની-પચ્છમની ભેંસની નસલના શ્રેષ્ઠ સંવર્ધન માટે હાજી મુસાએ મોટું યોગદાન આપ્યું હતું. તેમને અનેક પુરસ્કાર મળ્યા હતા. દરેક માલધારી તેમને ઓળખતા હતા.

તે બન્ની ભેંસ માટેના શ્રેષ્ઠ ભાગિયા હતા. બન્નીમાં ભાગિયો એટલે કે, જે માલધારી પશુ સંવર્ધન, પશુ ઉછેર અને પશુ આરોગ્ય વિશે વિશેષ કોઠાસુઝ, પરંપરાગત જ્ઞાન ધરાવતો હોય તેને ભાગિયો કહેવાય છે. હાજી મુસાને વર્ષ 2009મં લાઇફ નેટવર્ક અને નેશનલ બ્યૂરો ઓફ એનીમલ એવોર્ડ અપાયો હતો.

ભાગિયો એ બને જેને, પ્રકૃતિ અને પશુ પ્રત્યે પ્રેમ જાગી જાય તે માણસ પોતાને પણ ખબર ન પડે એમ ભાગિયો થવા માંડે છે. વડીલો પાસેથી જ્ઞાન મેળવે છે. ઘાસ અને ઔષધનું સંઘરાયેલું જ્ઞાન બન્ની પાસે છે. કોઈ ઉપચાર લખીને નથી રાખ્યા કે આની કોઈ ડિગ્રી નથી. મૌખિક પરંપરા છે.

ભાગિયા લુપ્ત થઈ રહ્યાં છે

બન્નીમાં પશુને થતી 39 બીમારીઓ માટે ભાગિયાએ કરેલા 339 પરંપરાગત ઈલાજ નોંધાયેલા છે. સંસ્થા સહજીવને એનો રિપોર્ટ તૈયાર કર્યો છે. એકલદોકલ લોકો પાસે જ હોય છે. જે પરિવારના કોઈ સભ્યને આપે છે. જેની પાસે આ જ્ઞાન ભેગું થાય છે અને તે જેને જ્ઞાન આપે છે એમાં દાયકાઓ લાગે છે.

પશુમેળામાં ભાગિયા સૌથી વધારે હોય છે. નવા ભાગિયા તૈયાર થાય એ માટે એક કોર્સ પણ શરૂ થયો છે. કારણ કે, બન્નીમાં ભાગિયાઓની સંખ્યા ઘટી રહી છે. સહજીવન સંસ્થાએ 2010માં 20-22 ભાગિયા નોંધાયેલે હતા. આજે લગભગ દશેક બચ્યા હશે. જે ભાગિયા ગુજરી ગયા તેમની ખાલી જગ્યા ભરાઈ નથી. આનાથી પર્યાવરણને પણ એક પ્રકારનું નુકસાન છે. નવા કોઈ ભાગિયા તૈયાર જ ન થાય તો જે તે વનસ્પતિનું શું મહત્ત્વ છે એ સમજનારા જ ઓછા થતા જાય, કાળક્રમે એ વનસ્પતિનો ઉપયોગ ન રહે. એ રીતે એ લુપ્ત પણ થતી જાય.

પહેલાં દરેક ગામમાં બે-ત્રણ ભાગિયા હતા. હવે ભાગિયા ઓછા થઈ ગયા છે. હવે બે-ત્રણ ગામ વચ્ચે એક ભાગિયો માંડ મળે છે.

આબોહવા પરિવર્તન થયું

ભાગિયાને કોઠાસૂઝ હોય છે. આબોહવા પરિવર્તનની ભારે ઊંધી અને સારી અસર બન્નીના ઘાંસના મેદાનોમાં થઈ રહી છે.

