[:gj]અનિલ અંબાણીની રિલાયન્સ કેપીલટની કિંમત શૂન્ય થઇ, દેના બેંકનું દેવું ભારે પડ્યું[:en]Anil Ambani’s Reliance Capital cost zero, summons will come[:hn]अनिल अंबानी की रिलायंस कैपिटल की कीमत जीरो, समन्स आयेगा  [:]

[:gj]14 સપ્ટેમ્બર 2022

અનિલ અંબાણીની એક કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ શેરની કિંમત ઝીરો થઇ ગઇ છે. શેરબજારમાં આ કંપનીનું ટ્રેડીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અનિલની કંપનીઓ દેવામાં ડુબેલી છે.

જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. લોનની ચુકવણી ન થવાના કારણે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના શેરની કિંમત શૂન્ય થઈ ગઈ છે. રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની છે. હાલમાં આમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, સાથે જ તમામ શેર ડીમેટમાંથી ડેબિટ કરી દેવામાં આવ્યા છે.

રિલાયન્સ કેપિટલમાં પબ્લિક શેરહોલ્ડિંગ 94 ટકાથી થી વધુ હતું. આનો સીધો અર્થ એ થયો કે રિટેલ રોકાણકારો તેમાં વધુ હતા અને તેમને સૌથી વધુ નુકસાન પણ થયું હતું. RBIએ રિલાયન્સ કેપિટલ સામે NCLT દાખલ કરી હતી. રિલાયન્સ કેપિટલને નાદાર જાહેર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

રિલાયન્સ કેપિટલ ગ્રાહકોને ફાઇનાન્સ સંબંધિત સેવાઓ પ્રદાન કરતી હતી. મિડ કેપ-50નો હિસ્સો રહેલી આ કંપની  લાઇફ, જનરલ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે જોડાયેલી સેવા આપતી હતી.આ સિવાય રિલાયન્સ કેપિટલ કોમર્શિયલ, હોમ ફાઇનાન્સ, ઇક્વિટી અને કોમોડિટી બ્રોકિંગ જેવા ક્ષેત્રોમાં પણ સેવાઓ આપી છે. આ શેરોની કિંમત શૂન્ય થઈ ગયા બાદ રોકાણકારો પરેશાન થઇ ગયા છે.

રિલાયન્સ કેપિટલ લાંબા સમયથી દેવામાં ફસાયેલી છે. બુધવારે, એક સમિતિએ કંપનીની રિઝોલ્યુશન પ્રક્રિયાની સમીક્ષા કરી. ઇન્ડસઇન્ડ બેંક, ઓકટ્રી કેપિટલ અને ટોરેન્ટ ગ્રૂપ સહિતની છ કંપનીઓએ રિલાયન્સ ગ્રૂપની આ કંપનીને હસ્તગત કરવા માટે બિડ કરી હતી, આ પ્રક્રિયા 29 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ ગઈ છે. રિલાયન્સ કેપિટલ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીના ધિરાણકર્તાઓની 18મી બેઠક મુંબઈમાં યોજાઈ હતી.

રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગના શેરમાં પણ ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કંપની  પણ Insolvency and Bankruptcy Code,હેઠળ નાદારીની પ્રક્રિયામાંથી પણ પસાર થઈ રહી છે. આ કારણોસર, આ શેર વધારાના સર્વેલન્સ મેઝર (ASM) માં મૂકવામાં આવ્યા છે. ASMમાં આવ્યા પછી, આ શેરમાં ટ્રેડિંગ અઠવાડિયામાં માત્ર એક જ વાર થઈ શકે છે.

પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ કંપનીએ ફેબ્રુઆરી 2017માં દેના બેંકમાંથી 250 કરોડની ટૂંકા ગાળાની લોન લીધી હતી. તે માટે હજુ સુધી ચૂકવણી કરવામાં આવી નથી. જેથી અંબાણીની મુસીબતોમાં વધારો થાય તેવી સંભાવના છે.

250 કરોડની લોન પરત ચૂકવવાના કેસમાં સમન્સ

દેના બેંકમાંથી 2017માં લોન લેવામાં આવી હતી. પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિ.એ ફેબ્રુઆરી 2017માં દેના બેંક પાસેથી રૂ. 250 કરોડની ટૂંકા ગાળાની લોન લીધી હતી. પરંતુ, 4 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ લોન ભરપાઈ થઈ નથી. વારંવારની લેખિત સૂચના છતાં આ લોન ભરપાઈ કરવામાં આવી ન હતી.

