[:gj]7 સપ્ટેબરે હાર્દિક પટેલના ઉપવાસની મહત્વની ઘટનાઓ[:]

[:gj]આ સાથે સોલા સિવિલના ડોક્ટરોએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે હાર્દિક પટેલની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. સાથે હાર્દિક પટેલનું એકપણ અંગે ડેમેજ ન હોવાનું પણ ડોક્ટોરએ જણાવ્યું હતું. સોલા સિવિલના ડોક્ટરો હાર્દિક પટેલને સારી સારવાર આપી રહ્યા છે.

ડોક્ટરનું વધુ કહેવું છે કે, હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનું નિવેદન આપી રહ્યા છે. આ પ્રશ્નના જવાબમાં ડોક્ટરે કહ્યું હતું કે, હાર્દિક પટેલના ડોક્ટરને જાણ કરીને હાર્દિકની સારવાર કરવામાં આવી રહી છે. અને તેઓ સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની કામગીરીથી સંતુષ્ઠ છે.

હાલ હાર્દિકના પલ્સ, બ્લડ પ્રેશર, ઓક્સિજનની માત્રા જેવા અનેક રિપોર્ટો નોર્મલ આવ્યા છે. લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાર્દિક પટેલને ગ્લુકોઝની બોટલ ચડાવાઇ રહી છે. ગ્લુકોઝ ચડાવવાથી હાર્દિકની અશક્તિ દુર થશે.
હાર્દિકે નરેશ પટેલની મુલાકાત પહેલાં જ પોતાના સૂર બદલ્યા છે. અમરણાંત ઉપવાસના પારણાં માટે મધ્યસ્થીને લઈને હાર્દિક પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. હાર્દિક પટેલે ટ્વિટર પર લખ્યુ છે કે, વ્યક્તિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આજે ખોડલધામના નરેશ પટેલ મધ્યસ્થીને લઈને અમદાવાદ આવી રહ્યા છે.

આ અગાઉ પાટીદાર સમાજના અગ્રણી સી.કે. પટેલ મધ્યસ્થીનો પ્રયાસ કરી ચુક્યા છે ત્યારે હાર્દિક પટેલે કોઈનું નામ લીધા વિના ટ્વિટ કર્યુ છે કે, વ્યક્તિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી. આ આંદોલન છે અને કોઈ પણ વ્યક્તિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે. આ મુદ્દાઓ પર સરકારની પ્રતિક્રિયા રાહ જોવામાં આવી રહી છે.

Hardik Patel

@HardikPatel_
મેં વ્યકતિગત કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી.આ આંદોલન છે અને કોઈ પણ વ્યકતિ આંદોલનના મુખ્ય મુદ્દાઓનું સમાધાન કરી શકે છે.હું સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું.હું આંદોલનકારી છું,મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે.છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરે તો છે.

આ ઉપરાંત હાર્દિકે કહ્યું કે, સમાજના તમામ આગેવાન અને સંસ્થાનું સન્માન કરું છું પણ હું આંદોલનકારી છું, મારે ફક્ત મુદ્દાઓ સાથે મતલબ છે. છેલ્લા ત્રણ વર્ષથી સમાજના આગેવાનો મધ્યસ્થી કરે તો છે. આમ હાર્દિક પટેલે મધ્યસ્થી કરનારાઓ પર ક્યાંકને ક્યાંક માર્મિક સવાલ ઉઠાવ્યા છે. જે જોતાં હવે હાર્દિકની સાથે મુલાકાત પહેલાં નવા સમીકરણો થાય તેવી શક્યતા રહેલી છે.

આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે અને તેમને આજે પોતાની વીએસ હોસ્પિટલનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે. વિજય રૂપાણી નરેશ પટેલ સાથે મુલાકાત કરી શકે છે. બપોરના સમયે નરેશ પટેલ સાથે મુલાકાત કરી શકે છે.

નરેશ પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી. ચર્ચા દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને પારણા કરી લેવા માટે સમજાવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલ જાણે નરેશ પટેલની વાત માની લીધી હોય તેમ તે સોલા હોસ્પિટલમાં દાખલ થવા તૈયાર થઈ ગયો છે.

હાર્દિક પટેલને હોસ્પિટલાઇઝ કરવા મુદ્દે મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું. મનોજ પનારાએ કહ્યું, હાર્દિકની તબિયત લથડતા હોસ્પિટલાઇઝ કરાયો છે. આજે નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિક કોમામાં જઈ શકે તેવી શક્યતાને જોતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતો. નરેશ પટેલ સાથેની મુલાકાતા બાદ તબિયત લથડી હતી. હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. હાર્દિક પટેલ કોમામાં જઇ શકે તેવી શક્યતા હતી.

હાલ ગ્રીનવુડ રિસોર્ટમાં હાર્દિક પટેલને લેવા સોલાહોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ આવી હતી. સોલા સિવિલમાં હાર્દિક માટે છઠ્ઠામાળે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાર્દિકની સારવાર માટે એક ખાસ ડોક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે.

પનારાએ વધુમાં કહ્યું, હાર્દિકનું અનશન હજુ ચાલુ છે. હાર્દિકે હજુ સુધી અન્ન કે પાણી લીધુ નથી. હાર્દિક પટેલે 20 કલાકથી પાણી પીધુ નથી. નબળા સ્વાસ્થ્ય સાથે સમાજની સેવા ન થઇ શકે. હાર્દિકના ઉપવાસ યથાવત જ છે. લોકોની લાગણીને ધ્યાને રાખીને હાર્દિકને હોસ્પિટલ ખસેડાયો હતો.
14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ખોડલધામના નરેશ પટેલની સમજાવટ બાદ હાર્દિક સ્વેચ્છિક રીત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સોલા સિવિલ હોસ્પિટલે હાર્દિક પટેલનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું છે.હાલ મળી રહેલા અહેવાલમાં જાણવા મળી રહ્યું છે કે, હાર્દિકની માંગણીને લઈને તેને SGVPની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ સાથે સોલા સિવિલના ડોક્ટરોએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે હાર્દિક પટેલની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઇને ખાનગી હોસ્પિટલ જવા અંગે પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, આ સરકારી હોસ્પિટલમાં હાર્દિક પટેલની પ્રાથમિક સારવાર ડોક્ટરોએ આપેલી, રિકવરી પણ દેખાઇ રહી છે. પરંતુ અમને સરકાર પર ભરોસો નથી. જેથી અમે હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માંગીએ છીએ.

