[:gj]મોંઘવારી ભથ્થા સ્થગિત કરી બચેલા 1 લાખ કરોડ ગરીબોને આપો [:en]Request to deposit saved DA amount directly in bank accounts of the poor[:]

Postpone the inflation allowance and give it to the remaining 1 lakh crore poor

[:gj]ડીએ સ્થગિત કરવાનો નિર્ણય આવકાર્ય: બચેલા રૂ. ૯૬,૦૦૦ કરોડ ગરીબોને રોકડા આપી દો, મોંઘવારી ભથ્થાની બચેલી રકમ ગરીબોના બેંક ખાતામાં સીધી જમા કરાવવા પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી.

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનરોને આ વર્ષના આરંભથી દોઢ વર્ષ સુધી મોંઘવારી ભથ્થું નહિ આપવા અંગે જે નિર્ણય લીધો છે તેને અમે આવકારીએ છીએ. તેઓ દેશના સંગઠિત વર્ગના કર્મચારીઓમાં મોટો હિસ્સો છે. છેલ્લા પ્રાપ્ય આંકડા મુજબ સરકારી સાહસોના કામદારો સહિત દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના માત્ર ૧.૭૩ કરોડ કર્મચારીઓ છે. સ્વાભાવિક રીતે જ તેઓ ભારતીય સમાજના મધ્યમ, મધ્યમ મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ઉચ્ચ વર્ગના છે, કે જ્યારે લગભગ ૪૬ કરોડ કામદારો અસંગઠિત વર્ગમાં છે કે જેમાંના મોટા ભાગના સ્થિર માસિક પગાર કે વેતન ધરાવતા નથી. પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી.

બચેલી રકમ ગરીબોને સીધી જ તેમના બેંક ખાતામાં રોકડ સ્વરૂપે આપવા અને એ રીતે બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જણાવાયેલી ફરજ બજાવવા વિનંતી કરીએ છીએ.

પી.યુ.સી.એલ., ગુજરાતના પ્રો. હેમંતકુમાર શાહ અને ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ માંગણી કરી હતી કે,
1. જ્યારે ગયા ઑક્ટોબર મહિનામાં જુલાઈ મહિનાથી અસર પામે તે રીતે પાંચ ટકા ડીએ વધારવામાં આવ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે સરકાર પર વર્ષે રૂ. ૧૬૦૦૦ કરોડનો બોજો વધશે. આટલો જ બોજો પેન્શનરોને પણ ડીએમાં વધારો આપવામાં આવે તો પડે છે. એટલે કે વર્ષમાં રૂ. ૩૨,૦૦૦ કરોડનો ખર્ચ માત્ર ૫ ટકા ડીએ એક વાર વધારવાથી વધે છે.

2.(૨) સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માત્ર દોઢ વર્ષમાં ત્રણ વખત ડીએ વધારવામાં નહિ આવે એમ કહ્યું છે. એનો અર્થ એ થાય કે કુલ ₹ ૯૬,૦૦૦ કરોડ બચી જશે.

3.અમારી સરકારને વિનંતી છે કે આ રૂ. ૯૬,૦૦૦ કરોડ ગરીબોને આપવામાં આવે. એ માટે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા-૨૦૧૩ હેઠળ ઓળખી કાઢવામાં છે તે ૮૦ કરોડ ગરીબોને તેમના બેંક ખાતામાં દર છ મહિને રૂ. ૨૦૦૦ પાંચ વ્યકિતના પરિવાર દીઠ આપવામાં આવે. રૂ. ૨૦૦૦નો પ્રથમ હપ્તો તો તત્કાળ આપવામાં આવે.

4.વળી, પીએમ કેર્સ ફંડમાં એક જ સપ્તાહમાં જે રૂ. ૬,૫૦૦ કરોડ જમા થયા છે અને જૂના પ્રધાન મંત્રી રાહત નિધિમાં જે રૂ. ૩૮૦૦ કરોડ સિલક છે તે પરિવાર દીઠ રૂ. ૬૦૦ એક જ સમયના અનુદાન તરીકે આ ગરીબ પરિવારોને તત્કાળ આપવામાં આવે તેવી પણ અમે માગણી કરીએ છીએ.

5.કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા ૪૮.૩૪ લાખ છે અને પેન્શનરો ૬૫.૨૬ લાખ છે. તેઓ ભારતીય સમાજમાં મોટે ભાગે ઉચ્ચ વર્ગમાં સ્થાન ધરાવે છે. આ વર્ગ આટલું બલિદાન કામચલાઉ ધોરણે આપે તો અમને વાંધો નથી. તેથી અમે તે રકમ બીજા કશાયમાં વાપર્યા વિના સરકારે સીધી કંગાલિયતમાં જીવી રહેલા ગરીબોને આપવી જોઈએ એમ અમે માનીએ છીએ.

6. ઉપરાંત, અમે બધી જ રાજ્ય સરકારોને પણ કેન્દ્ર સરકારને અનુસરીને તેમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવાની અને સાથે સાથે એ રકમ સીધી જ જે તે રાજ્યના ગરીબોને તેમના બેંક ખાતામાં જમા આપવાની પણ વિનંતી કરીએ છીએ. [:en]Request to deposit saved DA amount directly in bank accounts of the poor

Hon. Pradhan Mantriji,

Namaskar.

We heartily welcome the decision taken by the GoI of freezing the DA for the Central Govt employees and its pensioners for one and half year. Indeed, they form the major part of the organised sector employees in the country. According to latest available figures, there are only 1.73 crore govt employees in the central govt and all states govts including govt owned entities. Naturally they belong to the middle, middle middle, upper middle and upper class of Indian society, whereas there are around 46 crore workers who belong to the unorganised class and most of them do not draw fixed monthly pay or wages.

We therefore, request you to deposit the thus saved amount directly in the bank accounts of the poor and thereby fulfill the duty of the govt. prescribed under the Directive Principles of the State in the Constitution of India. Our representation regarding this proposal is as follows:

1. When five percent DA was increased in last October-2019 effectively from July-2019, the total annual burden was estimated to the tune of Rs. 16,000 crore to the exchequer. Same is the burden for the pensioners. That amounts to the annual burden of Rs. 32,000 crore to the GoI.

2. If DA is frozen for three instalments with an assumption of five per cent release equally, the total amount saved by the exchequer is roughly Rs. 96,000 crore.

3. We humbly request to take steps to deposit this amount directly in the bank accounts of 80 crore poor persons identified under the National Food Security Act-2013 i.e. around 16 crore poor families, with an average of Rs. 2000 every six months for this period. The first instalment of Rs. 2000 should be deposited immediately.

4. Besides this, Rs. 6,500 crore deposited in the PM CARES Fund within one week of the inception of the Fund and balance of Rs. 3,800 crore of the PM National Relief Fund should also be disbursed to these poor families. The amount thus arrived is Rs. 600 per family and that should be deposited in their bank accounts as onetime payment along with the above mentioned amount.

5. There are 48.34 lakh central govt employees and 65.26 lakh pensioners. They mostly belong to the upper strata of the Indian society and if they temporarily sacrifice something for the poor, we have no objection to it. We therefore, firmly believe that the saved DA amount should directly be given to the toiling poor masses without spending that amount for any other purpose.

6. We also request all the state govts to follow the GoI and to freeze three DA instalments for their employees, and deposit the saved amount in the same fashion in the bank accounts of their poor families.

Thanking you….

Prof Hemantkumar Shah Mahesh Pandya

PUCL, Gujarat Gujarat Social Watch, Gujarat[:]