બેંક ઓફ બરોડા તરફથી રિલાયન્સ કોમ્યુનિકેશન અને અનિલ અંબાણી સામે વોરંટ જારી કરવાની માંગ કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાએ માંગ કરી છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ, અનિલ ધીરુભાઈ અંબાણી અને પુનીત ગર્ગ સામે વોરંટ જારી કરવામાં આવે, જ્યારે સુરેશ રંગાચર, મણિકાંત વિશ્વનાથન, વિશ્વનાથ ડી અને જયવંત પ્રભુને ફરીથી સમન્સ મોકલવામાં આવે.

જાન્યુઆરી 2017ના રોજ, રિલાયન્સ કોમ્યુનિકેશને રૂ. 250 કરોડની ટૂંકા ગાળાની લોનની મંજૂરી માટે દેના બેન્કને અરજી કરી હતી. બાદમાં ફેબ્રુઆરી 2017માં દેના બેંકે લોન મંજૂર કરી હતી. તે ડિફોલ્ટના કિસ્સામાં કંપનીની અસ્કયામતો અથવા વધારાના રોકડ પ્રવાહમાંથી ચુકવણીની પણ મંજૂરી આપે છે. જો કે, દેના બેંકે સમય વીતી જવા છતાં લોન ન ચૂકવવા બદલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ખાતાઓને 31 ડિસેમ્બર, 2017 ના રોજ અધિનિયમ અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર ચૂકવણીના પરિણામે બિન-કાર્યક્ષમ સંપત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બર 2018માં, દેના બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ વિરુદ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 138, 141 અને 142 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જો કે, દેના બેંકને 2019 માં બેંક ઓફ બરોડા સાથે મર્જ કરવામાં આવી હતી. મર્જર પછી, બેંક ઓફ બરોડાએ પાવર ઓફ એટર્નીનો અમલ કર્યો. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ, અનિલ ધીરજલાલ અંબાણી, પુનીત ગર્ગ, સુરેશ રંગાચર, મણિકાંત વિશ્વનાથન, વિશ્વનાથ ડી અને જયવંત પ્રભુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે, આ લોન રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા ચૂકવવામાં આવી ન હતી.

આ મામલો બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની કોર્ટ નંબર 58માં પેન્ડિંગ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.વાય. વાઘે આ કેસમાં અનિલ અંબાણી અને અન્ય છ લોકોને 30 ઓગસ્ટે સમન્સ મોકલવાનો આદેશ આપ્યો છે.

અનિલ અંબાણી બિઝનેસમાં પાછળ છે
2002માં પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વિભાજન થયું ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એન્ટરટેઈનમેન્ટ અને ટેલિકોમ જેવા ન્યૂ એજ બિઝનેસ અનિલના હિસ્સામાં આવ્યા. આ બિઝનેસે અનિલ અંબાણીને દેશ અને દુનિયાના અમીર લોકોની યાદીમાં સ્થાન અપાવ્યું.

રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (RADG)ના વડા અનિલ અંબાણી 63 વર્ષના છે. એક સમય એવો હતો જ્યારે તેમના નામનો ઉદય થતો હતો. વર્ષ 2010 પહેલા તેઓ વિશ્વના ટોપ-10 સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સામેલ હતા અને એક સમય એવો આવ્યો જ્યારે તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ પણ બની ગયા. તેમની સ્થિતિ કથળવા લાગી અને તેમની પોતાની કંપનીઓ બહાર ફેંકાઈ ગઈ.

અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો હતો. તે શરૂઆતથી જ અભ્યાસમાં ઝડપી હતો. તેણે અમેરિકાથી એમબીએ કર્યું છે. આ પછી અનિલ અંબાણીએ વર્ષ 1983માં કો-ચીફ ઓફિસર તરીકે રિલાયન્સમાં કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે અનિલની ઉંમર માત્ર 24 વર્ષની હતી. અનિલ અંબાણી હાઈપ્રોફાઈલ જીવનશૈલી અને આધુનિક પદ્ધતિઓમાં માને છે. દેશના મૂડી બજારનો પ્રથમ શ્રેય અનિલને મળે છે. આ સિવાય અનિલ અંબાણી ફિટનેસને લઈને હંમેશા સાવધાન રહે છે.