સુત્રોના જણાવ્યા અનુસાર, ત્યારે હાર્દિક પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાંથી જવાની માંગણી કરી રહ્યો છે. પાસના કન્વિનર હાર્દિકને SGVPમાં લઈ જવાની માંગણીઓ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હાર્દિક પટેલનું કહેવું છેકે SGVP નજીક હોવાથી સહ કન્વીનરોને તકલીફ ઊભી ન થાય તે માટે SGVP ગુરુકુળમાં સારવાર માટે ખસેડવા માંગણી કરી રહ્યો છે.
14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. નરેશ પટેલે હાર્દિકની મુલાકાત બાદ હોસ્પિટલમાં દાખલ તો થઈ ગયો છે. પરંતુ તેને લઈને ઉર્જામંત્રી સૌરભ પટેલે મોટું નિવેદન આપ્યું છે.

ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, હાર્દિક પટેલ સ્વૈચ્છિક રીતે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. પાટીદાર સંસ્થાઓ સાથે સરકારે અગાઉ ચર્ચા કરી છે. હાર્દિક પટેલ સહિત મનોજ પનારા અને પાસની ટીમે આજે ખોડલધામ નરેશ પટેલ અને સમાજના આગેવાનોનું અપમાન કર્યું છે. આ સિવાય ખોડલધામ નરેશ પટેલ અમને જે મળવાની વાત હતી, તે સાવ ખોટી છે. નરેશ પટેલે અમને મળવાનો પ્રયત્ન કર્યો નથી. અમારી સરકારમાં તમામ સમાજ માટે સરકારના દરવાજા ખુલ્લા જ છે. પરંતુ કોંગ્રેસ જે રીતે લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે તેમને મારે એક સવાલ પૂછવો છે કે કોંગ્રેસે અનામત અંગે પોતાનું સ્પષ્ટ વલણ જાહેર કરવું જોઈએ.

બીજી બાજુ સૌરભ પટેલના નિવેદન પર પાસના કન્વિનર મનોજ પનારાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ પનારાએ કહ્યું કે, સૌરભ પટેલ જે રીતે અમારા પર આરોપ લગાવી રહ્યા છે તેમને મારે એક સવાલ પૂછવો છે કે, કોણે કોનું અપમાન કર્યુ તે ગુજરાતની જનતા જાણે છે. સરકારે કરોડો ખેડૂતોનું અપમાન કર્યુ છે.

પનારાએ વધુમાં કહ્યું કે, સરકાર સાથે અમે આવતીકાલે 11 વાગ્યા સુધી ચર્ચા કરવા માટે તૈયાર છીએ. જો અમને સરકાર તરફથી વાતચીત કરવાનું આમંત્રણ મળશે તો અમે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ હાલ સરકારના મંત્રીઓ જે રીતે ખોટા નિવેદનો કરી રહ્યા છે તેમને મારે કહેવાનું છે કે તેઓ ખોટા આક્ષેપબાજી બંધ કરે.

નરેશ પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. 14માં દિવસે તબિયત લથડતા હાર્દિક પટેલને હોસ્પિટલમાં ખસેડાયો છે. તેવામાં હાર્દિક પટેલના ઉપવાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી પરંતુ થોડી જ વારમાં આ અરજીને પરત ખેંચી લેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ અરજીમાં તત્કાલ સુનાવણી કરવાની માંગ કરવામાં આવી છે, જેને અર્જન્ટ સર્ક્યુલેશન કોર્ટે પરવાનગી પણ આપી દીધી હતી. આ જાહેર હિતની અરજી હાર્દિકના ઉપવાસ અને તેની બગડતી તબિયત બાબતે કરવામાં આવી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવાની પણ બધી જ તૈયારી કરી લેવામાં આવી હતી પરંતુ અંત સમયમાં અરજી પરત ખેંચી લેવામાં આવી હતી, જેથી આને લઈને પણ હવે નવી અટકળો થવા લાગી છે.

હાર્દિક પટેલને હોસ્પિટલાઇઝ કરવા મુદ્દે મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું. મનોજ પનારાએ કહ્યું, હાર્દિકની તબિયત લથડતા હોસ્પિટલાઇઝ કરાયો છે. આજે નરેશ પટેલની મુલાકાત બાદ હાર્દિક કોમામાં જઈ શકે તેવી શક્યતાને જોતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતો. નરેશ પટેલ સાથેની મુલાકાતા બાદ તબિયત લથડી હતી. હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. હાર્દિક પટેલ કોમામાં જઇ શકે તેવી શક્યતા હતી.

મંત્રણાં માટે સરકારને આપેલુ ૨૪ ક્લાકનું અલ્ટીમેટમ ગુરૂવારે સાંજે 7 વાગ્યે પૂર્ણ થતા હાર્દિક પટેલે જળત્યાગ કર્યાનુ પાસ કોર કમિટીના મનોજ પનારાએ જાહેર કર્યુ હતુ. ૧૩ દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની શારરિક સ્થિતિ પહેલાથી જ અશક્ત છે.

ગુરૂવારે સવારે તેમને વ્હિલચેર પર લઈ જવામા આવ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલના આસીટન્ટ પ્રોફેસર ડો.પ્રવિણ સોલંકીએ મેડિકલ ચેકઅપ બાદ હાર્દિકની કિડની અને લિવરને ગંભીર અસર પહોંચી રહ્યાનું જાહેર કર્યુ હતુ. હોસ્પિટલની ટીમ છાવણીને તૈનાત કરવામાં આવી છે. મોડી સાંજે મિડિયા સમક્ષ મનોજ પનારાએ હાર્દિકને સરકારના ઈશારે પોલીસ ગમેત્યારે હોસ્પિટલમાં દાખલ કરે તેવી આશંકા વ્યક્ત કરી હતી. ભાજપ સરકારની માનસિકતા હાર્દિકનું જીવન ઉપવાસમાં ખતમ થાય તેવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

ચૂંટણી આવે છેઃ હાર્દિક

અલ્ટીમેટમ પછી પણ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા હાર્દિકે ભાજપને ભાંડયો હતો. ટ્વિટ કરીને તેણે લખ્યુ કે ગોધરાકાંડના ગુંડા ગુજરાતના ભાજપવાળાને હું મરી જઉ તો શું ફરક પડવાનો, તેમણે તો હજારોની હત્યા પછી સત્તા મેળવી છે. 13 દિવસના ઉપવાસ પછી ભાજપવાળાએ ખેડૂતોનો સૌથી મોટા પાટીદાર સમુદાય માટે કંઈ વિચાર્યુ નથી, શબ્દ ઉચ્ચાર્યો નથી. કંઈ વાંધો નહી ચૂંટણી આવે છે.

