[:gj]ખતરનાક ગુનેગારોને સોંપવા ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ કરાર [:]

[:gj]મંત્રીમંડળે ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર અને બહાલીને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સમજૂતીને મંજૂરી આપી હતી અને એની પુષ્ટિ કરી હતી.
સમજૂતીની વિશિષ્ટ ખાસિયતો નીચે મુજબ છે:-
i. પ્રત્યાર્પણની જવાબદારી
દરેક પક્ષ પોતાની ભૌગોલિક હદમાં કોઈ પણ વ્યક્તિનાં પ્રત્યાર્પણ માટે સંમતિ આપે છે, જે બીજા પક્ષની ભૌગોલિક હદમાં પ્રત્યાર્પણને લાયક અપરાધની આરોપી હોય કે દોષિત હોય.
ii. પ્રત્યાર્પણ કરી શકાય એવા અપરાધો
પ્રત્યાર્પણ કરી શકાય એવા અપરાધો એટલે બંને દેશોના કાયદા અંતર્ગત સજાને પાત્ર અપરાધો, જેમાં જેલની સજા એક વર્ષથી લઈને વધારે ગંભીર સજા સામેલ છે. જ્યારે પ્રત્યાર્પણ દોષિત વ્યક્તિના સંબંધમાં માગવામાં આવે છે, ત્યારે સજાનો ગાળો પ્રત્યાર્પણની વિનંતી વખતે ઓછામાં ઓછા છ મહિના બાકી હોવો જોઈએ. કરવેરા કે મહેસૂલ કે આવક સાથે સંબંધિત અપરાધો રાજકોષીય પ્રકારનાં છે, જેને આ સમજૂતી અંતર્ગત આવરી લેવામાં આવ્યાં છે.
iii. ઇનકાર કરવા માટે ઉચિત કારણ
સમજૂતી અંતર્ગત પ્રત્યાર્પણનો ઇનકાર કરવામાં આવશે, જો:
a. ગુનો રાજકીય અપરાધ હોય. જોકે સમજૂતી ચોક્કસ પ્રકારનાં અપરાધો પરિભાષિત કરે છે, જેને રાજકીય અપરાધો નહીં ગણવામાં આવે.
b. પ્રત્યાર્પણ માટે જે અપરાધ જણાવવામાં આવ્યો હોય એ સૈનિક અપરાધ હોય
c. કાર્યવાહી કરવા માટેની વિનંતીનો ઉદ્દેશ વ્યક્તિને એના વંશ, જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા કે રાજકીય અભિપ્રાય બદલ સજા કરવાનો હોય કે એની સામે કાર્યવાહી કરવાનો હોય
d. સજા કરવા માટે કેસ ચલાવવાનો સમય પસાર થઈ ગયો હોય.
iv. નાગરિકોનું પ્રત્યાર્પણ
નાગરિકોનું પ્રત્યાર્પણ વિવેકાધિન છે. અપરાધના સમયે રાષ્ટ્રીયતા નિર્ધારિત થશે.
મહત્ત્વપૂર્ણ ખાસિયતો
આ સમજૂતીમાં નીચેની જોગવાઈઓ સામેલ છે:
a. મૃત્યુદંડનાં કેસમાં ખાતરી (કલમ 3(7))
b. કેન્દ્રીય સત્તામંડળો (કલમ 6)
c. આત્મસમર્પણ (કલમ 11)
d. મિલકતની સોંપણી પર (કલમ 18)
e. અવરજવર (કલમ 19)
f. વ્યક્તિગત ડેટાનું રક્ષણ (કલમ 21)
g. પ્રત્યાર્પણમાં થયેલો ખર્ચ (કલમ 22)
h. સલાહ (કલમ 24)
i. પ્રત્યાર્પણ સાથે સંબંધિત પારસ્પરિક કાયદાકીય સલાહ (કલમ 25)
j. સમજૂતીનું બળજબરીપૂર્વક સંશોધન અને રદ કરવી (કલમ 26)
લાભ
આ સમજૂતી આતંકવાદીઓ, આર્થિક અપરાધીઓ અને અન્ય અપરાધીઓને ભારતમાંથી બેલ્જિયમ મોકલવા અને ત્યાંથી ભારત લાવવા માટે કાયદેસર માળખું પ્રદાન કરશે. પુષ્ટિ થયા પછી આ સમજૂતી ભારત અને બેલ્જિયમ વચ્ચે પુષ્ટિના માધ્યમોનું આદાનપ્રદાન થયાની તારીખથી લાગુ પડશે.
પૃષ્ઠભૂમિ
નવી પ્રત્યાર્પણ સંધિ ગ્રેટ બ્રિટન અને બેલ્જિયમ વચ્ચે વર્ષ 1901માં થયેલી સ્વતંત્રતાપૂર્વની પ્રત્યાર્પણ સંધિનું સ્થાન લેશે, જેને વર્ષ 1958માં પત્રોના આદાનપ્રદાન દ્વારા ભારતમાં લાગુ કરવામાં આવી હતી અને અત્યારે પ્રજાસત્તાક ભારત અને બેલ્જિયમ સામ્રાજ્ય વચ્ચે અમલમાં છે. હાલની પ્રક્રિયાગત જરૂરિયાતો અને સ્વતંત્રતાપૂર્વની સમજૂતીમાં મર્યાદિત સંખ્યામાં અપરાધો સામેલ હોવાથી આ સમજૂતી વર્તમાન સંદર્ભમાં અપ્રસ્તુત બની ગઈ છે.[:]