બન્નીમાં વનસ્પતિના 900થી વધારે નમૂના નોંધાયેલા છે. જેમાંથી 400 જેટલા તો ઔષધીય મહત્ત્વ ધરાવે છે. આબોહવા પરિવર્તનની અસરને પગલે ઉત્તરોત્તર બન્નીના ઘાસની ઊંચાઈ ઘટી છે. વરસાદમાં ફરક પડ્યો છે તેને લીધે ઘાસમાં પણ ફરક પડ્યો છે. કેટલાંક વર્ષમાં કચ્છ અને બન્નીમાં ખૂબ વરસાદ પડે છે. પાણી ભરાઈ રહે છે. ઘાસની પેદાશ કેટલીક જમીન પર વધી છે તો કેટલીક જમીન પર ઘટી છે. ઘાસનું બંધારણ પણ બદલાયું છે. અગાઉ બન્નીમાં લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાયેલું રહેતું નહોતું. એ રણમાં જતું રહેતું હતું, આથી તરત ઘાસ ઊગી નીકળતું હતું. હવે પાણી ભરાઈ રહેવાને લીધે ધામોર, ખેવઈ, કલ જેવા મીઠા ઘાસ ઓછી માત્રામાં ઊગે છે. ભારે ગરમીને પગલે ગાય અને ભેંસ ઓછા દિવસોમાં વિયાવા માંડી છે. આવું અગાઉ નહોતું થતું.

કુંઢી ભેંસની અસલી નસલને જાળવી રાખવા માટે ઘણાં પ્રયાસો કચ્છમાં થયા છે. દેશમાં અસલ નસલની ભેંસોમાં અગિયારમા ક્રમે નામાંકિત થયેલી કચ્છ જિલ્લાના બન્નીની કુંઢી ભેંસ છે. અસલ નસલ જાળવી રાખવા માટે કચ્છ યુનિવર્સિટી ખાતે દેશભરના વૈજ્ઞાનિકો એકત્રિત થયા હતાં. સંવાદમાં ઓરીજીન સાચવી રાખવા મંતવ્યો રજૂ કરાયાં હતાં. દેશની અસલ નસલમાં નામાંકન ધરાવતી અગિયાર ભેંસોમાંથી ચાર ભેંસો એકલા ગુજરાત રાજ્યની છે. તેથી ગુજરાતમાં ભેંસોના સંવર્ધન અને તેના આરોગ્ય માટે ખાસ કામ કરતાં હોય એવા લોકો ઘણાં છે.

કચ્છના બન્નીમાં 2497 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઘાસના મેદાનોમાં બીમાર ગાય-ભેંસની મફત સારવાર કરતા પશુ વૈદ્યને ‘ભાગિયા’ કહે છે.

કચ્છના બન્નીમાં એરંડાવાડીમાં રહેતા ગુલ મહમદ હોલેપાત્રાને દૂધના વ્યવસાય સાથે બન્નીનાં ઘાસિયાં મેદાનોમાં ફરીને પશુઓના રોગમાં કામ આવે એવી વનસ્પતિઓ એકઠી કરતા રહે છે. બન્નીમાં 56 પ્રકારના ઘાસનાં નામ તેમને યાદ છે. એ ઘાસના નમૂના માલધારીઓ માટે કામ કરતી ભુજની સહજીવન સંસ્થામાં નોંધાવ્યા છે.

માલધારીઓ માટે કામ કરતી સંસ્થા સહજીવનની વેબસાઇટ પર જણાવાયું છે કે બન્નીનાં ઘાસિયાં મેદાનો માં ફેલાયેલાં છે. એશિયાનું બીજા નંબરનું મોટું ઘાસનું મેદાન બન્ની છે. ચોમાસા પછી બન્નીમાં જાવ તો જાણે લીલા રંગની વિશાળ જાજમ બિછાવી દીધી હોય તેવું લાગે.

બન્ની ભેંસ મુખયત્વે કચ્છ વિસ્તાર માં જોવા મળે છે. જે ઓછા નિભાવમાં પણ સારું દૂધ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે.

સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન 10 થી 11 કિ.ગ્રા આપે છે.  ફેટ ની ટકાવારી 7% હોય છે. લાખેણી કિંમત માટે દેશભરમાં પ્રખ્યાત છે

ગુજરાતની ભેંસોની ઓલાદો

1) જાફરાબાદી ભેંસ સૌરાષ્ટ્રમાં છે, જે સરેરાશ વેતરમાં 2000-2100 લિટર જેટલું દૂધ આપે છે.