કોંગ્રેસના રાજમાં ગામડું ધ્રુજતું હતું : જીતુ વાઘાણી

વિપક્ષના નેતા મુખ્યમંત્રીને મળ્યા પછી સરકારને બદલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી મિડિયા સમક્ષ આવ્યા હતા. કોંગ્રેસના ગુંડારાજમાં ગામડુ થરથર ધ્રુજતુ હતુ, ખેડૂતો પાયમાલ હતા તેવા ભૂતકાળને વર્ણવતા વાઘાણીએ વિપક્ષના નેતા રાજકિય અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

સ્વર્ણિમ સંકૂલમાં પત્રકારોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સ્વર્ણિમ સંકૂલ-૧મા પ્રત્રકારોનો પ્રવેશ બંધ કરાયો હતો. સરકારની હરકત સામે ભારે ટીકા થઈ હતી. એક તબક્કે આ તઘલગી ફરમાન અંગે ખુદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ પોતે અજાણ હોવાનું કહ્યુ હતુ.

છેલ્લા 14 દિવસથી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તેવો ખોડલધામ નરેશ પટેલે મધ્યસ્થી માટે તૈયારી દર્શાવી હતી અને તેના માટે તેઓ અમદાવાદ પહોંચી ગયા છે. સમાજ હિત માટે કોર્ટમાં ચાલતી કાર્યવાહીમાં પણ ખોડલધામ પક્ષકાર થશે તેવી માહિતી મીડિયા સાથેની વાતચીતમાં આજે ખોડલધામ ચેરમેને કરી હતી. અત્યાર સુધી પાસ કે હાર્દિક પટેલ તેમની સાથે કોઈ જ પ્રકારની વાતચીત ન કરી હોવાનું કહ્યું હતું.

અમદાવાદ પહોંચતાં પહેલા નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકને સમજાવીને પારણાં કરી પછી બધી વાત કરીશું. સમાધાનની હાલ કોઈ મુદ્દા નક્કી નથી થયા. હાર્દિકને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું. આ મામલો સંવાદથી જ નિરાકરણ આવે તેવો છે. હું મધ્યસ્થી માટે તૈયાર છું.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોનો મુદ્દો મને યોગ્ય લાગે છે, હું પૂરો પ્રયાસ કરીશ કે હાર્દિક પારણાં કરી લે. કોઈ સારું કામ હોય તો આગળ આવવું જોઈએ. પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈ. નરેશ પટેલે કહ્યું કે, દરેક સમાજના આર્થિક નબળા લોકોને અનામત મળવી જોઈએ, જે જરૂરી છે. આ મામલે દિનેશ કુંભાણીએ હોમમિનિસ્ટર સાથે વાત કરી છે. સમાજ પાસે સાચો મુદ્દો આવે ત્યારે લોકો સાથે જોડાય છે.

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મનાવવા માટે મધ્યસ્થી બનેલા પાટીદાર સંસ્થાના આગેવાન સી.કે પટેલ સામે ભારે વિરોધ થતાં અંતે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને સરકાર સાથે વાતાઘાટો કરવા મોકલવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીના બે મુદ્દા સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

આ સાથે હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાન કરાવવા માટે ખોડલધામના નરેશ પટેલને મધ્યસ્થી બનાવવામાં આવે તે દિશામાં સરકાર અને પાસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત અંદોલન સમિતિ અને સરકાર પણ નરેશ પટેલને એક વગદાર અને નિષ્પક્ષ આગેવાન માને છે.

હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ આંદોલનના આજે 14 દિવસ થતાં રાજ્યમાં વિવિધ સ્થાનો પર ઉગ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં વિવિધ સ્થાનો પર વિદ્યાર્થીઓ તરફથી ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં શાળા કોલેજો બંધ કરાવવા સુધીના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગઇકાલે પણ હાર્દિકના સમર્થનમાં સુરતના વરાછા વિસ્તારમાં કોલેજની બહાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જે પછી સાજે સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કુલના વિદ્યાર્થીઓએ ધરણાં કર્યા હતા. વિદ્યાર્થીઓએ પાટીદારની ટોપી પહેરી હતી અને જય પાટીદાર જય સરદારના નારા લગાવ્યા હતા. જેના કારણે સ્કુલ પ્રશાસને શાળાનો મેન ગેટ બંધ કરી દીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા હાર્દિકના સમર્થનમાં અને અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરવવાની માગ કરવામાં આવી રહી છે.

જ્યારે બોટાદના તાલુકા સેવા સદનની પાસે હાર્દિકના સમર્થકોએ ચક્કાજામ કર્યો હતો અને કલાકો સુધી સ્કુલ બસ રોક રસ્તાં પર આંદોલન શરૂ કર્યું હતું. જે પછી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચતા પરિસ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી અને બસને મુક્ત કરવામાં આવી હતી. અહીં 50 જેટલાં વિદ્યાર્થીઓ એકત્ર થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જય પાટીદાર જય સરદારના નારા લગાવ્યા હતા.

આજે વહેલી સવારથી જ રાજકોટમાં પણ વિરોધ સૂર સાંભળવા મળ્યો હતો. રાજકોટની આત્મીય કોલેજ બંધ કરાવવા માટે હાર્દિકના સમર્થકો મોટી સંખ્યામાં પહોચ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશવાથી રોકવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે પછી પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોતાં આત્મીય કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ તરફ બનાસકાંઠામાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર વિદ્યાર્થીઓ રોડ પર આવી કર્યા સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા હતા. જેમાં કર્ણાવત સ્કૂલના વિદ્યાર્થીઓએ સરકાર સામે ન્યાયની માગણીના સુત્રોચ્ચાર કર્યા હતા. અને હાર્દિકના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

હાર્દિકના ઉપવાસ આંદોલનના 14માં દિવસે હવે મેરેથોન મીટિંગોનો દોર વચ્ચે સ્થાનિક ડીસીપી હાર્દિકની ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા. જે સાથે જ વિવિધ અટકળો શરૂ થઇ છે. ડીસીપીએ હાર્દિક સાથે મુલાકાત કરી તેના ખબર-અંતર પૂછ્યા હતા. ડીસીપીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ કે, હાર્દિક 14 દિવસથી ઉપવાસ પર છે. જેથી તેની સાથે મુલાકાત કરી તેની તબીયત અંગે જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત તેમને કહ્યું કે, હાર્દિકને કોઈપણ પ્રકારની મેડીકલ મદદની જરૂર હશે તો તેને પુરી કરવા માટે પોલીસ હંમેશા તૈયાર છે. અત્રે નોંધનીય છે કે, અત્યારસુધી આક્રમક વલણ દાખવનાર પોલીસે આજે નરમાઈશથી વાત કરી હતી. પોલીસ તંત્ર તબીબો સાથે સંપર્કમાં હોવાની વાત ડીસીપી જયપાલસિંહે કરી છે.

