[:gj]લેકફ્રન્ટ ઉપરની એકટિવિટી ફરી કયારે શરૂ થઈ શકશે?[:]

[:gj]અમદાવાદ,તા.૪

૧૪ જૂલાઈને રવિવારે સાંજે પોણા પાંચના સુમારે કાંકરીયા ખાતે ધડાકાભેર રાઈડ તુટી પડી હતી.આ રાઈડમાં સવાર એવા બે લોકોના મોત થયા હતા.૫૦ લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાના ૫૦ દિવસ પછી પણ આર એન્ડ બી વિભાગ તરફથી કોઈ ગ્રીન સિગ્નલ ન મળવાને કારણે માત્ર ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂ સિવાય તમામ એકટિવિટીઓ છેલ્લા ૫૦ દિવસથી લેકફ્રન્ટ ખાતે બંધ છે.તંત્રએ આ ૫૦ દિવસોમાં રૂપિયા ત્રણ કરોડ જેટલી માતબર રકમ ગુમાવી છે આવક પેટે પણ એની જાડી ચામડીના અને લાગણીશુન્ય બની બેઠેલા શાસકોને કોઈ ફીકર નથી.લેકફ્રન્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ-૨૦૦૮-૦૯ના વર્ષમાં રૂપિયા ૩૬ કરોડના ખર્ચે કાર્યરત કર્યુ હતુ.રોજ જયાં લેકફ્રન્ટ બન્યા બાદ સરેરાશ બે લાખ મુલાકાતીઓ આવતા હતા.એને બદલે હવે માંડ દસથી પંદર હજાર મુલાકાતીઓ લેકફ્રન્ટની મુલાકાતે પહોંચી રહ્યા છે.હાઈકોર્ટે આરોપીઓ પૈકી બે ઓપરેટરોને જામીન પર મુકત કર્યા છે.

ઝૂ,બાલવાટીકા,નોકટરનલની ૫૭ લાખની આવક

છેલ્લા ૫૦ દિવસથી લેકફ્રન્ટ ખાતે અટલ એકસપ્રેસ,સ્વર્ણિમ એકસપ્રેસ,બલુન,સફારી ,રાઈડસ સહીતની તમામ એકટિવિટી સ્થગિત થઈ જવા પામી છે.આ પરિÂસ્થતિમાં બહારગામથી આવનારા મુલાકાતીઓમાં લેકફ્રન્ટને લઈને ભારે નિરાશા જાવા મળી રહી છે.દુર દુરથી લેકફ્રન્ટ સુધી પહોંચ્યા બાદ ખબર પડે છે કે,હવે માત્ર ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂ જ કાર્યરત છે.ત્યારે રાઈડ અને ટ્રેન સહીતની સુવિધાઓની મજા માણવા માંગતા મુલાકાતીઓમાં ઉંડી નિરાશા જાવા મળી રહી છે.આમ છતાં તેઓ ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂની મુલાકાત લઈને પરત ફરે છે.ઝૂ સુપ્રીટેન્ડન્ટ ડોકટર આર કે શાહૂએ આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ,લેકફ્રન્ટ ખાતે છેલ્લા ૫૦ દિવસથી માત્ર ત્રણ સુવિધા ચાલુ છે.રોજ ઝૂ ખાતે પાંચથી લઈને દસ હજાર થી વધુ મુલાકાતીઓ આવતા હોય છે.તેમના કહેવા પ્રમાણે એક મહીનામાં અમને રૂપિયા ૫૭ લાખની આવક થવા પામી છે.

આર એન્ડ બીએ રિપોર્ટ આપ્યો નથી

કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ૧૪ જૂલાઈને રવિવારે સાંજે બનેલી દુર્ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે,સાત દિવસની અંદર આ ઘટના મામલે એફએસએલ અને આર એન્ડ બી વિભાગ દ્વારા તપાસ પુરી કરી લેવામાં આવશે.પરંતુ ૫૦ દિવસ પછી પણ આ રિપોર્ટ જાહેર જનતાના હીતમાં જાહેર કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહેવા પામ્યુ છે

સ્ટેન્ડીંગ કમિટીમાં કે બોર્ડ બેઠકમાં પણ કોઈ ચર્ચા નહીં

૧૪ જૂલાઈ-૨૦૧૯ના રોજ બનેલી દુર્ઘટના બાદ આજદીન સુધીમાં છ જેટલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક અને એક મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય બેઠક મળી ગઈ.કમનસીબે અમદાવાદીઓ માટે રૂપિયા ૩૬ કરોડના ખર્ચે કાર્યરત કરવામાં આવેલા લેકફ્રન્ટને ફરીથી ધમધમતુ કરી શકાય એ માટે સમખાવા પણ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટ કે કમિટીના અન્ય સભ્યોએ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને એમ પણ પુછવાની હીંમત કરી નથી કે,સાહેબ હવે લેકફ્રન્ટ ઉપરની એકટિવિટી ફરી કયારે શરૂ થઈ શકશે?

આજ પરિસ્થતી ૩૦ જૂલાઈના રોજ મળેલા મ્યુનિસિપલ બોર્ડમાં જાવા મળી હતી.આ બેઠકમાં વિપક્ષનેતા દીનેશ શ્રીદયાલ શર્માએ એસટીપી પ્લાન્ટોમાં ચાલી રહેલી ગેરરીતીઓ મામલે જવાબ માંગ્યા પણ કાંકરીયા લેકફ્રન્ટ કે જે ૫૦ દિવસથી સુમસામ બની ગયુ છે એ ફરીથી શરૂ કયારે કરવાના છો એ અંગે મ્યુનિસિપલ કમિશનરને પુછવાની હીંમત ન કરી.

દસ ટકા પ્રોફીટ માર્જીનની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને મળે છે

કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ચાલતી વિવિધ પ્રકારની એકટિવિટીમાંથી જે આવક થાય છે તે પૈકી દસ ટકા પ્રોફિટ માર્જીનની આવક અમપાને મળે છે.છેલ્લા ૫૦ દિવસથી આ આવક તંત્ર ગુમાવી રહ્યુ છે.દુર્ઘટના બાદ અમપાના મેયરે આ ઘટનામાં તંત્રના કોઈ અધિકારીની જવાબદારી ન હોવાનો રાગ આલાપ્યો હતો.

 [:]