[:gj]પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે ૧૧મી મેથી રસીકરણ કરાશે[:hn]खरवा मोवासा टीकाकरण कार्यक्रम आयोजित किया जाएगा[:]

For control of Movasa disease in cows and buffaloes In 23 districts of the state from 11th May 2020 A vaccination program will be held in Kharwa Mowama

[:gj]કેન્દ્ર સરકાર દ્વારા અમલીકૃત રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજયમાં કુલ ૧૭૪.૦૦ લાખ ગાય ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણ કરવામાં આવનાર છે. આ યોજનાની માર્ગદર્શક સૂચનાઓ મુજબ પ્રાથમિક તબક્કે રાજ્યના મિલ્ક શેડ વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી તા.૦૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે બાકીના ૨૩ જિલ્લાઓમાં પણ ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણની કામગીરી આગામી તા.૧૧.૦૫.૨૦૨૦થી શરૂ કરવામાં આવશે એમ રાજ્ય પશુ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
પશુઓમાં વિષાણુથી થતાં ખરવા મોવાસાના આ રોગના કારણે નાની ઉંમરના પશુઓમાં મોટા પ્રમાણમાં મરણ થાય છે અને મોટા વયસ્ક પશુઓમાં દૂધ ઉત્પાદન અને કાર્યક્ષમતા પર મોટી અસર થાય છે જેના કારણે પશુપાલકને ઘણું મોટું આર્થિક નુકસાન થાય છે.
આ કાર્યક્રમ હેઠળ રાજયના તમામ ગાય ભેંસ વર્ગના પશુઓમાં વિના મૂલ્યે રસીકરણ કરવામાં આવશે અને આ માટે પશુપાલન ખાતાની તમામ પશુ સારવાર સંસ્થાઓ, સહકારી દૂધ ઉત્પાદક સંસ્થાઓ અને સ્વૈછિક સંસ્થાઓ મળીને રાજ્યવ્યાપી કાર્યક્રમ આયોજીત કરી રહેલ છે. આ રસીકરણના કાર્યક્રમ દરમ્યાન પ્રવર્તમાન કોરોના મહામારીના કારણે અમલ કરવાની રહેતી તમામ કાળજી અને તકેદારીઓ રાખવા માટે જિલ્લા પશુપાલન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. જેથી આ રસીકરણનો રાજ્યના તમામ પશુપાલકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના વરદહસ્તે રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. જે અંતર્ગત ૧૧મી સપ્ટેમ્બર ૨૦૧૯થી ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે રસીકરણ કરવામાં આવ્યું છે.[:hn]गायों और भैंसों में मूवसा रोग के नियंत्रण के लिए 11 मई 2020 से राज्य के 23 जिलों में
खरवा मावमा में एक टीकाकरण कार्यक्रम आयोजित किया जाएगा
……
केंद्र सरकार द्वारा लागू राष्ट्रीय पशु रोग नियंत्रण कार्यक्रम के तहत, खरवा मोवासा रोग के नियंत्रण के लिए गुजरात राज्य में कुल 16.00 लाख गाय और भैंस का टीकाकरण किया जाएगा। इस योजना के दिशा निर्देशों के अनुसार, 01.03.2030 से प्राथमिक स्तर पर राज्य के दूध शेड क्षेत्र के 10 जिलों में खरवा मोवासा रोग नियंत्रण के लिए टीकाकरण शुरू किया गया है। इसी समय, शेष 6 जिलों में खरवा मोवासा रोग के नियंत्रण के लिए टीकाकरण कार्य 11.03.2030 से शुरू किया जाएगा, यह पशुपालन के राज्य निदेशक की सूची में बताया गया है।
मवेशियों में वायरस के कारण होने वाली खारवा मोवासा बीमारी से युवा जानवरों में बड़ी संख्या में मौतें होती हैं और बड़े पशुओं में दूध उत्पादन और कार्यक्षमता पर बड़ा असर पड़ता है, जिससे प्रजनकों को भारी आर्थिक नुकसान होता है।
इस कार्यक्रम के तहत, राज्य के सभी गायों और भैंसों को मुफ्त टीका लगाया जाएगा और इसके लिए पशुपालन विभाग के सभी पशु उपचार संस्थान, सहकारी दुग्ध उत्पादक संस्थान और स्वैच्छिक संगठन एक राज्यव्यापी कार्यक्रम का आयोजन कर रहे हैं। प्रचलित कोरोना महामारी के कारण टीकाकरण कार्यक्रम के दौरान सभी आवश्यक सावधानी बरतने के लिए जिला पशुपालन अधिकारियों को आवश्यक निर्देश जारी किए गए हैं। इसलिए राज्य के सभी देहाती लोगों से अनुरोध है कि वे इस टीकाकरण का लाभ उठाएं।
यहां यह उल्लेख किया जा सकता है कि प्रधान मंत्री के आशीर्वाद से सितंबर 2016 में राष्ट्रीय पशु रोग नियंत्रण कार्यक्रम शुरू किया गया था। जिसके तहत 11 सितंबर 2018 से खरवा मोवासा रोग के नियंत्रण के लिए टीकाकरण किया गया है।[:]