છેલ્લા 14 દિવસમાં પહેલી વખત હાર્દિકની છાવણીમાં અમદાવાદ પોલીસ પહોંચતા જ ઉપવાસ છાવણીમાં માહોલ તંગ બન્યો હતો. પરંતુ ડીએસપીએ ફક્ત હાર્દિકની તબિયત જાણવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પછી હાર્દિકના ઉપવાસના સ્થળે ક્રાઇમબ્રાન્ચના જેસીપી જે. કે. ભટ્ટ અને સેક્ટર 1ના અમિત વિશ્વકર્મા હાર્દિકની છાવણીએ પહોંચ્યા છે.

રાજકીય વાતચીત વચ્ચે પોલીસ પણ હાર્દિકની આ સ્થિતિ પર નજર રાખી રહી છે. આજે અમદાવાદ પોલીસના ત્રણ ઉચ્ચ અધિકારીઓ હાર્દિકની પાસે પહોંચ્યા છે. આ તરફ ખોડલધામની ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિ નરેશ પટેલ પણ હાર્દિક સાથે મુલાકાત કરવા માટે પહોંચી રહ્યા છે. જે જોતાં આગામી સમયમાં હાર્દિકના ઉપવાસ પર સસ્પેન્સ આજે ખતમ થવાની શક્યતા જોવા મળી રહી છે.

4 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ હાર્દિક પટેલ પારણાં કરે તે માટે નરેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે. અહીં તેમણે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાર્દિકની તબીયતને લઇ ચિંતીત છે. હાર્દિકને જલદી પારણાં કરવા તેઓ વિનંતી કરશે. બહુ જલ્દી આજે કે કાલે હાર્દિક પારણાં કરે તે માટે તેઓ તેને વિનંતી કરશે. તેઓ હાર્દિક સાથે વાતચીત કરીને તેની માંગોને સરકાર સુધી પહોંચાડશે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારી રીતે પૂર્ણ કરવા માટે નરેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે. પ્રથમ નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકને પારણાં કરવા વિનંતી કરવા આવ્યો છું. આ માટે ઉમિયાધામ અને ખોડલધામ બંને સંસ્થા સાથે મળીને પ્રયાસ કરશે. આ મામલે હજુ સુધી સરકાર દ્વારા મધ્યસ્થીની તેમને કોઈ વાત થઇ નથી.

ઉલ્લેખનિય છે કે હાર્દિક પટેલ ઉપવાસ છોડે તેવી ખોડલધામ નરેશ પટેલને આશા છે. તેમજ કોર્ટમાં ચાલતી મેટરમાં પણ ખોડલધામ પક્ષકાર થશે તેવી માહિતી આજે ખોડલધામ ચેરમેને કરી હતી. અત્યાર સુધી પાસ કે હાર્દિક પટેલ તેમની સાથે કોઈ જ પ્રકારની વાતચીત ન કરી હોવાનું કહ્યું હતું. અમદાવાદ ખોડલધામની ટીમે હાર્દિકના ઉપવાસને લઈને કામગીરી આરંભી દીધી હોવાનું તેમણે જણાવ્યું હતું.

હાર્દિક પટેલનો ખેડૂતોનો મુદ્દો યોગ્ય છે. હાર્દિક સાથે ચર્ચા વખતે યોગ્ય નિર્મણ લઈશું કે કયા મુદ્દા લેવા જોઈએ અને કયા મુદ્દાને બાદ કરવા જોઈએ. ગુરુવારે હાર્દિક અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરવા માટે દીનેશ કુંભાણી ગૃહમંત્રીને મળ્યા હતા. જેમાં વાતચીત થઈ હતી કે જો કોઈ સકારાત્મક પરિણામ આવતું હોય તો નરેશ પટેલ હાર્દિકની મુલાકાત લઈને યોગ્ય ચર્ચા વિચારણા કરે.

નરેશ પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી.

હાર્દિક સાથે મુલાકાત બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે એક પ્રેસકોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને જણાવ્યું કે, હાર્દિકની તબિયતને લઈને પાટીદાર સમાજ ચિંતિત છે. મેં આજે પહેલી વિનંતી એવી કરી છે કે હાર્દિક બને એટલા ઝડપથી પારણા કરી લે. હાર્દિક હજી પણ તેની ત્રણ માંગણી કરી રહ્યો છે. ત્રણેય માંગ અંગે મેં હાર્દિકને ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામ ધાર્મિક સંસ્થાઓ મળીને આજે સરકાર સમક્ષ આ વાત મુકશે. બંને એટલી ઝડપથી આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. મેં હાર્દિકને ખાતરી આપી છે કે દરેક સંસ્થા તારી સાથે છે. આખા સમાજને તારી તબિયતની ચિંતા છે.

તમને જણાવી દઈએ કે, 14 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ હાર્દિક પટેલ પારણાં કરે તે માટે નરેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે, તેઓ હાર્દિકની તબીયતને લઇ ચિંતીત છે. હાર્દિકને જલદી પારણાં કરવા તેઓ વિનંતી કરશે. બહુ જલ્દી આજે કે કાલે હાર્દિક પારણાં કરે તે માટે તેઓ તેને વિનંતી કરશે. તેઓ હાર્દિક સાથે વાતચીત કરીને તેની માંગોને સરકાર સુધી પહોંચાડશે.

આ માટે અમદાવાદ આવી પહોંચેલા નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરી હતી. બાદમાં મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, પાટીદાર આગેવાન તરીકે હું હાર્દિકને વિનંતી કરીશ કે તે વહેલામાં વહેલી તકે પારણાં કરી લે. હું કોઈના આમંત્રણ પર નહીં પરંતુ હાર્દિકની તબિયતને જોઈને અહીં આવ્યો છું. સરકાર સાથે મારે કોઈ વાતચીત નથી થઈ. અત્યારે અમારી પ્રાથમિકતા એટલી જ છે કે હાર્દિક પારણાં કરી લે.

નરેશ પટેલ છેલ્લા 14 દિવસથી પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી. ચર્ચા દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને પારણા કરી લેવા માટે સમજાવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલ જાણે નરેશ પટેલની વાત માની લીધી હોય તેમ તે સોલા હોસ્પિટલમાં દાખલ થવા તૈયાર થઈ ગયો છે.

ANI

@ANI
Ahmedabad: PAAS leader Hardik Patel has been taken to hospital following a deterioration in his health. He is on an indefinite hunger strike since 13 days, demanding reservations for Patidar community and loan waiver for farmers. #Gujarat

હાલ ગ્રીનવુડ રિસોર્ટમાં હાર્દિક પટેલને લેવા સોલાહોસ્પિટલમાંથી એમ્બ્બ્યુલન્સ આવી છે. સોલા સિવિલમાં હાર્દિક માટે છઠ્ઠામાળે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાર્દિકની સારવાર માટે એક ખાસ ડોક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે.

હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયું ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે, જ્યાં હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે.

