[:gj]“જનતા કરફ્યુ”નો આભાર [:]

[:gj]“જનતા કરફ્યુ”ની અપીલને રાષ્ટ્રહિત-રાષ્ટ્રસેવાની ભાવના સાથે સ્વીકારીને ગુજરાત સહિત ભારતવાસીઓએ સ્વયંભૂ કરફ્યુ રાખી, કોરોના વાયરસ ડીસીઝને પરાસ્ત કરવા હેતુ પોતાના નિવાસસ્થાને જ રહીને જે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે તે બદલ હું જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણીએ જણાવ્યું હતું કે,

કોરોના વાયરસ સામે વિજય મેળવવા માટે જનતા કરફ્યુની જેમ જ હજી આગળ પણ બે સપ્તાહ સુધી આ જ રીતે સાથ સહકાર આપી આ લડતમાં ભાગીદાર થવા જનતાને વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે, જનતા કરફ્યુનો સમય ભલે ગઈકાલે રાત્રે ૯.૦૦ કલાક સુધીનો હતો પણ આ વૈશ્વિક મહામારીની ગંભીરતા સમજી ગુજરાતની જનતા હજુ પણ થોડા દિવસ માટે પોતાના નિવાસ સ્થાનેથી બહાર ન નીકળે.

ગઈકાલે સાંજે ૫.૦૦ કલાકે જે રીતે ગુજરાત સહિત દેશભરની જનતાએ પોતાના નિવાસે દરવાજા-બારી-ગેલેરી- અગાસી પાસે ઊભા રહી કોરોના વાયરસ સામેની લડાઈમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહેલા તબીબો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ, સરકારી અધિકારીઓનો આભાર વ્યક્ત કરી તેમનું મનોબળ વધારવા તાળીઓ પાડી-થાળી વેલણ, ઘંટડી, શંખ, ઢોલ, શરણાઈ વગાડી જે સામૂહિક એકતાના દર્શન કરાવ્યા

હોમ ક્વોરેન્ટાઈનમાં રહેલ નાગરિકો કે જેઓ અન્ય ચેપગ્રસ્ત દેશમાંથી ભારત પરત ફર્યા છે કે સૌ નાગરિકોને હોમ ક્વોરેન્ટાઈનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે જનતાએ કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્થ એડવાઇઝરી તેમજ સૂચનોનું આપણે સૌ સંપૂર્ણ રીતે પાલન કરી સ્વયંને તેમજ પરિવારને સુરક્ષિત રાખીએ.[:]