એક સમયે તે પ્રેમમાં હતો અને તેણે બોલિવૂડની સુંદર અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા હતા. એક લગ્નમાં અનિલ કાળી સાડી પહેરેલી ટીનાના પ્રેમમાં હતો.

2002માં પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું વિભાજન થયું ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એન્ટરટેઈનમેન્ટ અને ટેલિકોમ જેવા ન્યૂ એજ બિઝનેસ અનિલના હિસ્સામાં આવ્યા. આ બિઝનેસે અનિલ અંબાણીને દેશ અને દુનિયાના અમીર લોકોની યાદીમાં સ્થાન આપ્યું. આ સ્થિતિ લાંબા સમય સુધી ટકી ન હતી. તેમને અને તેમની કંપનીઓને ભારે નુકસાન થવા લાગ્યું અને તેમની પોતાની નેટવર્થમાં પણ ઘટાડો થયો.

2010માં અનિલ અંબાણીની કુલ સંપત્તિ $13.7 બિલિયન હતી. અને હવે 2019 ના આંકડાઓ અનુસાર, તેમની કુલ સંપત્તિ માત્ર $ 1.7 બિલિયન રહી છે. આટલું જ નહીં, પરંતુ હાલમાં જ તેમને તેમની પોતાની કંપનીઓના બોર્ડમાંથી પણ હાંકી કાઢવાની સ્થિતિ સર્જાઈ છે. ફેબ્રુઆરીમાં, માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના બોર્ડમાંથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો.[:en]14 September 2022

Investors who invested in a company of Anil Ambani cried overnight. The price of this share is zero. The business of this company has come to a standstill in the stock market. Anil’s companies are in debt.

If you also invest in the stock market, then this news is of great use to you. Anil Ambani’s company Reliance Capital’s share price has become zero due to non-payment of debt. Reliance Capital is a subsidiary of Anil Ambani’s Reliance Group. At present, trading has been stopped in this, as well as all the shares have been debited from demat.

Public shareholding in Reliance Capital was more than 94 per cent. It simply means that retail investors were more in it and also suffered the most. RBI files NCLT against Reliance Capital. This action was taken under the insolvency proceedings against Reliance Capital.

Reliance Capital was providing finance related services to the customers. The company, which is part of Mid Cap-50, was providing services related to life, general and health insurance. Apart from this, Reliance Capital has also provided services in areas like Commercial, Home Finance, Equity and Commodity Broking. Investors have become upset after the price of these shares went to zero.

Reliance Capital has been in debt for a long time. On Wednesday, a committee reviewed the resolution process of the company. Six companies, including IndusInd Bank, Oaktree Capital and Torrent Group, had bid for the acquisition of the Reliance Group company, a process that was completed on August 29. The company’s 18th meeting of creditors was held in Mumbai, Reliance Capital said in a stock market filing.

Trading in shares of Reliance Naval and Engineering has also been suspended. The company is also going through bankruptcy proceedings under the Insolvency and Bankruptcy Code. For this reason, these shares have been placed under Additional Monitoring Measures (ASM). After coming to ASM, these shares can be traded only once in a week.

Well-known industrialist Anil Ambani’s Reliance Communications Ltd had taken a short-term loan of Rs 250 crore from Dena Bank in February 2017. It has not been paid for yet. In such a situation, there is a possibility that Ambani’s troubles will increase.

Summons in 250 crore loan repayment case

The loan was taken from Dena Bank in 2017. In February 2017, Reliance Communications Limited, owned by well-known businessman Anil Ambani, got Rs. 250 crore short term loan taken. But, even after 4 years, this loan has not been repaid yet. The loan was not repaid despite repeated written notices.

Bank of Baroda has been asked to issue warrants against Reliance Communications and Anil Ambani. Bank of Baroda has demanded that warrants be issued against Reliance Communications Ltd, Anil Dhirubhai Ambani and Puneet Garg, while Suresh Rangachar, Manikant Viswanathan, Vishwanath D and Jaywant Prabhu be summoned again.