બોટાદના ભદ્રાવડી ગામે હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે શિવયજ્ઞનું આયોજન કરાયું છે. શિવયજ્ઞમાં ગામના અલગ અલગ સમાજના લોકો જોડાયા હતા અને 150 જેટલા ખેડૂતો દ્વારા પોતાનું લોહી કાઢી સરકારને મોકલશે. કારણ કે સરકાર ખેડૂતોના લોહીની તરસી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે.

હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફી તેમજ અનામત મળે તેવી માગ સાથે છેલ્લા 14 દિવસથી ઉપવાસ શરુ કર્યા છે.ત્યારે 14 દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલની તબિયત દિવસેને દિવસે લથડી રહી છે.ત્યારે આજે હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય નીરોગી અને તંદુરસ્ત રહે તેમજ સરકાર સામે લડી શકે અને સરકારને સદબુદ્ધિ મળે તેને લઈ બોટાદના ભદ્રાવડી ગામે આજે ગામના અલગ અલગ સમાજના લોકો દ્વારા શિવ મદિરે શિવયજ્ઞનું આયોજન કરાયું હતું.

જેમાં ગામના અલગ અલગ સમાજના લોકો યજ્ઞમાં જોડાયા હતા. તેમજ જય સરદાર જય પાટીદારના નારા લગાવામાં આવ્યા હતા. શિવયજ્ઞમાં મહિલાઓ સહિત ગામ લોકો મોટી સખ્યામાં જોડાયા હતા . હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માગ સાથે જયારે 14 દિવસથી ઉપવાસ પર બેસેલ છે.

ત્યારે આજે ભદ્રાવડી ગામે ખેડૂતો દ્વારા સરકાર જાગે અને ખેડૂતો સામે જોવે તેવા હેતુ સાથે એક અનોખું આયોજન કરાયું હતું.જેમાં ગામના 150 જેટલા ખેડૂતો દ્વારા પોતાના શરીરમાંથી લોહી કાઢવામાં આવ્યું હતું અને તે લોહી ગુજરાતના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે અને જો સરકારને ખેડૂતોનું લોહી જ પીવું હોય તો આ લોહી પી લે અને જો ઘટે તો બીજું પણ મોકલવા આવશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતુ.

સરકાર બેઠક યોજશે પણ, નમતું જોખવા તૈયાર નથી

હાર્દિક પટેલની મુખ્ય ત્રણ માંગણીઓ સંદર્ભે શનિવારે બપોરે રાજ્ય સરકાર તથા ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ વચ્ચે બેઠક યોજાશે. જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનરો પણ જોડાશે. રાજ્ય સરકાર તરફથી ચાર સિનિયર મંત્રીઓ વાર્તાલાપ કરશે. આ બેઠકમાં જે નિષ્કર્ષ આવશે તેના આધારે હાર્દિકનો ઉપવાસ આંદોલન ચાલુ રહેશે કે પારણાં કરાશે, તે નક્કી થશે. જોકે, હાલને તબક્કે તો રાજ્ય સરકારે તો, અગાઉથી જ પાટીદારોને અનામત આપી શકાય તેમ નથી તેની સ્પષ્ટતા કરી દીધી છે.

જ્યારે ખેડૂતોના દેવાં માફીનો પ્રશ્ન હજારો કરોડો રુપિયાનો સવાલ છે ત્યારે હાર્દિકની આ માંગણી માટે પણ સરકાર તાત્કાલિક તૈયાર થઈ જશે તેમ માની લેવાને કોઈ કારણ નથી. હાર્દિક હોસ્પિટલને હવાલે કરી દેવાયો છે એટલે તેના કથળતા સ્વાસ્થ્ય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગેની મોટી ચિંતામાંથી અમુક અંશે તો સરકારને મુક્તિ મળી ગઈ છે. સંપૂર્ણત: સરકાર સાથેની મંત્રણામાં ખાતરીઓ અપાય પણ માંગણીઓ સ્વીકારી લેવાય તેવી સંભાવના ઓછી છે.

હાર્દિક પટેલે ત્રણ માંગણીઓ સાથે આમરણાંત ઉપવાસ શરુ કર્યા જેની ગંભીરતા પારખવામાં સરકાર અને તેનું ગુપ્તચર તંત્ર ખાસ સફળ થયું હોય તેમ કહી શકાય નહીં. હાર્દિકને તેના આ ઉપવાસ દરમ્યાન રાજ્ય અને દેશમાં અનેક મહાનુભાવો મળ્યાં છે. કોંગ્રેસે તો તેના આંદોલનને સરેઆમ ટેકો જાહેર કરી દીધો છે. રાજ્યના પણ જિલ્લે-તાલુકે અને ગામોમાંથી હાર્દિકને સમર્થન મળ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમથી સત્તાધારી પક્ષને રાજકીય રીતે તો કોઈ લાભ નથી જ થયો.

આમછતાં રાજ્ય સરકાર, હાર્દિકના ઉપવાસ આંદોલને પગલે પહેલાં દિવસથી જ મક્કમ રહી છે. શરુઆતમાં તો તેના આંદોલનને કોઈપણ રીતે નહીં ગણકારનાર સરકારના સિનિયર મંત્રી સૌરભ પટેલે પાટીદારોની છ સંસ્થાઓના પ્રતિનિધિઓની મધ્યસ્થીને સ્વીકારીને બેઠક યોજી હતી. એમાં પણ હાર્દિકની માંગણીઓ સ્વીકારવા અંગે કોઈપણ જાતનો ફોડ પાડ્યા વિના તેમણે તેને પ્રથમ તો પારણાં કરાવવાની જ અપીલ કરી આંદોલન સામે ધૂંટણિયે પડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

બંધબારણાની જાણકારી મુજબ, સરકારની મક્કમતા પાછળનું મુખ્ય કારણ એ છે કે, હાર્દિકની માંગણી પ્રમાણે જો પાટીદારોને અનામત આપવાનું શક્ય હોત તો, સરકારે આટલું મોટું રાજકીય નુકશાન વેઠવાને બદલે ક્યારનોય તેનો નિકાલ કર્યો હોત. એવી જ રીતે ખેડૂતોના દેવાની માફી પણ સરકાર માટે તાત્કાલિક એટલે શક્ય નથી કે તો, રાજ્ય સરકારને હજારો કરોડો રુપિયા ખેડૂતો વતી, બેંકોને ચૂકવવા પડે તેમ છે. એટલે આ માંગણીનો સ્વીકાર પણ સરકાર માટે મુશ્કેલ જણાઈ રહ્યું છે.

સરકાર તરફથી કંઈ ન મળ્યું છતાં હાર્દિકે નમતું જોખ્યું..?