2) સુરતી ભેંસ આણંદથી સુરત સુઝી જોવા મળે છે. વેતરમાં સરેરાશ 1200 થી 1500 લિટર દૂધ આપે છે.

3) મહેસાણી ભેંસ ગાંધીનગરથી ઉત્તર ગુજરાતમાં છે. વેતરમાં સરેરાશ 1700 થી 1800 લિટર દૂધ આપે છે.

4) બન્ની ભેંસ કચ્છમાં છે. બન્ની ભેંસ સરેરાશ દૈનિક 8 થી 10 લિટર દૂધ 12 થી 14 માસ સુધી આપે છે.

પશુ વૈદ્ય આડેરી વનસ્પતિને ચૂલે ઉકાળી ઔષધિ તૈયાર કરે છે. ઉકળેલું પ્રવાહી ભેંસની પીઠ પર લગાવે છે. ભેંસને સાંધાનો દુખાવો દૂર કરે છે. કચ્છની સદીઓ જૂની પરંપરા છે. આ રીતે પશુનું સારવાર કરનારાને બન્નીમાં ભાગિયો કહે છે. ભાગિયો એટલે એવો ભાગ્યશાળી માણસ જેના નસીબમાં પશુના આરોગ્યની સુખાકારી અને પર્યાવરણની જાણકારી હોય છે. વરસાદ, પર્યાવરણ, ઘાસ, પશુનાં પ્રજનન અને આરોગ્યને લગતી બાબતો વિશેની પાયાની સમજ હોય છે.

પરંપરાનું જ્ઞાન

ભાગિયા પાસે બન્નીની વિવિધ વનસ્પતિઓનું સારું જ્ઞાન હોય છે. સાથે પશુ સારવાર અને વિયાણ વખતે પશુને જે તકલીફ પડતી હોય, જેમ કે બચ્ચું ગાય કે ભેંસના પેટમાં હોય અને બહાર આવવામાં તકલીફ પડતી હોય ત્યારે શું ઉપાય કરવા એનું સારું પરંપરાગત જ્ઞાન હોય છે. એ જ્ઞાનથી જ પોતાના પશુઓની વર્ષોથી સારવાર કરતા આવ્યા છે. બન્નીની જમીનો ક્ષારીય હોવા છતાં કાંપમાટીની બનેલી હોવાથી અહીં ઉત્તમ પ્રકારના ઘાસનાં બીડો આવેલાં છે. 777 ચોકિમી.નો વિસ્તાર આવરી લેતું બન્નીનું ગૌચર સમગ્ર એશિયા ખંડમાં સૌથી મોટું ગણાય છે. અહીંની ભૂમિ પર ઢોરોને માફક આવે એવું કુદરતી ભેટ ગણાતું, 31 પ્રકારો ધરાવતું, ક્ષારભરપૂર પૌષ્ટિક ઘાસ છાતી સમું ઊગી નીકળે છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી ગાંડા બાવળના વ્યાપને લીધે ગૌચર નાશ પામતું જાય છે.

સમગ્ર એશિયામાં ઘુડખર રણપ્રદેશના આ કંઠારભાગમાં થતું પૌષ્ટિક ઘાસ ખાઈ આ પ્રજાતિ ટકી રહી છે.

બન્નીના માલધારીઓ પરંપરાગત પદ્ધતિની સાથે વૈજ્ઞાનિક પશુપાલન અને સારવાર કરતાં થયા છે.

હાજી રહીમ દાદ ભાગિયા

બન્નીના સરાડા ગામે રહેતા 92 વર્ષના હાજી રહીમ દાદ ભાગિયા તરીકે ઓળખાય છે. હાજી રહીમ દાદના ઈલાજથી બીમાર ભેંસ સારી થાય છે. હવે ઉમંરને લીધે બહાર જવાનું બંધ કરી દીધું છે.