On January 2017, Reliance Communications received Rs. Applied in Dena Bank for approval of short-term loan of 250 crores. Later in February 2017, Dena Bank sanctioned the loan. It also allows repayment from the company’s assets or excess cash flows in case of default. However, Dena Bank approached the court for non-payment of the loan despite the passage of time. The accounts of Reliance Communications were classified as non-performing assets as on December 31, 2017 as a result of payment in accordance with the Act and the guidelines issued by the Reserve Bank of India.

In September 2018, Dena Bank filed a complaint against Reliance Communications Limited under sections 138, 141 and 142 of the Negotiable Instruments Act, 1881. However, Dena Bank was merged with Bank of Baroda in 2019. After the merger, Bank of Baroda executed the Power of Attorney. The complaint was filed against Reliance Communications Limited, Anil Dhirajlal Ambani, Puneet Garg, Suresh Rangachar, Manikant Viswanathan, Vishwanath D and Jaywant Prabhu. However, this loan was not repaid by Reliance Communications.

The matter is pending in Court No. 58 of Bandra Metropolitan Magistrate Court. Considering the gravity of the incident, Chief Metropolitan Magistrate M.Y. Wagh has ordered summons to Anil Ambani and six others in the case on August 30.[:hn]14 सप्टेम्बर 2022

अनिल अंबानी की एक कंपनी में निवेश करने वाले निवेशक रातों-रात रो पड़े। इस शेयर की कीमत जीरो हो गई है। शेयर बाजार में इस कंपनी का कारोबार ठप हो गया है। अनिल की कंपनियां कर्ज में हैं।

अगर आप भी शेयर बाजार में निवेश करते हैं तो यह खबर आपके बहुत काम की है। कर्ज नहीं चुकाने से अनिल अंबानी की कंपनी रिलायंस कैपिटल का शेयर भाव जीरो हो गया है। रिलायंस कैपिटल अनिल अंबानी के रिलायंस ग्रुप की कंपनी है। फिलहाल इसमें ट्रेडिंग बंद कर दी गई है, साथ ही सभी शेयर डीमैट से डेबिट हो गए हैं।

रिलायंस कैपिटल में पब्लिक शेयरहोल्डिंग 94 फीसदी से ज्यादा थी। इसका सीधा सा मतलब है कि खुदरा निवेशक इसमें अधिक थे और सबसे अधिक नुकसान भी हुआ। रिलायंस कैपिटल के खिलाफ आरबीआई ने एनसीएलटी दायर किया। यह कार्रवाई रिलायंस कैपिटल के खिलाफ दिवाला प्रक्रिया के तहत की गई थी।

रिलायंस कैपिटल ग्राहकों को फाइनेंस संबंधी सेवाएं मुहैया करा रही थी। यह कंपनी, जो मिड कैप-50 का हिस्सा है, जीवन, सामान्य और स्वास्थ्य बीमा से संबंधित सेवाएं प्रदान कर रही थी। इसके अलावा, रिलायंस कैपिटल ने वाणिज्यिक, गृह वित्त, इक्विटी और कमोडिटी ब्रोकिंग जैसे क्षेत्रों में भी सेवाएं प्रदान की हैं। इन शेयरों की कीमत जीरो पर जाने के बाद से निवेशक परेशान हो गए हैं.

रिलायंस कैपिटल लंबे समय से कर्ज में डूबी है। बुधवार को एक समिति ने कंपनी की समाधान प्रक्रिया की समीक्षा की। इंडसइंड बैंक, ओकट्री कैपिटल और टोरेंट ग्रुप सहित छह कंपनियों ने रिलायंस समूह की कंपनी के अधिग्रहण के लिए बोली लगाई थी, यह प्रक्रिया 29 अगस्त को पूरी हुई। कंपनी के लेनदारों की 18 वीं बैठक मुंबई में आयोजित की गई थी, रिलायंस कैपिटल ने स्टॉक मार्केट फाइलिंग में कहा।