પાસ નેતા હાર્દિક પટેલના ઉપવાસના ૧૪ દિવસ પછી સરકારમાંથી કોઇએ પણ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી નહીં કે કોઇ પ્રતિભાવ પણ આપ્યો નહીં અને પોતાને શારીરિક કારણોસર હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય તેનો વસવસો હોય તેમ દાખલ થયા પછી પણ હાર્દિકે સોશિયલ મીડિયામાં ભાજપ સરકાર પર પ્રહાર જારી રાખ્યા હતા. હવે હાર્દિક હોસ્પિટલમાં ઉપવાસ ચાલુ રાખે તો પણ જે માહોલ ઉભો થયો હતો તેવો નહીં રહી શકે તેવી વાત પણ શરૂ થવા પામી હતી. હાર્દિકના પારણા નરેશ પટેલ અને પૂર્વ સીએમ કેશુભાઇ પટેલના હસ્તે કરાવાય તેવી સંભાવના પણ પાસના વર્તુળોએ વ્યક્ત કરી હતી.

માગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશ તેવી જાહેરાત કરનારો હાર્દિક એકાએક ઉપવાસી છાવણીમાં દાખલ થઇ જવા સાથે સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા ચાલી હતી કે, એવું શું કારણ હતું કે આટલા દિવસ ટકી રહેલો હાર્દિક સરકારે કોઇપણ ખાતરી આપી નથી છતાં હોસ્પિટલમાં દાખલ થઇ ગયો? હાર્દિકના અલ્ટીમેટમ પછી પણ સરકારમાંથી કોઇ તેની ખબર લેવા સુધ્ધાં ફરક્યું ન હતું. સરકારનું વલણ એવું જ હતું કે તે તેની જાતે તેના ઘરે ઉપવાસ પર બેઠો હતો અને સરકારને તેમાં કંઇ કરવાનું રહેતું ન હતું.

ઉલટાનું હાર્દિકના કારણે પાટીદાર સમાજની જે નારાજગી ભાજપ વિરોધી ઉભી થઇ તેના કારણે કોંગ્રેસને લાભ મળ્યો હતો. પોલીસ બળજબરીથી દાખલ ના કરાવે કે પારણા ના કરવા પડે તે માટે આ વચલો રસ્તો કઢાયો હોવાનો મત પણ કેટલાક લોકોએ વ્યક્ત કર્યો હતો. પાટીદાર સમાજ રાજયભરમા હાર્દિકને સમર્થન આપીને આવવા લાગ્યા હતા ત્યારે જ હાર્દિકે હોસ્પિટલમાં દાખલ થઇ જતા ભલે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત રહી પણ હવે આંદોલનનું શું થશે સવાલ મહત્વનો બન્યો છે.

રાજીખુશીથી સારવાર માટે લવાયાનું પાસે લેખિતમાં આપ્યું
હાર્દિકને આઇસીયુ ઓન વ્હીલ મારફતે સોલા સિવિલ લવાયો ત્યારે મનોજ પનારાએ અમારી રાજીખુશીથી સારવાર માટે લાવીયે છે તેવું લેખિતમાં આપ્યું હતું. સોલા સિવિલમાં હાર્દિકને લવાયા તે પછી પાસના કેટલાક કાર્યકરો ત્યાં પહોંચી જતા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. હાર્દિકે સોલા સિવિલમાં સારવાર લીધા બાદ મોડેથી છારોડી-આયુર્વેદ હોસ્પિટલ એસજીવીપીમાં તેના કહેવાથી ખસેડાયો હતો.

અચાનક એવું શું થયું કે ઉપવાસી હાર્દિકે ગ્લુકોઝ ચડાવવાની પરવાનગી આપી..?

૧૪ દિવસના આમરણ ઉપવાસ અને બે વખત જળ ત્યાગ પછી હાર્દિકની કિડની ડેમેજ થયાની અને શરીરના અન્ય ફંકશન પર પણ અસર થયું હોવાનું હાર્દિકે જણાવ્યું હતું. સોલા સિવિલ દ્વારા તમામ પ્રકારના ટેસ્ટ કરીને નિષ્ણાત તબીબો દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જેમાં પલ્સ, બ્લડ પ્રેશર, આરઆર, ઓક્સીજન સામાન્ય હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. બ્લડ સેમ્પલ પણ લેવાયું છે. હાર્દિકની સંમતિથી ગ્લુકોઝની એક બોટલ ચડાવાઇ છે અને બીજી પણ ચાલુ કરાઇ છે. તે પછી અશક્તિ દૂર થવાનું શરુ થયું છે.

ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલની પાસ નેતા હાર્દિક પટેલ સાથેની દસ મિનિટની મુલાકાત રંગ લાવી હતી અને છેલ્લા ૧૪ દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલો હાર્દિક સારવાર માટે સ્વેચ્છાએ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં દાખલ થઇ જતા પાટીદાર સમાજ અને સરકારે પણ હાશકારો લીધો હતો. જો કે હાર્દિક દ્વારા શ્વાસ લેવામાં તકલીફ થતા અને કિડનીને નુકસાન થવાથી સારવાર લેવાનું નક્કી કરાયું હોવાનું જણાવી તે મ્હોં વાટે કોઇ પ્રવાહી નહીં લે અને ઉપવાસ આંદોલન ચાલુ હોવાનું જણાવાયું હતું. ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમે હાર્દિકને હોસ્પિટલાઇઝ થવા અને પારણા કરી લેવા અપીલ કરી હતી. હવે ઉમિયા ધામના અગ્રણીઓ સાથે સરકારને મળીને હાર્દિકના મુદ્દાઓ અંગે મીટીંગ કરીને નિવેડો લાવવા પ્રયાસ કરાશે.

બીજી તરફ સરકારે પણ અંદરખાને હાર્દિક પારણા કરે કે પછી હોસ્પિટલમાં સારવાર લેવા જાય તો જ વાટાઘાટ થઇ શકશે તેવું વલણ અપનાવ્યું હોવાથી હાર્દિક હોસ્પિટલાઇઝ થયો હોવાનું પણ ચર્ચાયું હતું. મધ્યસ્થી માટે પ્રયાસ સફળ થયા ન હતા પરંતુ ખોડલધામના નરેશભાઇ બન્ને પક્ષે તટસ્થ ગણાતા હોવાથી તેમની મધ્યસ્થી સ્વીકારાતાં નરેશ પટેલ રાજકોટથી આવીને પહેલા પાસના નેતાઓ સાથે મીટીંગ કરીને હાર્દિક સાથે દસ મિનિટ જેટલી વાત કરી ફરીથી પાસના નેતાઓ સાથે અલગ બેઠક કરી હતી. નરેશ પટેલ મીડિયા સાથે વાત કરીને હજુ ગ્રીનવુડની બહાર નિકળે તે પહેલા છેલ્લા ૧૪ દિવસથી ટકી રહેલા હાર્દિકે શ્વાસ લેવાની તકલીફ હોવાનું કહેતા ઉપવાસી છાવણીમાં એમ્બ્યુલન્સ મંગાવાઇ હતી અને જય સરદારના નારા વચ્ચે હાર્દિકને સોલા સિવિલમાં આઇસીયુમાં લઇ જવાયો હતો. પાસના નેતા મનોજ પનારાએ કહ્યું હતું કે હાર્દિકને કિડની સહિતની તકલીફ થતા તેનું જીવન મહત્વનું હોઇ હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો.