દેશભરમાં ઓળખ મેળવનારી કુંઢી ભેંસનો માલધારીઓએ પોતાના બાળકની જેમ ઉછેર કર્યો છે, જેના પરિણામે આજે દેશભરમાં ઓળખ મેળવી છે. બન્ની વિસ્તારમાં ડેરી ઉદ્યોગ વિકસ્યો છે.

દેશની ત્રીજા ભાગની આવક દૂધ ઉત્પાદનમાંથી થાય છે.

એક લાખ પશુ

બન્ની ઘાસપ્રદેશમાં 1 લાખ પશુ છે. તે માટે 10 ડૉક્ટર જોઈએ. એક ડૉક્ટર પણ માંડ માંડ મળે છે. તેથી માલધારીઓને પશુ બીમાર પડે ત્યારે ભાગિયાના ભરોસે જ રહેવું પડે છે. આધુનિક ઉપચારમાં પૈસા વે છે, ભાગિયો પૈસા લેતો નથી. હજી પણ બન્નીમાં પશુ બીમાર પડે છે ત્યારે પહેલી સલાહ તો ભાગિયાની જ લેવાય છે.

પશુને કોઈ મોટી બીમારી હોય તો ડોક્ટરને બોલાવે છે.

બન્ની ભેંસ પાડા

કચ્છના બન્ની પ્રદેશના અત્યંત પૌષ્ટીક 30 પ્રકારના ધાસ ખાઈને બન્ની ભેંસની વિશેષતા એ છે કે તે દુષ્કાળની પરિસ્થિતી કે ઉંચા નીચા તાપમાન તેમજ ઓછા ઘાસમાં પણ આરામથી રહી શકે છે. જનીનીક બંધારણના કારણે બન્ની ભેંસ સારું એવું દૂધ નું ઉત્પાદન પણ આપે છે. બન્ની ઉપરાંત લગભગ આખા કચ્છ જિલ્લામાં અને બનાસકાંઠાથી પાટણના કેટલાક ભાગમાં પણ જોવા મળે છે. હા ઝેબુ નામની જાત પણ અહીં જોવા મળે છે. બન્ની ભેંસને બહારગામના કે અન્ય પ્રજાતિના આખલા સાથે ક્યારેય ફાળવતા નથી. સરેરાશ રોજનું ચાર લીટર જેટલું દૂધ આપે છે.

કચ્છ વિશ્વ વિદ્યાલય

કચ્છ યુનિ., બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન સલીમ નોડે નામના ભાગિયા થઈ ગયા તેમના નામનો એક કોર્સ ચલાવે છે. બન્નીના વિવિધ ઘાસની ઓળખ, પશુની વિવિધ નસલોની ઓળખ, બન્નીની માટી, માલધારીયત એટલે શું? બન્નીની જૈવવૈવિધ્યતા વગેરે વિષયો આ કોર્સમાં ભણાવાય છે. જ્યાં પશુ નિષ્ણાંતો ઉપરાંત ભાગિયાઓ લૅક્ચર આપે છે. બન્નીમાં કયે ઠેકાણે કયું ઘાસ ઊગે છે અને કઈ મૌસમમાં ઊગે છે અને પશુમાં તેની ઉપયોગિતા શું છે તેની વ્યાવહારિક સમજ ભાગિયા પાસે હોય છે. નિષ્ણાતો ઘાસનું વૈજ્ઞાનિક નામ અને મહત્ત્વ સમજાવે અને ભાગિયા તેની ઉપયોગિતા સમજાવે છે. 2019થી કોર્સ શરૂ થયો છે. સિત્તેર જેટલા યુવકોએ કોર્સની તાલીમ મેળવી છે. હવે મહિલાઓ માટે પણ આ કોર્સ શરૂ થયો છે.