रिलायंस नेवल एंड इंजीनियरिंग के शेयरों में ट्रेडिंग भी सस्पेंड कर दी गई है। कंपनी इनसॉल्वेंसी एंड बैंकरप्सी कोड के तहत दिवालियेपन की कार्यवाही से भी गुजर रही है। इसी वजह से इन शेयरों को अतिरिक्त निगरानी उपायों (एएसएम) के तहत रखा गया है। एएसएम में आने के बाद इन शेयरों में हफ्ते में एक बार ही ट्रेडिंग की जा सकेगी।

जाने-माने उद्योगपति अनिल अंबानी की रिलायंस कम्युनिकेशंस लिमिटेड ने फरवरी 2017 में देना बैंक से 250 करोड़ रुपये का शॉर्ट टर्म लोन लिया था। इसका भुगतान अभी तक नहीं किया गया है। ऐसे में संभावना है कि अंबानी की मुश्किलें बढ़ेंगी।

250 करोड़ कर्ज अदायगी मामले में समन

कर्ज देना बैंक से 2017 में लिया गया था। फरवरी 2017 में, प्रसिद्ध व्यवसायी अनिल अंबानी के स्वामित्व वाली रिलायंस कम्युनिकेशंस लिमिटेड को देना बैंक से रु। 250 करोड़ का शॉर्ट टर्म लोन लिया गया। लेकिन, 4 साल बाद भी यह कर्ज अब तक नहीं चुकाया गया है. बार-बार लिखित नोटिस देने के बावजूद यह कर्ज नहीं चुकाया गया।

बैंक ऑफ बड़ौदा को रिलायंस कम्युनिकेशंस और अनिल अंबानी के खिलाफ वारंट जारी करने को कहा गया है। बैंक ऑफ बड़ौदा ने मांग की है कि रिलायंस कम्युनिकेशंस लिमिटेड, अनिल धीरूभाई अंबानी और पुनीत गर्ग के खिलाफ वारंट जारी किया जाए, जबकि सुरेश रंगाचार, मणिकांत विश्वनाथन, विश्वनाथ डी और जयवंत प्रभु को फिर से तलब किया जाए।

जनवरी 2017 को, रिलायंस कम्युनिकेशंस को रु। 250 करोड़ के अल्पकालीन ऋण की स्वीकृति के लिए देना बैंक में आवेदन किया। बाद में फरवरी 2017 में देना बैंक ने ऋण स्वीकृत किया। यह डिफ़ॉल्ट के मामले में कंपनी की संपत्ति या अतिरिक्त नकदी प्रवाह से पुनर्भुगतान की भी अनुमति देता है। हालांकि, देना बैंक ने समय बीतने के बावजूद ऋण का भुगतान न करने के लिए अदालत का दरवाजा खटखटाया। रिलायंस कम्युनिकेशंस के खातों को अधिनियम और भारतीय रिजर्व बैंक द्वारा जारी दिशानिर्देशों के अनुसार भुगतान के परिणामस्वरूप 31 दिसंबर, 2017 तक गैर-निष्पादित संपत्ति के रूप में वर्गीकृत किया गया था।

सितंबर 2018 में, देना बैंक ने नेगोशिएबल इंस्ट्रूमेंट्स एक्ट, 1881 की धारा 138, 141 और 142 के तहत रिलायंस कम्युनिकेशंस लिमिटेड के खिलाफ शिकायत दर्ज की। हालांकि, देना बैंक का 2019 में बैंक ऑफ बड़ौदा में विलय कर दिया गया था। विलय के बाद, बैंक ऑफ बड़ौदा ने पावर ऑफ अटॉर्नी को निष्पादित किया। रिलायंस कम्युनिकेशंस लिमिटेड, अनिल धीरजलाल अंबानी, पुनीत गर्ग, सुरेश रंगाचार, मणिकांत विश्वनाथन, विश्वनाथ डी और जयवंत प्रभु के खिलाफ शिकायत दर्ज की गई थी। हालांकि, रिलायंस कम्युनिकेशंस द्वारा इस ऋण को चुकाया नहीं गया था।

मामला बांद्रा मेट्रोपॉलिटन मजिस्ट्रेट कोर्ट के कोर्ट नंबर 58 में लंबित है। घटना की गंभीरता को देखते हुए मुख्य मेट्रोपोलिटन मजिस्ट्रेट एम.वाई. वाघ ने मामले में 30 अगस्त को अनिल अंबानी और छह अन्य को समन भेजने का आदेश दिया है।[:]