હાર્દિક હોસ્પિટલમાં ભરતી થયા બાદ, રાજ્ય સરકારનું જૈસે થેઃ દરેક સમાજ માટે દરવાજા ખુલ્લા

હાર્દિક પટેલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ ઉપવાસ આંદોલન અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપતાં રાજ્ય સરકારે જૈસે થેનું વલણ જારી રાખ્યું છે. સરકારના વરિષ્ઠ મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિને અગાઉ પણ ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમણે સમાજના આગેવાનોનું અપમાન કર્યું હતું.

સૌરભ પટેલે કહ્યું કે સરકાર પાટીદારોની તમામ સંસ્થા સાથે વાતચીત કરવા માટે તૈયાર હતી, પરંતુ પાટીદારોના તમામ આગેવાનોનું અપમાન કરવામાં આવ્યું છે. સમાજના તમામ આગેવાનો હાર્દિકની ચિંતામાં હતા, પરંતુ આગેવાનો હાર્દિકને મળવા ગયા ત્યારે તેના સાથીદારોએ અપમાન કર્યું હતું. તો અનામત અંગે કહ્યું કે સરકાર તમામ વિષયો પર સ્પષ્ટ છે. પણ કોંગ્રેસ જો હાર્દિકનું સમર્થન કરતી હોય તો તેને અનામત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

તેમણે ખુલાસો કરતા કહ્યું કે પાસના કોઈ આગેવાનોએ અમારી સાથે કોઈ વાતચીત કરવા માટે પ્રયાસ કર્યા નથી, પરંતુ સરકારના દરવાજા સમાજના તમામ સમુદાય માટે હંમેશા ખુલ્લા છે. જે કોઈ લોકો પોતાની રજૂઆત લઈને આવશે. તેમને સરકાર સાંભળવા માટે તૈયાર છે. અને રાજકીય રીતે પોતાનું વર્તન સરકાર વ્યક્ત કરશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે અનામત મામલે અમારું વલણ સ્પષ્ટ છે. ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ પણ સુપ્રીમ કોર્ટની 50 ટકાના સ્લેબની વાત આગળ મૂકતાં અનામત આપવા માટે અસમર્થતા દર્શાવી હતી. એ સિવાય ખેડૂતોના મામલે બોલતાં સૌરભ પટેલે કહ્યું હતું કે તમામ મુદ્દે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે, પરંતુ જો સમાજના નામે રાજકારણ રમવું હોય તો એવા લોકો સાથે સરકાર કોઈ વાતચીત કરવા તૈયાર નથી.

સોલા સિવિલ હોસ્પિટલમાં યુદ્ધનાં ધોરણે હાર્દિકની સારવાર શરૂ

પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો આજે ૧૪મો દિવસ છે. હાર્દિક પટેલને થોડા સમય પહેલા જ આઈસીયું ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખસડવામાં આવ્યો છે, જ્યાં હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે. સોલા સિવિલની બહાર એસઓજીની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ખડેપગે છે.

હાર્દિકની તબીયતને ધ્યાનમાં લેતા ડૉક્ટર્સે યુદ્ધનાં ધોરણે તેની પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી છે જેથી ટેક્નિકલ રીતે નરેશ પટેલની મધ્યસ્થી બાદ હાર્દિકનાં ઉપવાસનાં પૂર્ણ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય દર્દીઓને તકલીફ ન પડે તે કારણે હાર્દિકને સોલા સિવિલનાં છઠ્ઠા માળે દાખલ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સમર્થકો હાર્દિકની એમ્બ્યુલન્સની પાછળ પાછળ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. સરકારને આવી પરિસ્થિતિ સર્જાશે તેનો અંદાજ પહેલેથી જ હતો જેથી તેમણે હાર્દિક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

નરેશ પટેલે હાર્દિકને મનાવ્યો, ઉપવાસના 14માં દિવસે સોલા સિવિલમાં સારવાર શરૂ

પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો આજે ૧૪મો દિવસ છે. હાર્દિકની તબીયત લથડતા તેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાર્દિક પટેલને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા હતાં. નરેશ પટેલે હાર્દિકને પારણા કરી લેવા માટે અપીલ કરી છે. પરંતુ હાર્દિક તેની વાત પર મક્કમ છે અને તે ઉપવાસનો અંત લાવવા માટે તૈયાર નથી. સોલા સિવિલ હોસ્પિટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. હાર્દિક પટેલનેી તબિયત અત્યંત કથળી હોવાથી તેને સોલા સિવિલના છઠ્ઠા માળે તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપવાની કામગીરી શરૂ થઈ છે.

હાર્દિકને આજે મેડિકલ કરાવ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની તૈયારી કરવામાં આવી હતી. હાલ તેને આઈસીયું ઓન વ્હીલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો છે, જ્યાં હાર્દિક માટે આસીસીયુમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, મોટી સંખ્યામાં સમર્થકો તેની એમ્બ્યુલન્સની પાછળ સોલા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે. સોલા સિવિલની બહાર એસઓજીની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ખડેપગે છે. હાર્દિકને લઈને એમ્બ્યુલન્સ સોલા સિવિલ પહોંચી ગઈ છે.

હાર્દિક પટેલને લેવા આવેલ એમ્બુલન્સ
નરેશ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું કે, હાર્દિક પટેલનું જીવન અમારા માટે ખૂબ મહત્વનું છે. હાર્દિકની જિંદગી ખૂબ કિંમતી છે. તેથી ઉમિયા ધામ અને ખોડલ ધામ સાથે મળીને સરકાર સાથે બેઠક યોજશે અને હાર્દિકનાં મુદ્દાઓ પર ચર્ચા કરશે. નરેશ પટેલ હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે મધ્યસ્થી બનશે તે વાતને લઈને હાર્દિકે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મેં વ્યક્તિગત રીતે કોઈને પણ મધ્યસ્થી બનવાનું નથી કહ્યું. આ આંદોલન છે અને કોઈ પણ વ્યક્તિ આંદોલનનાં મુખ્ય મદ્દાઓનું સમાધાન લાવી શકે છે. અને એમ પણ છેલ્લા ત્રણ વર્ષથી સમાજનાં આગેવાનો મધ્યસ્થી કરે તો છે.