ગામમાં વર્ગ

પશુપાલન સાથે બહેનો ઘણી છે. બહેનો ક્લાસમાં નથી આવી શકતી તેથી ગામ જઈને વર્ગો લેવામાં આવે છે. બન્નીમાં કબીલા પરંપરાથી પશુપાલન અને ઉછેર થાય છે. અહીંના માલધારીઓ વંશપરંપરાગત રીતે માત્ર ને માત્ર પશુપાલન પર નભે છે. પરિવારના સભ્યની જેમ પશુને ઉછેરે છે. ભેંસ ગુજરી ગઈ હોય તો લોકો તેમના ઘરે બેસવા જાય છે. જ્યાં સુધી બન્નીમાં માલધારીયત છે ત્યાં સુધી ભાગિયા પરંપરા રહેશે. ભાગિયાની ભૂમિકા બદલાઈ છે. ભાગિયાને દરેક ઠેકાણે દોડીને જવું નથી પડતું. લોકો ફોન પર કે વિડિયો પર ભેંસ બતાવીને પૂછીને પણ ઉપચાર મેળવે છે. રાજસ્થાનથી પણ ફોન આવે છે.

સમૂહ

જત, રાય-સીપોત્રા, હોલેપોત્રા, સુમરા, જુનેજા, બંભા, કુરાર, નોડે, મુતવા, કસકાલી, લાડઈ, તાબાર, સમજો અને નુહાણી પઠાણ જેવી જાતિઓ છેલ્લા પાંચ સૈકાથી અહીં વસે છે. પાકિસ્તાન સિંધ અને મારવાડીઓ પણ અહીં આવીને વસેલા છે. મુસ્લિમ ધર્મના લોકોનું પ્રમાણ અહીં વિશેષ જોવા મળે છે.

બન્ની પ્રદેશમાં 46 જેટલાં ગામ (વસાહતો) આવેલાં છે, તેને સ્થાનિક ભાષામાં વાંઢ કહે છે. વાંઢ એટલે નેસડા જેવી વસાહતોના નાના નાના એકમો. આ બધા જ રણદ્વીપ સમાન હોય છે. આ વસાહતોમાં આવેલાં ઘરની સંખ્યા આશરે 670 જેટલી જોવા મળે છે. તેને ભુંગા કહે છે. અહીંનાં મુખ્ય ગામોમાં ભિરંડિયારો, ભોજરાડો, ડુમાડો, ગોરેવાલી, મિસરિયાડો, ધોડકો, શીરવો, ભિટારો અને ધોરડોનો સમાવેશ થાય છે. 1991માં અહીંની વસતી 14,500ની હતી.

બન્નીમાં એકસમયે 55 જેટલાં ગામ વસતાં હતાં અને અહીંનાં ચારથી પાંચ ગામ એવાં છે જે હવે ભૂતિયાં બની ગયાં છે.

બન્નીની ઉત્તરે ધોળાવીરા ગામ આવેલું છે. ત્યાંથી મોહેં-જો-દડોની સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે. લગભગ એવી જ સંસ્કૃત્તિ માલધારીઓની આજે જોવા મળે છે.  બન્ની પ્રદેશમાં કોઈ મોટું નગર આવેલું નથી.

50-60 વર્ષમાં બન્નીમાં એટલી ખારાશ વધી છે કે રણકાંઠાનાં ગામોમાં મીઠું પાણી નથી, ઘાસનું પ્રમાણ ઘટ્યું છે અને એટલે એ લોકો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા રહ્યા છે.

ભેંસ વરસાદ ઓળખે છે

ભાગિયા સલીમ નોડે કે સલીમમામા ઊઠીને તેમની ભેંસનું વર્તન જોઈ લે છે. તેના આધારે તે નક્કી કરે છે કે વરસાદ થશે કે નહીં. ઉનાળો પત્યા પછી બન્નીમાં ઘાસ ઓછું હોય અને પશુને ભૂખ પણ ખૂબ હોય. ભેંસો સવારે વથાણમાં બેઠી હોય અને પછી જ્યારે સીમમાં ચરવા જવાનું થાય ત્યારે એ જો વથાણમાં નિરાંતે બેઠી હોય અને નિરાંતે નિરાંતે ચાલીને ચરવા જાય તો તેમને ખબર પડી જાય કે ભેંસોને વિશ્વાસ છે કે વરસાદ થશે અને બન્નીમાંથી હિજરત કે પલાયન કરવાની જરૂર નથી. ભેંસો જો વિહવળ હોય અને ઉતાવળે ઘાસ ચરવા જાય તો સમજવાનું કે વરસાદ નથી થવાનો.