મીડિયાને સંબોધી રહેલ નરેશ પટેલ
નરેશ પટેલે મીડિયા સાથે કરેલ વાતચીતમાં જણાવ્યું કે, જો હાર્દિક પટેલ અને સરકાર ઈચ્છે તો જ હું મધ્યસ્થી બનવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે, હું હાર્દિકને અપીલ કરું છું કે તે પારણા કરી લે. આ ઉપરાંત તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે મને અહીં હાર્દિકે બોલાવ્યો નથી. પરંતુ મને પાસના આગેવાનો અને પાટીદાર યુવાનોનાં ફોન આવતાં હતા જેથી હું મારા મનથી અહીં હાર્દિકને મળવા આવ્યો છું. તેમણે એમ પણ કહ્યું કે હાર્દિક પટેલના ઉપવાસનો આજે છેલ્લો દિવસ છે. હાર્દિકની તબીયત લથડતી હોવાથી પારણાં કરાવવા અનિવાર્ય છે.

ખેડૂતોને દેવામાફી મુદ્દે કોંગ્રેસના ધરણા, પરેશ ધાનાણીના 24 કલાકના પ્રતિક ઉપવાસ

કોંગ્રેસના નેતાઓના જિલ્લાના મુખ્યમથકે સરકારની બિનલોકશાહી નીતિનો વિરોધ કરવા એક દિવસનો પ્રતિક ઉપવાસ અને ધરણા

રાજકોટમાં વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસનો બહિષ્કાર કરીને હાર્દિક પટેલને આપ્યું સમર્થન

ખેડૂતોને દેવામાફીના મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમદાવાદ સાબરમતી આશ્રમ પાસે 24 કલાકના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. રાજ્યની ભાજપની સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોના દેવા માફ નહીં થતા તેઓ પાયમાલ થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોની દેવામાફીની માગને લઈને કોંગ્રેસના નેતાઓ ઠેર ઠેર પ્રતિક ઉપવાસ તેમજ ધરણા પર બેઠા છે. વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી શુક્રવારે સાબરમતી આશ્રમ પાસે 24 કલાકના ઉપવાસ પર બેઠા હતા. તેમણે ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને નમન કરીને ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના કેટલાક સમર્થકો પણ જોડાયા હતા.

વિપક્ષના નેતા ધાનાણી ગાંધીજીની પ્રતિમાને નમન કરી ઉપવાસ પર બેઠા હતા

હાર્દિકના ઉપવાસનો 14મો દિવસ છે અને સરકારના અક્કડ વલણ સામે હાર્દિકે ફરીથી જળત્યાગ કર્યો છે ત્યારે કોંગ્રેસે રાજ્યના તમામ મુખ્યમથકોમાં અને જિલ્લાભરમાં ઠેર ઠેર ધરણાનો કાર્યક્રમ આરંભ્યો છે. ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારના બિનલોકશાહીભર્યા વલણ બદલ કોંગ્રેસના તમામ નેતાઓ આજે એક દિવસનો પ્રતિક ઉપવાસ તેમજ દેખાવો કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતોના દેવાને સંપૂર્ણ માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી રાજ્યમાં કોંગ્રેસ જંપીન નહીં બેસે.

નેતા વિપક્ષ ધાનાણી અને કોંગ્રેસના સમર્થકો સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા

ખેડૂતોની સંપૂર્ણ દેવામાફી અને હાર્દિક પટેલ સાથે મુખ્યપ્રધાન દ્વારા સીધો સંવાદ સ્થાપીત કરીને આંદોલનનો અંત લાવવા, અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓની મુક્તિની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યો-નેતાઓએ ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લીધી હતી. કોંગ્રેસની માગણી અંગે મુખ્યપ્રધાને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજીતરફ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાર્દિકના સમર્થનમાં આજથી તાલુકા-જિલ્લા સ્તરે 24 કલાકના ઉપવાસ-ધરણાં શરૂ કરાયા છે.

રાજકોટમાં કોલેજ અભ્યાસનો બહિષ્કાર કરીને વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યો હર્ષદ રીબડિયા, નિરંજન પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ સહિતના 40થી વધુ અગ્રણીઓએ ગુરુવારે સાંજે સ્વર્ણિમ સંકુલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત લઈને આવેદન સુપરત કર્યું હતું. મુખ્યપ્રધાન સાથેની મુલાકાત બાદ વિરોધપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓને કારણે ગુજરાતના ખેડૂતો અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આજે રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, સસ્તી અને સમયસર વીજળી મળતી નથી. પાણીની તંગી ધરાવતાં અને ઓછા વરસાદને કારણે અછતની સ્થિતમાં હજારો ખેડૂતોને સિંચાઈની સુવિધા નથી. સેટેલાઈટ દ્વારા જમીન માપણીથી લાખો ખેડૂતોની મિલકત ઉપર કાયદાકીય સવાલો ઉભા થયા છે. ખેડૂતો દેવાનાં ડુંગર તળે દબાઈને વ્યાંજકવાદીઓના કારસામાં ફસાઈને પોતાની મા સમાન જમીન ગિરવે મૂકવાની ફરજ પડી રહી છે અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલાં ખેડૂતો અંતે આત્મહત્યા તરફ ધકેલાઈ રહ્યા છે. જગતનો તાત આજે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકારે તાત્કાલિક ખેડૂતોના સંપૂર્ણ દેવામાફીની જાહેરાત કરવી જોઈએ.

હાર્દિક પટેલના આમરણ ઉપવાસ અંગે વિપક્ષના નેતાએ જણાવ્યું કે, દેવામાફી સહિત ખેડૂતોના વિવિધ મુદ્દે રાજ્યના એક અન્નદાતાનો દીકરો છેલ્લા 13-13 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે, પરંતુ ભાજપની સંવેદનહીન અને અહંકારી સરકાર આંદોલનકારીઓ સાથે સંવાદ સાધવામાં નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ તરફથી મુખ્યપ્રધાનને હાર્દિક પટેલ સાથે સીધો સંવાદ સ્થાપિત હાર્દિકને જીવતદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથોસાથ ન્યાય અને હક માટે આંદોલન કરવાનો અધિકાર આપવા અને પાટીદાર આંદોલન સમયે રાજદ્રોહ સહિતના ખોટા પોલીસ કેસોમાં ફીટ કરી દેવાયેલાં-જેલમાં પૂરી દેવાયેલાં પાસના અગ્રણી અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓને તાત્કાલિક મુક્ત કરવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, ખેડૂતો ઉપરાંત ગુજરાતના ગરીબ યુવાનોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકો પ્રાપ્ત થાય તે માટે સરકાર સંવાદ સ્થાપીત કરીને લોકોને સ્પર્શતા મુદ્દાઓનું નિરાકરણ લાવે તેવી માગણી સાથેનું આવેદન સુપરત કરવામાં આવ્યું છે.[:]