ઊંટની કાંધ પર પરસેવો થાય તો વરસાદ આવે છે.

મોટા રણની ઉત્તરે થરી અને બન્નિયાર ઓલાદનાં, મોટા અને નાના રણની પૂર્વે કાંકરેજી ઓલાદનાં, નાના રણની દક્ષિણે વઢિયાર (વાગડ) ઓલાદનાં ઢોર જોવા મળે છે. આ જાતવાન ઢોરોમાં ગાય, બળદ, ભેંસ, ઊંટ, ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે. બન્નીની નજીકમાં આવેલા ઢોરી ગામ ખાતે પશુમેળો ભરાય છે. ખાવડા અહીંનું મુખ્ય મથક છે. ત્યાંની મીઠાઈ કચ્છમાં ખૂબ જાણીતી બનેલી છે.

ગાય, ઊંટ, બકરી, ઘેટાના પણ ભાગિયા હોય છે.

બન્ને વિસ્તાર

ઉત્કૃષ્ટ પ્રકારના ઘાસચારાનો નીચી ભૂમિનો પ્રદેશ. તે કચ્છના મોટા રણ વચ્ચે રણદ્વીપ જેવો છે. આશરે 3,872 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચ્છનું મોટું રણ અને ઈશાન તરફ કલિંગરની ટેકરીઓ તથા પૂર્વ અને દક્ષિણ તરફ નીચાણવાળી ભૂમિનો વિસ્તાર આવેલો છે.

રણના ખારા પટની દક્ષિણ ધાર પર આવેલો આ રણદ્વીપ તેના તળભાગના ઉપસ્રાવથી બનેલો હોવાનું મનાય છે. અહીંની જમીનો ક્ષારીય અને માટીમિશ્રિત છે. સર્વત્ર માટી જ માટી છે, ક્યાંય પણ કાંકરા જોવા મળતા નથી.

46 જેટલા નાના નાના ઝરાઓ જેવાં જળાશયો આવેલાં છે. ભૂમિભાગ પ્રમાણમાં નીચો હોવાથી નાની નદીઓ તેમની સાથે પાણી અને માટી જમા કરે છે. અહીં વહેતી ભરૂડ નદી નનામાની ટેકરીઓમાંથી, નારા નદી લખપત તાલુકામાં આવેલા માતાના મઢ પાસેથી, ખારી નદી ભુજ તાલુકાની ચાડવાની ટેકરીઓમાંથી, કૈલા નદી વરાર અને જુરાની ટેકરીઓમાંથી તથા કાસવતી નદી હબોની ટેકરીઓમાંથી નીકળે છે.

રુદ્રમાતા નાનો બંધ છે. ત્રણ ઝીલમાં બારેમાસ પાણી રહે છે. ચોમાસાની ઋતુમાં અહીં લોકો નેસડે નેસડે કૂવા (સ્થાનિક નામ ખૂંપરા) બનાવે છે. આ કૂવા આશરે 3.6 મીટર જેટલા ઊંડા હોય છે. રણપ્રદેશ દરિયાની સપાટીથી થોડીક જ ઊંચાઈએ રહેલો હોવાથી ભૂગર્ભજળસપાટી છીછરી ઊંડાઈએ રહેલી હોય છે.

વિશ્વમાં ભેંસની વસતી 15.8 કરોડથી પણ વધારે છે. જેમાંથી 15.4 કરોડ જેટલી ભેંસ તો માત્ર એશિયાખંડમાં વસે છે. 2003માં ભારત સરકાર દ્વારા પાળેલાં પશુઓની ગણતરીમાં સમગ્ર ભારતમાં 9.79 કરોડ જેટલી ભેંસો ભારતમાં હતી. જેમાંથી 71 લાખ ભેંસ ગુજરાતમાં હતી.. વિશ્વમાં ર્વાિષક ૧.૩ ટકાના દરે ભેંસોની વસતી વધતી રહે છે.[:]